Unique Gold Coin Honoring Queen Elizabeth II to Be Auctioned in London
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

લંડનના સ્ટેનલી ગિબન્સ બાલ્ડવિન્સ ખાતે સપ્ટેમ્બર 25ના રોજ એક એવો અનોખો સિક્કો હરાજી થવાનો છે, જે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિશાળ સિક્કો ખાસ કરીને રાણી એલિઝાબેથ દ્વિતીયના પ્લેટિનમ જુબિલીની યાદમાં બનાવવામાં આવ્યો હતો.

આ સિક્કો 3.61 કિલો શુદ્ધ સોનાથી બનાવાયો છે અને તેમાં 6,462 કુદરતી હીરા જડિત છે. તેનું કદ એક ડિનર પ્લેટ જેટલું છે. આ સિક્કો તૈયાર કરવા માટે 8 દેશોના 83થી વધુ કારીગરો જોડાયા હતા.

સેન્ટ હેલેના (બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી) દ્વારા તેને સત્તાવાર રીતે £10,000 ના મૂલ્યનો સિક્કો જાહેર કરાયો છે, પરંતુ તેની અસલ કિંમત ઘણી વધારે છે. 2022માં તેનું મૂલ્યાંકન £16 મિલિયન કરવામાં આવ્યું હતું, જ્યારે હરાજીમાં તેનો અંદાજ માત્ર £2 થી £3 મિલિયન રાખવામાં આવ્યો છે.

આ સિક્કો વિશ્વભરના વિવિધ દેશોમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. હીરા ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને કેનેડાથી લાવવામાં આવ્યા અને જી.આઈ.એ. (GIA) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા. ડિઝાઇન બ્રિટનમાં બનાવવામાં આવી, શ્રીલંકા અને ઇંગ્લેન્ડમાં સુધારણા થઈ, સિંગાપુરમાં એન્ગ્રેવિંગ થયું, જર્મની અને નેધરલેન્ડ્સમાં મિન્ટિંગ થયું અને અંતે ભારતમાં તેનું એસેમ્બલી પૂર્ણ થયું.

આ સિક્કાનો વ્યાસ 235 મીમી અને જાડાઈ 30 મીમી છે. તેમાં કુલ 11 નાનાં સિક્કા જડિત છે, જેમાં પાંચ સિક્કા પર રાણી એલિઝાબેથ દ્વિતીયની પ્રતિમા છે અને બાકીના સિક્કાઓ પર તેમના તાજ તથા “સત્ય, ન્યાય, દયા, હિંમત, વિજય અને સ્થિરતા” જેવા ગુણ દર્શાવવામાં આવ્યા છે.

આધુનિક સમય સાથે સુમેળ સાધવા માટે હરાજીમાં પરંપરાગત ચલણ ઉપરાંત ક્રિપ્ટોકરન્સી દ્વારા પણ બોલી લગાવવાની તક આપવામાં આવી છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant