Tipu Sultan's sword sells for $18 million at auction house Bonhams setting a new world record-1
ટીપુ સુલતાનની તલવાર (છબી/@બોનહામ્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

હરાજી હાઉસ બોનહેમ્સના 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રેકોર્ડ-બ્રેકિંગ વેચાણમાં ડાયમંડ રિંગ સૌથી અદભૂત લોટમાંની એક સાબિત થઈ હતી. સાઉથ કેલિર્ફોનિયાના પ્રભાવશાળી કલેક્શન ધ પરફેક્ટ જ્વેલરી બોક્સમાંથી ન્યૂયોર્કમાં એક જ માલિકના વેચાણ દરમિયાન લેવિવ ડાયમંડ રિંગે 27,00,375 ડોલરની અચરજ પમાડે તેવી કિંમત હાંસલ કરી હતી.

લેવિવ ડાયમંડ રિંગના વેચાણે બોનહામ્સની વૈશ્વિક સફળતામાં વધુ ફાળો આપ્યો હતો, કારણ કે હરાજી હાઉસે તેના પ્રથમ અર્ધવાર્ષિક વર્ષના શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યા હતા, જેનુ જાન્યુઆરી થી જૂન 2023 સુધીમાં વેચાણ 550 મિલિયન ડોલરને વટાવી ગયું હતું. લેવિવ ડાયમંડ રિંગે વર્ષના પહેલા ભાગમાં ટોચના ૧૦ લોટમાં ૯મું સ્થાન મેળવ્યું છે.

બોનહામ્સનો 2023ના પહેલા છમાસિક ગાળામાં સૌથી વધુ વેચાયેલો લોટ ટીપુ સુલતાનની શયનકક્ષની તલવાર હતી, જે મે મહિનામાં 14 મિલિયન પાઉન્ડ (18 મિલિયન ડોલર) માં વેચાઇ હતી, જેણે ઇસ્લામિક અને ભારતીય બંને વસ્તુ માટે અને તલવાર માટે હરાજીનો નવો વિશ્વ રેકોર્ડ હાંસલ કર્યો હતો.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant