દીપ અન્નક્ષેત્ર વર્ષે દિવસે 1 લાખથી વધારે શ્રમિકોને ભોજન પુરુ પાડે છે…

દીપ અન્નક્ષેત્રનું સંચાલન કરનાર એડવોકેટ અરવિંદ પી.ધડૂક તેમના માયાળુ, પરોપકારી અને પરગજુ સ્વભાવ માટે જાણીતા છે. આજના ઝડપથી દોડતા, ભાગતા અને રાતોરાત કમાણી કરવાના સપના જોતા યુગમાં અરવિંભાઇ પોતાના વ્યવસાય, પરિવારની જવાબદારી સાથે સમાજ સેવાનું કામ કરવા માટે પણ સમય કાઢી લે છે.

Deep Annakshetra provides food to more than 1 lakh workers every year-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત શહેર આમ તો ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે, પરંતુ આ શહેરમાં એવા લોકો પણ છે જેઓ નિસ્વાર્થ પણે સેવાની સુવાસ પણ ફેલાવી રહ્યા છે. સુરતમાં અનેક સંસ્થાઓ પોતપોતાના સ્તરે સામાજિક સેવાનું પ્રદાન કરી રહી છે. એવી જ એક સંસ્થાની આજે વાત કરવી છે જે લગભગ 3 વર્ષથી ભૂખ્યા શ્રમિકોની ભોજન પુરુ પાડીને તેમનો જઠરાગ્નિ ઠારી રહી છે. આ સંસ્થાએ શરૂ કરેલી એક કેબિનમાં વર્ષે દિવસે 1 લાખથી વધારે શ્રમિકો ભોજનનો લાભ લે છે. સાંજે ભોજન અને સવારે ફળફળાદી અને બિસ્કીટ આપવામાં આવે છે.

દીપ અન્નક્ષેત્રનું સંચાલન કરનાર એડવોકેટ અરવિંદ પી.ધડૂક તેમના માયાળુ, પરોપકારી અને પરગજુ સ્વભાવ માટે જાણીતા છે. આજના ઝડપથી દોડતા, ભાગતા અને રાતોરાત કમાણી કરવાના સપના જોતા યુગમાં અરવિંભાઇ પોતાના વ્યવસાય, પરિવારની જવાબદારી સાથે સમાજ સેવાનું કામ કરવા માટે પણ સમય કાઢી લે છે. સુરતને કર્મભૂમિ બનાવનાર અરવિંદભાઇ ધડૂકનો સેવા-યજ્ઞ આમ તો છેલ્લાં 37 વર્ષથી અવિરત ચાલી રહ્યો છે.

ડાયમંડ સિટી ન્યૂઝપેપરે તેમને પુછ્યું કે દીપ અન્નક્ષેત્ર નામ કેવી રીતે પડ્યું?

તો અરવિંદભાઇએ તેમના સેવા-યજ્ઞની માંડીને વાત કરી. તેમણે કહ્યુ કે 1985માં જયારે સુરતમાં લોકોને રકતદાન વિશે બિલકુલ અવેરનેશ નહોતી તે સમયે અમે કેટલાંક મિત્રોએ ભેગા થઇને સુ-સંસ્કાર દીપ યુવક મંડળની સ્થાપના કરી હતી અને લોકોને રકતદાન વિશે સમજાવવાનું શરૂ કર્યું હતું અને અનેક રકતદાન કેમ્પ કરીને બ્લડ એકઠું કરવામાં મદદ કરી હતી. તે વખતે સુરતમાં સુરત રક્તદાન કેન્દ્ર એક જ બલ્ડ બેંક હતી.

એ પછી વ્યસન મૂકિતનું અભિયાન ચાલું કર્યું હતું. સૌરાષ્ટ્રથી આવેલા અનેક યુવાનો પાન-માવા ગુટકાના વ્યસનમાં પડી ગયા હતા. તે વખતે અમે તેમને વ્યસનમાંથી મૂકત કરવાનું અભિયાન શરૂ કર્યું હતુ. સરતમાં દરેક ગામ અને પરિવારના નામથી નાના નાના મંડળો છે, આ મંડળોના સાંસ્કૃતિક કે વાર્ષિક કાર્યક્રમમમાં અમે લોકોને વ્યસન છોડવા માટે સમજાવતા, બેનરો લગાવતા. ઘણી વખત ગ્રુપમાં પણ યુવકોને વ્યસન છોડવા માટે સમજાવતા. ગુટકા- માવા- તંબાકુ ખાવાથી આરોગ્યને નુકશાન થઇ રહ્યું છે એવી સમજ આપવાથી અનેક યુવકોએ જિંદગીભર વ્યસનનો ત્યાગ કર્યો હોય એવા અનેક બનાવ છે. જો કે આ ક્ષેત્રમાં હજુ પણ ઘણું કામ કરવાનું બાકી છે.

  • Deep Annakshetra provides food to more than 1 lakh workers every year-4
  • Deep Annakshetra provides food to more than 1 lakh workers every year-3
  • Deep Annakshetra provides food to more than 1 lakh workers every year-2

અરવિંદભાઇ ધડૂકે કહ્યું કે પર્યાવરણની જાળવણી માટે પણ અમારી સંસ્થાએ ટ્રી પ્લાન્ટેશનના અનેક કાર્યક્રમો કર્યા હતા. તે પણ એવા સમયે જયારે લોકોને પર્યાવરણ વિશે કોઇ જાગૃતિ નહોતી. વરાછા વિસ્તારમાં તે વખતે જે નવી નવી સોસાયટીઓ બનતી ત્યારે ત્યાં અમે ટ્રી- પ્લાન્ટેશનના કામ કરતા હતા. અમારી પાસે પાવડા- કોદાડી જેવા સામાનોની આખી કીટ રહેતી હતી. એ પછી મફતમાં રોપાં વિતરણ પણ કર્યા.

એ પછી અમારી સંસ્થાએ દિવ્યાંગો માટે પણ કામ કર્યા હતા. દિવ્યાંગોને ટ્રેનની સુવિધા મળે છે એવી ઘણાં દિવ્યાંગોને ખબર જ નહોતી. અરવિંદભાઇએ કહ્યુ કે અમે સિવિલના એક સર્જન અને સમાજ સુરક્ષાના અધિકારીઓને બોલવતા અને દિવ્યાંગો પણ હાજર રહેતા તે સમયે સ્થળ પર જ તેમને સર્ટિફિકેટ આપી દેવામાં આવતા જેને કારણે તેમને સીધી ટ્રેનની સુવિધાનો લાભ મળી શકે. ઘણા બધા દિવ્યાંગ બાળકોને વ્હીલચેર પણ ભેટ આપવામાં આવી.

એ પછી અમને ખ્યાલ આવ્યો કે હોસ્પિટલમાં દાખલ થતા નાના-નાના લોકોને ભોજનની અસુવિધા રહે છે. હોસ્પિટલમાં દાખલ દર્દીની સાથે જે વ્યકિત રહેતો હોય તેણે રોજની કમાણીનું નુકશાન કરીને રહેવું પડતું હોય છે. તેવા સજોગોમાં નાના પરિવારોને ભોજનની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અમે સ્મીમેર હોસ્પિટલમાં દર રવિવાર અને ગુરવાર એમ સપ્તાહમાં બે દિવસ ફ્રુટ અને બિસ્કીટ વિતરણ શરૂ કર્યું હતું. અમારી સંસ્થાના 22 લોકોની ટીમ આ બે દિવસ સ્મીમેરમાં સેવા આપતી. સ્મીમેરના લગભગ 700થી વધારે બેડ પર દર્દીઓને હાથોહાથ પેક કીટમાં ફ્રુટ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવતા. વહેલી સવારે 7 વાગ્યાથી ટીમ કામે લાગતી અને તાજા ફળો લાવવાથી માંડીને દર્દીને વિતરણ કરવા સુધીના કામ કરવામાં આવતા. આ કામગીરી એકધારી 9 વર્ષ ચાલી.

Deep Annakshetra provides food to more than 1 lakh workers every year-5

અરવિંદભાઇએ કહ્યું કે રોજના લગભગ 300 ક્ષમિકો ભોજનનો લાભ લે છે અને તેના માટે વર્ષે દિવસે 30 લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ થાય છે. પરંતુ દાનવીર શહેર સુરતમાં હમેંશા દાનની સરવાણી વહેતી રહેતી હોય છે અને આ સેવા- યજ્ઞ ચાલી રહ્યો છે. જો કે હમણાં સાંજના ભોજનની યોજના બંધ કરવામાં આવી છે, પરંતુ સવારે ફ્રુટ – વિતરણ નિયમિત ચાલે છે.

અમારી સંસ્થાના 22 લોકોની ટીમ આ બે દિવસ સ્મીમેરમાં સેવા આપતી. સ્મીમેરના લગભગ 700થી વધારે બેડ પર દર્દીઓને હાથોહાથ પેક કીટમાં ફ્રુટ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવતા. વહેલી સવારે 7 વાગ્યાથી ટીમ કામે લાગતી અને તાજા ફળો લાવવાથી માંડીને દર્દીને વિતરણ કરવા સુધીના કામ કરવામાં આવતા. આ કામગીરી એકધારી 9 વર્ષ ચાલી.

3 વર્ષ પહેલાં અમે જરૂરિયાત મંદ લોકોને ખીચડી માટેનું રો મટીરીલ્યની કીટ આપવાનું શરૂ કર્યું હતું. જેમાં ચોખા-તુવેરદાળ વગેરે રહેતું અને 4 વ્યકિત માટે 4 વખત ખિચડી બની શકતી. એ પછી અમારા ધ્યાન પર આવ્યું કે રાજ્ય સરકાર કામદારો માટે સ્કીમ ચલાવે છે અને મજૂરોને 10 રૂપિયામાં ભોજન પુરુ પાડે છે. અમે સરકારની યોજના હેઠળ સુરતના સીમાડા-બીઆરટીએસ પાસે આવેલા બાપા સીતારામ ચોક પાસે એક કેબિન શરૂ કરી જેનું નામ દીપ અન્નક્ષેત્ર આપવામાં આવ્યું. આ યોજનામાં ઇસ્કોનના બે ટ્સ્ટ છે એક જે મધ્યાહન ભોજન યોજના માટે કામ કરે છે તે અક્ષયપાત્ર અને બીજું ટ્રસ્ટ ટચસ્ટોનનો નામથી છે.

આ સંસ્થાઓ ભોજનની વ્યવસ્થા પુરી પાડે અને અમે પણ તે વખતે 10 રૂપિયા ચાર્જ વસુલતા. તેનું કારણ માત્ર એવું હતું કે કોઇ ખોટો બગાડ ન કરે. આ યોજના 365 દિવસ ચાલતી હતી. એ પછી સરકારે આ યોજના બંધ કરી હતી. તો અમે નક્કી કર્યું કે સુરતમાં શ્રમિકોનો એવો મોટો વર્ગ છે જે એક જગ્યાએ ભેગા થાય છે અને કામની શોધ કરતા હોય છે, તેમને ઘણી વખત જમવાનું પણ નસીબ થતું નહોતું. અરવિંદાભાઇએ કહ્યુ કે મેં અને મારા એક મિત્રએ ગજવાના 1-1 લાખ રૂપિયા કાઢીને સવારે આ જ કેબિનમાં ફ્રુટ અને બિસ્કીટ આપવાનું અને સાંજે 5થી 7 જમવાનું આપવાનું શરૂ કર્યું અને તે પણ મફતમાં.

છેલ્લાં 3 વર્ષથી દીપ અન્નક્ષેત્રની કામગીરી ચાલે છે એટલે એક સિસ્ટમ ગોઠવાઇ ગઇ છે અને માત્ર 15થી 20 મિનિટમાં જ ભોજન વિતરણનું કામ પુરુ થઇ શકે છે. અરવિંદભાઇએ કહ્યું કે રોજના લગભગ 300 ક્ષમિકો ભોજનનો લાભ લે છે અને તેના માટે વર્ષે દિવસે 30 લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ થાય છે. પરંતુ દાનવીર શહેર સુરતમાં હમેંશા દાનની સરવાણી વહેતી રહેતી હોય છે અને આ સેવા- યજ્ઞ ચાલી રહ્યો છે. જો કે હમણાં સાંજના ભોજનની યોજના બંધ કરવામાં આવી છે, પરંતુ સવારે ફ્રુટ- વિતરણ નિયમિત ચાલે છે.

ઘડૂકે કહ્યું કે હવે ઘણા લોકો તેમની વર્ષગાંઠ, મેરેજ એનિવર્સરી કે પરિવારના કોઇ સભ્યની શ્રધ્ધાંજલી નિમિત્તે દીપ અન્નક્ષેત્ર પર આવીને ભેટ આપે છે ત્યારે શ્રમિકોને ભોજન આપવામાં આવે છે. દીપ અન્નક્ષેત્રને દાન આપનાર વ્યકિતને અમે સન્માન કરવાની સાથે કોઇ પણ એક પુસ્તક પણ ભેટમાં આપીએ છીએ.

અરવિંદભાઇએ કહ્યું કે દરરોજ ઘરે જઇને ભગવાનને
પ્રાર્થના કરું છું કે, મને વધારે શક્તિ આપ જેથી
વધારેને વધારે લોકોને મદદ કરી શકું…
- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant