price system in the labgrown steel industry
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

છેલ્લા કેટલાક સમયથી લેબ-ગ્રોન ડાયમંડ માર્કેટમાં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધા અને અનિયંત્રિત ડિસ્કાઉન્ટિંગ સામે હવે સુરતના હીરા ઉદ્યોગકારો એક મંચ પર આવ્યા છે. ઉત્પાદકો અને કટિંગ-પોલિશિંગ એકમોના નફાના માર્જિન સતત ધોવાઈ રહ્યા હોવાથી, સમગ્ર સપ્લાય ચેઈનમાં શિસ્તબદ્ધ ભાવ નીતિ અમલી બનાવવા ઉદ્યોગ અગ્રણીઓએ ભારપૂર્વક અપીલ કરી છે.

અંડરકટિંગ રોકવા બેઠકમાં મહત્વનો નિર્ણય; ડિસ્કાઉન્ટ 3-4% સુધી સીમિત

ગત 7 સપ્ટેમ્બરના રોજ સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બ્રોકરો અને વેપારીઓને બજારભાવ કરતા નીચા ભાવે માલ ન વેચવા અને આડેધડ ડિસ્કાઉન્ટિંગથી દૂર રહેવા સ્પષ્ટ અનુરોધ કરવામાં આવ્યો હતો.

બજારના આંતરિક વર્તુળોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પોલિશ્ડ લેબ-ગ્રોન હીરાના ભાવમાં 20% થી 25% જેટલો સુધારો નોંધાયો છે, જેને પગલે અગાઉ અપાતા ઊંચા વળતર પર કાપ મૂકવાની શરૂઆત થઈ છે. અગાઉ જ્યાં 7% જેટલું ભારે ડિસ્કાઉન્ટ ઓફર થતું હતું, તેને હવે ઘટાડીને આશરે 3% થી 4% સુધી મર્યાદિત રાખવા અંગે સહમતિ સધાઈ રહી છે.

ઉદ્યોગના અસ્તિત્વ માટે ભાવ સ્થિરતા અનિવાર્ય : બાબુભાઈ વાઘાણી

સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ જણાવ્યું હતું કે : “ઉદ્યોગની સાચી આવક અને નફાકારકતા જાળવી રાખવા માટે માર્કેટના તમામ હિતધારકો વચ્ચે સંકલન અનિવાર્ય છે. જો અંદરોઅંદરની સ્પર્ધામાં આડેધડ ભાવ તોડવામાં આવશે, તો તેની સીધી અસર ઉત્પાદન અને પોલિશિંગ સાથે જોડાયેલા એકમો પર પડશે. સમગ્ર ઇકોસિસ્ટમને બચાવવા માટે તેમજ લાંબા સમય સુધી ટકી રહેવા માટે ભાવમાં સ્થિરતા લાવવી જ પડશે.”

રત્નકલાકારો અને નાના એકમો પર બેવડો માર :

ભાવમાં સતત થતા ઘટાડાનું નુકસાન માત્ર મોટા ઉત્પાદકો પૂરતું સીમિત નથી રહ્યું, તેની ગંભીર અસર નાના પોલિશિંગ એકમો અને રત્નકલાકારોના મહેનતાણા પર પણ પડી રહી છે:

માર્જિનમાં થતો ઘટાડો સૌ માટે નુકશાનકારક :

સતત ઘટતા નફાને કારણે કેટલાક વેપારીઓ અન્ય વ્યવસાય તરફ વળવા માટે મજબૂર બન્યા છે. આ ઉપરાંત આવક ઘટવાને કારણે કુશળ રત્નકલાકારો પણ અન્ય ક્ષેત્રો તરફ વળતાં ઉદ્યોગ સામે કારીગરોની અછત ઉભી થઇ શકે છે. 

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વોલ્યુમની સાથોસાથ વેપારીઓ પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવાની સાથે ક્વોલિટી પણ જાળવવી અનિવાર્ય છે. આ ઉપરાંત એસોસિએશનની બેઠકમાં રફ હીરાના વધતા ભાવ અને તૈયાર હીરાના વેચાણ ભાવ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા પર ચર્ચા કરવામાં આવી હતી.

સુરતનો LGD ઉદ્યોગ હવે માત્ર ભાવ ઘટાડીને મોટો જથ્થો વેચવાની જૂની માનસિકતામાંથી બહાર આવી રહ્યો છે. હવે સમગ્ર સપ્લાય ચેઇનને આર્થિક રીતે સધ્ધર અને ટકાઉ રાખવા માટે એક સંતુલિત અને શિસ્તબદ્ધ વેપાર પદ્ધતિ સ્થાપિત કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આજે લેબગ્રોન હીરાઉદ્યોગ જયારે વિશ્વ્ ફલક પર પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે વેપારીઓની એકતા, સમાન વિચારધારા તેમજ ચોક્કસ માપદંડ ખુબ જ જરૂરી છે. ચોક્કસ નિર્ણયને વળગીને વેપાર કરવામાં આવે તો લાંબા ગાળે સમગ્ર ઉદ્યોગને ફાયદો થશે તેવું સૌ મહાનુભાવોએ એક સુરમાં જણાવ્યું હતું.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant