બદલતી દુનિયામાં બ્રાન્ડ ચેલેન્જીસ

આજનો કન્જ઼્યૂમર દિવસમાં આશરે 5000 માર્કેટીંગ / બ્રાન્ડ મેસેજીસને જાણતા અજાણતા ગ્રહણ કરે છે. સવારે ઉઠતાની સાથેજ 10-15 બ્રાન્ડના દર્શન તો 10-15 મિનિટમાંજ કરી લે છે

Samir-Joshi-Brand Challenges in a Changing World-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

આંખના પલકારે બદલાતી દુનિયામાં માનવની રીતભાત, જીવનશૈલી અને વિચારધારા પણ તેને અનુરૂપ બદલાતી જાય છે. તેનો ટેસ્ટ બદલાતો જાય છે. હર હંમેશ તે કશાક નવાની શોધમાં છે, પછી તે તેની રોજબરોજની વાપરવામાં કે ઉપયોગમાં આવતી વસ્તુ હોય, ખાવાના પદાર્થ હોય કે પછી અનુભવો.

આવી પરિસ્થિતિ બ્રાન્ડ માટે મોટી ચેલેન્જ છે. જો તે બદલાતા ટ્રેંડસને પારખી ના શકે અને તેને આધારે તેની પ્રોડક્ટ કે સર્વિસમાં બદલાવ લાવી ના શકે કે મોડો લાવે; ત્યાં સુધી તો બીજી ચાર નવી બ્રાન્ડ તેનો માર્કેટ શેર લઈ ચૂકી હોય છે.

રિસર્ચ કહે છે કે, આજનો કન્જ઼્યૂમર દિવસમાં આશરે 5000 માર્કેટીંગ / બ્રાન્ડ મેસેજીસને જાણતા અજાણતા ગ્રહણ કરે છે. સવારે ઉઠતાની સાથેજ 10-15 બ્રાન્ડના દર્શન તો 10-15 મિનિટમાંજ કરી લે છે.

એવી ધારણા છે કે ચા, ન્યૂજ઼ પેપર, ટૂથ પેસ્ટ વિગેરે જેવી કેટેગરીમાં બ્રાન્ડ લોયલ્ટી જોવા મળે છે. પરંતુ આજના આ કાળમાં આ એક ધારણાજ છે. કારણ આજનો કન્જ઼્યૂમર adventurous / સાહસિક છે, તેને નવુ નવુ ટ્રાઇ કરવામાં રસ છે. તે ફક્ત વેનીલા કે કાજુ-દ્રાક્ષથી સંતોષ નથી માનતો, તે નવા ફ્લેવર્સની રાહ જોતો રહેશે અને તેનો અનુભવ લેતો રહેશે. આ ઉપરાંત આજનો કન્ઝ્યુમર તેને જે જોઈએ છે, તે ખરીદશે અને નહિ કે જે ઉપલબ્ધ છે અને વર્ષોથી ચાલ્યુ આવે છે તેનો સ્વીકાર બંધ આંખે કરશે. તે હંમેશા પૂછશે વૉટ્સ ઈન ઈટ ફોર મી? મારા માટે આમાં શું છે?

Samir-Joshi-Brand Challenges in a Changing World-2

ઝડપથી બદલાતા દૌરમાં બ્રાન્ડ નવી નવી સર્વિસ, પ્રૉડક્ટ્સ લાવતી જ રહે છે. ત્યાં સુધી કે નખ આપણે ઘરે કાપતાતા ત્યારે આજે નેલ શેપિંગ અને નેલ આર્ટ થી લઈને હેડ ઍન્ડ હેર સ્પા સુધી. વારે તહેવારે રાત્રે રેસ્ટોરેંટમાં જઈને જમવાનો આનંદ લેતા તેની સામે સવારનો નાસ્તો પણ mobile appથી ઑર્ડર કરી તમારા સમયે હાજર થઈ જાય. પેમેન્ટ આપણે રોકડાથી ચુકવતા હતા, પછી ચેક આપતા અને આજે કાર્ડ કે મોબાઈલના સહારે ડાયરેક્ટ તેમના ખાતામાં જમા. આવનારા સમયમાં આવનારી પેઢી કેશ જેવી વસ્તુ હોય તેના પર કદાચ પ્રશ્નો ઉઠાવશે.

કહેવાય છે ને કે “નેસેસિટી ઇસ ધ મધર ઓફ ઑલ ઇન્વેન્ષન”. આ જડપથી બદલાતા દૌર માં બ્રાન્ડ નવી નવી સર્વિસ, પ્રૉડક્ટ્સ લાવતી જ રહે છે. ત્યાં સુધી કે નખ આપણે ઘરે કાપતાતા ત્યારે આજે નેલ શેપિંગ અને નેલ આર્ટ થી લઈ ને હેડ ઍન્ડ હેર સ્પા સુધી. વારે તહેવારે રાત્રે રેસ્ટોરેંટમાં જઈને જમવાનો આનંદ લેતા તેની સામે સવારનો નાસ્તો પણ mobile app થી ઑર્ડર કરી તમારા સમયે હાજર થઈ જાય. પેમેન્ટ આપણે રોકડાથી ચુકવતા હતા, પછી ચેક આપતા અને આજે કાર્ડ કે મોબાઈલના સહારે ડાયરેક્ટ તેમના ખાતામાં જમા. આવનારા સમયમાં આવનારી પેઢી કેશ જેવી વસ્તુ હોય તેના પર કદાચ પ્રશ્નો ઉઠાવશે.

જેમ આપણે જોયુ કે ઍક તરફ કન્ઝ્યુમરને નવા અનુભવો ની ભૂખ છે, તો સામે છેડે બ્રાન્ડ તે ભૂખને અલગ અલગ રીતે સંતોષે છે. આવા સમયમાં તત્પુર્તુ સોલ્યૂશન મળી જાય છે, પરંતુ જો બ્રાન્ડને લાંબા ગાળે ટકવુ હશે, ટોપ ઓફ ધ માઇંડ રહેવુ હશે અને બ્રાન્ડ લોયલ્ટી ઉભી કરવી હશે તો નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવા પડશે :

  • માર્કેટિંગના 4P પ્રોડક્ટ, પ્રાઈઝ, પ્લેસમેન્ટ અને પ્રમોશન બધા પાસાઓને આજના સંદર્ભમાં સમજવા પડશે અને તે મુજબ માર્કેટમાં ઉતારવું પડશે. જેમ કે, મોજુદા પ્રોડક્ટ અને સર્વિસમાં અવીરત રીતે સમય સાથે બદલાવ લાવવો પડશે. પ્રાઈઝિંગ મહત્વનો ભાગ ભજવે છે તો પ્રતિસ્પર્ધીની સાથે સાથે મારી પ્રોડક્ટ કે સર્વિસ શું ઓફર કરી રહી છે તેના આધારે નક્કી કરો. કદાચ તમારી પ્રાઈઝિંગ વધુ પણ રાખી શકો જો તમને વિશ્વાસ હોય કે તમે કશુંક અલગ આપી રહ્યા છો જે તમારો પ્રતિસ્પર્ધી નથી આપી રહ્યો. આજના કન્ઝ્યુમરને કિંમત ચુકવવામાં તકલીફ નથી જો તમે તેને પ્રોપર વેલ્યુ બતાવો તમારી બ્રાન્ડની અને તે તેના જીવનમાં કઇરીતે ઉપયોગી છે. પ્લેસમેન્ટ માટે મારે રાબેતામુજબના રિટેલ અને ડિસ્ટ્રીબ્યુશન મોડેલથી પરે ઓનલાઇન વિચારવુ પડશે. તેજ રીતે પ્રમોશન માટે તમારા કન્ઝ્યુમરને ધ્યાનમાં રાખી ડિજીટલનો ઉપયોગ કઇરીતે કરી શકો તેના પર પણ વિચારી શકાય.
  • મોસ્ટ ઓફ ધ ટાઇમ પ્રૉડક્ટ ઑફરિંગ સરખીજ હોય છે, આજે તમે જે આપો છો તેજ વસ્તુ કાલે બીજો આપશે. આથી પ્રૉડક્ટ અને સર્વિસ બેઝડ થી ઉપર વૅલ્યૂ બેઝડ પ્રપોજ઼િશન આપી કન્જ઼્યૂમર ના દિલ-દિમાગ પર મારી બ્રાન્ડ માટે પ્રેમ અને આદર ઉભો કરવો પડશે.
  • આજના સમયે બ્રાન્ડ લોયલ્ટી પહેલા બ્રાન્ડ માટે કન્ઝ્યુમર ઍંગેજ્મેંટ ઘણુ જરૂરી થઈ ગયુ છે. જ્યાં જ્યાં કન્ઝ્યુમર જાય ત્યાં ત્યાં મારે બ્રાન્ડ મેસેજ પહોંચાડવો પડશે. ત્યારે કદાચ મારી બ્રાન્ડ કન્ઝ્યુમરના કન્સિડરેશન સેટ માં આવશે.
  • આજનો કન્ઝ્યુમર મલ્ટી ફૅસેટેડ છે; દિવસ દરમ્યાન ઑિફસ માં સિન્સિયર્લી કામ કરે છે તો સાંજે પબ માં જઈ ને પાર્ટી પણ કરે છે અને વીકેંડ માં ફૅમિલી સાથે સમય પણ ગાળે છે. શું આપણે આપણા આ ટાર્ગેટ ઑડિયેન્સ ને તે જેવી રીતે જીવે છે તે રીતે અપ્રોચ (મલ્ટી ફૅસેટેડ વે થી) કરી રહ્યા છીયે! આપણા પ્રૉડક્ટ્સ / સર્વિસ તેને અનુરૂપ બનાવવા પડશે.
  • બીજી બ્રાન્ડ જે કરે છે કાંતો આજે કન્ઝ્યુમરને જેની જરૂરત છે તે પ્રોવાઈડ કરવામાં ખોટુ નથી પરંતુ આજે ભવિષ્યનો રુખ પારખી નવા ટ્રેંડ્સ ઍસ્ટૅબ્લિશ કરી ઍક ઇનોવેટર અને બ્રાન્ડ લીડર તરીકે પોતાને પ્રસ્થાપિત કરવુ જરૂરી છે.
  • મોટાભાગની બ્રાન્ડ આજે યુવાનોને ટાર્ગેટ કરવામાં વ્યસ્ત છે. ત્યારે આની સાથે-સાથે નવા-નવા સેગમેંટ્સ (Psychographically, Demographically and Geographically) આઇડેંટિફાઇ કરી તેને ટાર્ગેટ કરવા તરફ ધ્યાન આપવુ જોઈયે. આજના ડિજિટલ યુગમાં બ્રાન્ડ માટે વિવિધ સેગ્મેન્ટને ટાર્ગેટ કરવું આસાન છે તો તેના સહારે બ્રાન્ડ પ્રમોટ કરવાની વ્યૂહરચના બનાવી શકાય.
  • સૌથી મહત્વનું આજે જ્યારે કન્ઝ્યુમર આપણને લીડ કરી રહ્યો છે બદલાવ માટે ત્યારે હું શું મારુ બ્રાન્ડ કમ્યૂનિકેશન / એડવરટાઇઝિંગ તેને અનુરૂપ બનાવુ છું? તેને ધ્યાનમાં રાખી, તેની આદતો, શોખો, ગમા-અણગમા સમજીને મારૂ કમ્યૂનિકેશન ડેવેલપ થવુ જોઈયે.

આવા સતત બદલાતા વાતાવરણમાં / સમયમાં કંપનીઑઍ સજાગ રહેવુ પડે છે. કારણકે તેઓની બ્રાન્ડ માટે ઍક છેડે ચેલેન્જ છે બ્રાન્ડને સસ્ટેન કરવા માટે અર્થાત ટકાવી રાખવાની તો બીજી તરફ નવુ આપી માર્કેટ અને માઇંડ શેર કૅપ્ચર કરવાની ઑપર્ચુનિટી પણ છે. અને આ સ્થિતિ જે પાર કરી શકે તે બ્રાન્ડ ફક્ત ટૂંકા ગાળા માટે માર્કેટ માં નથી રમતી પણ તે બ્રાન્ડ માર્કેટમાં ઍક સક્સેસ્ફુલ અને ઍસ્પિરેશનલ મહત્વાકાંક્ષી બ્રાન્ડ તરીકે પોતાને પ્રસ્થાપિત કરે છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant