ન્યુયોર્કના જ્વેલરી સ્ટોરમાં ફાયરિંગ બાદ લૂંટ

115મી પ્રિસંક્ટમાં આ વર્ષે અત્યાર સુધીમાં લૂંટના 338 બનાવ બન્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ 14 ટકા વધુ છે. : ન્યુયોર્ક પોલીસ

New York jewellery store looted after shooting
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ન્યુયોર્કના એક જ્વેલરી સ્ટોરમાં સનસનીખેજ લૂંટની ઘટના બની છે. લૂંટારાઓએ લૂંટ દરમિયાન જ્વેલરી સ્ટોરના માલિક પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ અંગે મળતી વિગતો અનુસાર ગઈ તા. 12 ડિસેમ્બરની સાંજે બ્લેક કપડાં પહેરીને ત્રણ માસ્ક ધારી લૂંટારાઓ ન્યુયોર્કના ક્વીન્સના કોરોના કોમ્પલેક્સમાં ઘુસી ગયા હતા. આ લૂંટારાઓ એક જ્વેલરી સ્ટોરમાં ઘૂસી ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી.

આ ઘટનામાં 59 વર્ષીય વૃદ્ધને જમણા પગની જાંઘમાં તથા માથામાં ગોળી વાગી હતી. હાલ તેની તબિયત સ્થિર છે. 911 પર કોલ મળતા જ પોલીસ તરત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો હતો.

વધુમાં મળતી માહિતી અનુસાર ધાડપાડુઓ મોપેડ પર કિંમતી દાગીના લઈ ભાગી ગયા હતા. ન્યુયોર્ક પોલીસે કહ્યું હતું કે 115મી પ્રિસંક્ટમાં આ વર્ષે અત્યાર સુધીમાં લૂંટના 338 બનાવ બન્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ 14 ટકા વધુ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant