Suspect arrested for stealing more than $375,000 in jewellery
ફોટો સૌજન્ય : યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ન્યુ યોર્કમાં પોલીસે 375,000 ડોલરની જ્વેલરીની ચોરી સહિત સશસ્ત્ર લૂંટના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે.

ફેડરલ પ્રોસિક્યુટર્સે કહ્યું કે,30 વર્ષના ફ્રાન્કો એલેક્ઝાન્ડર પેરાઝા નવાસ પર ઓછામાં ઓછા બે ગન પોઇન્ટ વાહન લૂંટ અને છ બંદૂકની અણીએ લૂંટ અને લૂંટનો પ્રયાસ કરવાનો આરોપ છે. તેના પર સેન્ટ ક્વીન્સમાં આવેલા 103માં જ્વેલરી સ્ટોર પર લૂંટનો આરોપ છે.

પ્રોસિક્યુટર્સે કહ્યું કે,તેણે બુલેટપ્રૂફ પાર્ટીશનમાંથી ગોળી ચલાવી હતી, ત્યારબાદ હાલના ક્ષતિગ્રસ્ત બુલેટપ્રૂફ પાર્ટીશનને લાત મારીને તોડી નાંખી હતી અને ડાયમંડ અને સોનાની 3 ટ્રે હતી જેની અંદાજે કિંમત 3,75,000 ડોલર હતી તે લૂંટીને બ્લેક મોપેડ પર ફરાર થઇ ગયો હતો.

નવેમ્બરમાં અન્ય એક જ્વેલરી સ્ટોરની લૂંટ દરમિયાન નવાસ પર ત્રણ વખત ગોળી ચલાવવાનો પણ આરોપ છે. તમામ ગુનાઓ ઓગસ્ટ થી ડિસેમ્બર વચ્ચે થયા હોવાનો આરોપ છે.

નવાસને બ્રુકલિન ફેડરલ કોર્ટમાં સુનાવણીમાં જામીન વગર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant