Slight Drop in Fancy Color Diamond Prices - Market Remains Stable in First Quarter of 2026
ચિત્ર : ફેન્સી કલર હીરા. (સૌજન્ય : ફેન્સી કલર રિસર્ચ ફાઉન્ડેશન)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વભરમાં દુર્લભ અને કિંમતી ગણાતા ફેન્સી કલર ડાયમંડ (રંગીન હીરા) ના ભાવમાં ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) માં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે.

ફેન્સી કલર રિસર્ચ ફાઉન્ડેશન (FCRF) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન કલર ડાયમંડ ઇન્ડેક્સમાં ૦.૨%નો સામાન્ય ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે ૨૦૨૫ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ ૦.૧%નો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.

બજારમાં ‘સ્થિરતા‘ અને ‘સુધારા‘નો તબક્કો

માર્કેટ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ભાવમાં આ મામૂલી ઘટાડો એ બજારના પતનના સંકેત નથી, પરંતુ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલા ‘માઈલ્ડ કરેક્શન’ (હળવો સુધારો) નો એક ભાગ છે.

છેલ્લા ૧૨ મહિનાના સમયગાળા પર નજર કરીએ તો, ઇન્ડેક્સમાં માત્ર ૦.૯%નો ઘટાડો થયો છે, જે સાબિત કરે છે કે વૈશ્વિક આર્થિક ઉથલપાથલ છતાં રંગીન હીરાનું બજાર અત્યંત સ્થિર છે.

FCRF એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “આ પ્રકારના નાના ફેરફારો વાસ્તવિક વ્યવહારો કરતાં હીરા ઉદ્યોગના એકંદર મૂડને વધુ પ્રતિબિંબિત કરે છે. એકંદરે ઘટાડો હોવા છતાં, બજાર સ્થિરતા જાળવી રહ્યું છે.”

રંગ મુજબ ભાવમાં ફેરફાર :

વિવિધ રંગના હીરાના પ્રદર્શન પર નજર કરીએ તો નીચે મુજબના આંકડા સામે આવ્યા છે :

  • પિંક ડાયમંડ (ગુલાબી હીરા) : ૨૦૨૬ના પ્રથમ ત્રણ મહિનામાં તેના ભાવમાં ૦.૩%નો અને વાર્ષિક ધોરણે ૦.૮%નો ઘટાડો થયો છે.
  • બ્લુ ડાયમંડ (વાદળી હીરા) : આ શ્રેણીમાં Q1 માં ૦.૮% અને વાર્ષિક ધોરણે ૦.૫%નો ઘટાડો જોવા મળ્યો છે.
  • યલો ડાયમંડ (પીળા હીરા) : આ ત્રિમાસિક ગાળામાં ભાવ લગભગ સ્થિર રહ્યા હતા, પરંતુ વાર્ષિક ધોરણે તેમાં સૌથી વધુ ૧.૨%નો ઘટાડો નોંધાયો છે.

પસંદગીયુક્ત ખરીદીનો ટ્રેન્ડ

જેમ ટ્રેડર ‘ડેહરેસ’ (Dehres) ના સ્થાપક એફ્રાઈમ ઝિઓનના જણાવ્યા મુજબ, હાલમાં ગ્રાહકો ખૂબ જ વિચારીને અને પસંદગીયુક્ત ખરીદી કરી રહ્યા છે. તેઓ હવે માત્ર એવા હીરા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે દેખાવમાં અદભૂત હોય, જેનો રંગ ઘેરો હોય અને જે અત્યંત દુર્લભ હોય.

ઐતિહાસિક વળતર : ૨૧ વર્ષમાં ૨૦૨% નો નફો

ભલે ટૂંકા ગાળામાં ભાવમાં થોડો ઘટાડો થયો હોય, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે ફેન્સી કલર ડાયમંડ હજુ પણ સોનાની લગડી સમાન છે.

૨૦૦૫ થી અત્યાર સુધીના ૨૧ વર્ષના ડેટા મુજબ, આ કુદરતી રંગીન પથ્થરોની કિંમતમાં ૨૦૨.૩% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે સુરક્ષિત રોકાણ માટે કુદરતી રંગીન હીરા આજે પણ વિશ્વભરના ધનિકોની પહેલી પસંદ છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant