હોંગકોંગમાં સોથેબીઝની આગામી હરાજીમાં 74.48 કેરેટનો યલો- ડાયમંડ નેકલેસ સ્ટાર સાબિત થશે

એક એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે આ યલો ડાયમંડ નેકલેસને 40 મિલિયન હોંગકોંગ ડોલર (5.1 US ડોલર)ની ઊંચી વૅલ્યુ મળી શકે છે.

74.48-carat yellow-diamond necklace to star at Sotheby's upcoming auction in Hong Kong-1
ફોટો : 74.48 કેરેટનો પીળો હીરાનો હાર. (સોથેબીઝ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હોંગકોંગમાં સોથેબીઝની આગામી હરાજીમાં 74.48 કેરેટનો યલો-ડાયમંડ નેકલેસ સ્ટાર સાબિત થશે. એક એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે આ યલો ડાયમંડ નેકલેસને 40 મિલિયન હોંગકોંગ ડોલર (5.1 અમેરિકન ડોલર)ની ઊંચી વૅલ્યુ મળી શકે છે.

કુશનમાં ફેરફાર કરેલ બ્રિલિયન્ટ-કટ, ફૅન્સી-વિવિડ-યલો, ઇન્ટરવલી ફ્લોલેસ હીરાને સિંગલ-કટ હીરાને રિબિનથી લટકાવવામાં આવ્યો છે. સોથેબીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તે ઑક્ટોબર 6ના મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સના વેચાણનું નેતૃત્વ કરશે.

હરાજીમાં જડાઉ અને હીરાના આભૂષણોના ઘણા પીસીસ પણ સામેલ હશે.

હરાજીમાં રજૂ થનારા જ્વેલસની યાદી જોઇ લો.

(1) ખાનગી કલેક્શન જડેઈટ અને ડાયમંડ પેર્યુરમાં 12 અંડાકાર જેડેઈટ કેબોચન્સ અને અંડાકાર હીરા સાથેનો નેકલેસ, અને કાનની બુટ્ટીઓ અને એક વીંટી, દરેક સેટ અંડાકાર જેડેઈટ કેબોચોન અને હીરા સાથે છે. તેની ઉપરની કિંમત 38 મિલિયન હોંગકોંગ ડોલર (4.9 મિલિયન અમેરિકી ડોલર) છે. જડેઇટ એક પ્રકારનો ડાયમંડ સ્ટોન હોય છે. Diamond Parureમાં સામાન્ય રીતે મેચિંગ નેકલેસ, ઇયરિંગ્સ, બ્રોચ, બ્રેસલેટ અને ઘણીવાર ડાયડેમ અથવા મુગટનું મિશ્રણ હોય છે.

(2) અષ્ટકોણ સ્ટેપ-કટ, 18.18-કેરેટ કાશ્મીર નીલમ સાથેની હેરી વિન્સ્ટનની વીંટી, બુલેટ-કટ હીરાથી ઘેરાયેલી, 30 મિલિયન હોંગકોંગ ડોલર (3.8 મિલિયન અમેરિકી ડોલર) નો ઉચ્ચ અંદાજ ધરાવે છે.

(3) Sotheby’s એ અંદાજ લગાવ્યો છે કે આ નેકલેસ 29 જેડાઈટ મણકા અને અંડાકાર, ટેપર્ડ બગેટ અને બ્રિલિયન્ટ-કટ ડાયમંડ-સેટ ક્લેપ્સ સાથે કાસ્ટ HKD 28 મિલિયન હોંગકોંગ ડોલર (3.6 મિલિયન અમેરિકન ડોલર) સુધી મેળવી શકે છે.

(4) કાશ્મીરના ક્રાઉન જ્વેલ તરીકે ઓળખાતી આ વીંટી, અષ્ટકોણ સ્ટેપ-કટ, 12-કેરેટ કાશ્મીર નીલમ ધરાવે છે, જેમાં હીરા જડેલા છે. તેની ઉપરની કિંમત 20 મિલિયન હોંગકોંગ ડોલર (2.6 મિલિયન અમેરિકનડોલર) છે.

(5) બલ્ગારી દ્વારા 6.05 અને 5.03 કેરેટના વજનના બે મોટા માણેક અને 2.14 અને 2.10 કેરેટના બે નાના માણેકને ફ્રેમ કરતી પિઅર- અને માર્ક્વિઝ-આકારના હીરા ધરાવતી કાનની બુટ્ટીઓની જોડીનો અંદાજ 20 મિલિયન હોંગકોંગ (2.6 મિલિયન અમેરિકન ડોલર) છે.

(6) ડાયમંડ અને રૂબી સાથે 43 ઇન્ટેન્સ નીલમણિ-લીલા જડેઇટ મણકાથી બનેલો આ નેકલેસ, 2.5 મિલિયન US ડોલરથી વધુનો ઉપલા અંદાજ ધરાવે છે.

(7) (અન્ય ગળાનો હાર, બ્રિલીયન્ટ કટ ડાયમંડથી સુશોભિત બગેટ હીરાની ક્લિપમાંથી લટકાવેલી જડેઇટ તકતી ધરાવતો આ હારને પણ 2.5 મિલિયન US ડોલરથી વધુ કિંમત મળવવાની અપેક્ષા છે.

(8) ઇયરિંગ્સની આ જોડી, અંડાકાર જડેઇટ કેબોચોન સાથેનો દરેક સેટ, એકનું વજન 33.79 કેરેટ અને અન્ય 33.88 કેરેટ, અંદાજે 2.5 મિલિયન US ડોલરથી વધુ કિંમત મળશે તેવો અંદાજ છે. કેબોચોન એક જેમસ્ટોન છે જે પાસાથી વિપરીત આકાર અને પોલિશ્ડ કરવામાં આવ્યો હોય છે.

(9) કાર્ટિયર દ્વારા નીલમ, માણેક, નીલમણિ અને હીરા સાથે સેટ કરેલ તુટ્ટી ફ્રુટી બ્રેસલેટ વેચાણ સમયે 2 મિલિયન થી વધુની કિંમતે જાય તેવી અપેક્ષા છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant