Toi et moi ring by Mouawad to lead upcoming Bonhams London Jewels sale
ફોટો : મૌવાડ દ્વારા એક toi et moi રિંગ (સૌજન્ય : બોનહેમ્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ગુલાબી અને વાદળી હીરા દર્શાવતી મૌવાડ દ્વારા એક toi et moi રિંગ બોનહેમ્સ ખાતે આગામી લંડન જ્વેલ્સ વેચાણને લીડ કરશે, જ્યાં તે 1.5 મિલિયન પાઉન્ડ (1.9 મિલિયન ડોલર) સુધી મેળવવાનો અંદાજ છે.

આ ઝવેરાત જે બોનહેમ્સ 13 જૂને રજૂ કરશે, તે બે તેજસ્વી-કટ હીરા સાથે સેટ છે. એક 5.03-કેરેટ, ફૅન્સી ઇન્ટેન્સ બ્લૂ અને 5.13-કેરેટ, ફૅન્સી વાયોલેટ-ગુલાબી. બોનહેમ્સે જણાવ્યું હતું કે ગૅલેરી અને શોલ્ડર્સ બ્રિલિઅન્ટ કટ, ગુલાબી અને બ્લૂ-ટિન્ટેડ ડાયમંડથી શણગારેલી છે.

1950ની આસપાસ બનેલો હીરા જડિત નેકલેસ પણ હરાજી માટે મૂકવામાં આવશે. ગ્રેજ્યુએટીંગ બેગુએટ અને બ્રિલિયન્ટ-કટ હીરા સાથે ડિઝાઈન કરાયેલ, આ ભાગમાં હીરાની કિનારીઓ અને પિઅર-આકારના હીરાના ડ્રોપ છે. તેનો અંદાજ 200,000 પાઉન્ડ થી 300,000 પાઉન્ડ (254,309 ડોલર થી 381,464 ડોલર) છે.

દરમિયાન, 19મી સદીના હીરા રિવિયર નેકલેસની હરાજી થવાની છે. આ પીસ, જેમાં ગાદી-આકારના હીરા છે, તેનો અંદાજ 100,000 પાઉન્ડ (127,167 ડોલર) સુધી છે. હૃદયના આકારના, પીળા હીરાની નીચે એક લંબચોરસ બ્રિલિયન્ટ-કટ, 9.73-કેરેટ, ફૅન્સી-પીળા હીરાનો સમૂહ દર્શાવતો ગ્રાફ દ્વારી બનાવેલ પેન્ડન્ટ ગળાનો હાર, તેની અંદાજીત કિંમત 75,000 પાઉન્ડ થી 95,000 પાઉન્ડ (95349 ડોલર થી 120,775 ડોલર) છે.

બોનહેમ્સ 1950ની આસપાસનો વેન ક્લીફ અને આર્પેલ્સ દ્વારા બનાવેલ દુર્લભ આર્ટ ડેકો ડાયમંડ બ્રેસલેટ પણ વેચશે. કુલ 43.50 કેરેટના બ્રેસલેટની કિંમત 90,000 પાઉન્ડ (114,425 ડોલર) સુધી હશે.

ઓક્શન હાઉસે જણાવ્યું હતું કે, 120-લોટના વેચાણમાં બલ્ગારી, બાઉશેરોન અને કાર્ટિયર જેવા પ્રખ્યાત ડિઝાઈન હાઉસના દાગીનાની શ્રેણી તેમજ આર્કિયોલોજીકલ રિવાઇવલ થી આર્ટ ડેકો સુધીના પીસીસનો સમાવેશ થશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant