બે કટોકટી વચ્ચે ઇઝરાયલનો હીરા ઉદ્યોગ ફસાયો

ઇઝરાયલની પોલિશ્ડ નિકાસ રિટર્ન ગુડ્સને બાદ કર્યા પછી વાર્ષિક ધોરણે 93% ઘટીને ડિસેમ્બર 2023માં 11.7 મિલિયન ડોલર થઈ ગઈ હતી.

Israels diamond industry caught between two crises-1
ફોટો : માર્ચ 2023માં ઇઝરાયેલ ઇન્ટરનેશનલ ડાયમંડ એક્ઝિબિશનમાં સહભાગીઓ. (થ્રી ફોટોગ્રાફરો)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વ રશિયા અને યુક્રેનના યુદ્ધે વેરેલા નુકસાનમાંથી બહાર આવ્યું નહોતું ત્યાં ગઈ તા. 7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ ઇઝરાયલ પર હુમલો કરી દીધો હતો. આ હુમલા બાદથી પેલેસ્ટીનમાં છુપાયેલા હમાસના આતંકીઓ અને ઇઝરાયલ સેના વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ચાર મહિના બાદ પણ આ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ઇઝરાયલને ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખાસ કરીને ઇઝરાયલનો હીરા ઉદ્યોગ બે ગંભીર કટોકટીઓ વચ્ચે ફસાઈ ગયો છે.

ગઈ તા. 7મી ઓક્ટોબરના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો તેની આગલી સાંજ ઇઝરાયલ ડાયમંડ એક્સચેન્જના પ્રમુખ બોઝ મોલ્ડાવસ્કી માટે ખૂબ જ આનંદદાયક રહી હતી. તેમની પુત્રીએ બાળકને જન્મ આપ્યો હતો. બીજા દિવસે તા. 7 ઓક્ટોબરની સવારે 6.30 કલાકે હમાસે ઇઝરાયલમાં ઘુસી હુમલો કર્યો હતો. ત્યારે મોલ્ડાવસ્કી તેલ અવીવમાં હતાં. સવારે 6.30 કલાકે રોકેટ સાયરનના અવાજથી તેઓ ચોંકી ઊઠ્યા હતા. થોડા જ કલાકમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, કંઈક વધુ ગંભીર બન્યું છે.

પ્રારંભમાં કોઈએ વિચાર્યું નહોતું કે કટોકટીની સ્થિતિ ઉદ્દભવશે, પરંતુ થોડા કલાકો બાદ અમે ખૂબ જ કફોડી સ્થિતિમાં મુકાયા હતા એમ મોલ્ડાવસ્કીએ જણાવ્યું હતું.

મોલ્ડાવસ્કીએ કહ્યું જ્યારે તેલ અવીવ પર રોકેટ મારો ચાલી રહ્યો હતો ત્યારે દક્ષિણ ઇઝરાયલમાં ઘાતક હત્યાકાંડ સર્જાઈ રહ્યો હતો, જેમાં અંદાજે 1200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવી લેવાયા હતા.

ઇઝરાયલ ડાયમંડ એક્સચેન્જના એક મેમ્બર, આઇઝેક સિટોન, ગ્રાન્ડવ્યુ ક્લેઇન ડાયમંડ્સની નામિબિયા ફેક્ટરીના મેનેજર, હત્યા કરવામાં આવી હતી, જ્યારે અન્ય કેટલાંક સ્વજનો પણ ગુમાવ્યા હતા. આ હત્યાકાંડ બાદમાં યુદ્ધમાં પલટાયું હતું, જે હજુ ચાલી રહ્યું છે.

મોલ્ડાવસ્કીએ કહ્યું કે આ હુમલા અને યુદ્ધની ઉદ્યોગ પર તાત્કાલિક પણ ગંભીર હતી. યુદ્ધ શરૂ થયું ત્યારથી બે ત્રણ અઠવાડિયા સુધી ઇઝરાયલનું માર્કેટ લક્વાગ્રસ્ત રહ્યું હતું. ઇઝરાયલમાં અને ઇઝરાયલની બહાર માલની હેરફેર બંધ થઈ હતી. કોઈ વિકલ્પ જ નહોતો. ફક્ત એક એરલાઈન અલ-અલ ઓપરેટ થતી હતી. પરંતુ તે શિપમેન્ટ મોકલી શકાય તેવા તમામ લોકેશન પર જઈ રહી નહોતી.

યુદ્ધ પહેલાં ઇઝરાયલમાં અને બહાર મોટા ભાગના હીરાની શિપમેન્ટ વિદેશી એરલાઈન્સ દ્વારા જતી હતી. ઇઝરાયલના એક હીરાના સપ્લાયર ઓફીર ગોરે કહ્યું, યુદ્ધના લીધે તમામ ફ્લાઈટ્સ રદ થઈ હતી. તેથી ઈઝરાયેલી કૅરિયર અલ-અલની મદદથી વેપારી, ઉદ્યોગકરોએ ગુડ્સ મોકલવાની ફરજ પડી હતી.

મોલ્ડાવસ્કીના અંદાજ મુજબ 7 ઓક્ટોબરના ત્રણ અઠવાડિયા પછી બજાર સામાન્ય બન્યું હતું. ધીમે ધીમે કામકાજો શરૂ થયા હતા. જોકે, બાયર્સે ઇઝરાયલની મુલાકાત લેવાનું બંધ કરી દીધું હતું. તેઓ હજુ સુધી ચાર મહિના બાદ પણ આવી રહ્યાં નથી. જોકે, નબળા બજારને જોતા યુદ્ધ પહેલાં બજારોમાં ભાગ્યે જ વિદેશી ગ્રાહકો જોવા મળ્યા હતા. ઇઝરાયલમાં વાર્ષિક ઈન્ટરનેશનલ ડાયમંડ વીક એપ્રિલની શરૂઆતમાં યોજાવાનું હતું તે પણ રદ કરાયું છે. કારણ કે તેલ અવીવની હોટલ ઇઝરાયલના વધુ ખતરનાક સાઉથ અને નોર્થ ભાગોમાંથી બહાર કાઢવામાં લોકોથી ભરેલી છે.

મોલ્ડાવસ્કી કહે છે કે આરબ દેશોમાં ગ્રાહકો સાથેના સંબંધો પર કોઈ અસર થઈ નથી. રેપાપોર્ટ ન્યૂઝ સાથે વાત કરનાર એક ઇઝરાયેલી વેપારીએ જણાવ્યું હતું કે બિન-આરબ દેશોના બે ગ્રાહકોએ તેમની સાથે વ્યવહાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઇઝરાયલ ડાયમંડ એક્સચેન્જના સૂત્રોએ એ કહ્યું કે તેણે આવા કોઈ કેસ સાંભળ્યા નથી. અન્ય ઉદ્યોગોમાં તે સમસ્યા હોઈ શકે છે પરંતુ હીરા ઉદ્યોગમાં કોઈ સમસ્યા નથી, એમ જણાવતા મોલ્ડાવસ્કી કહે છે, કંપનીઓ સાથે અમારું સારું જોડાણ છે. અમે કામ કરીએ છીએ. સામાન્ય રીતે તે ખૂબ જ વ્યક્તિગત સંબંધો છે. તેઓ અમને ટેકો આપી રહ્યા છે અને તેઓ કહે છે કે તેઓ અમારા વિશે ચિંતિત છે.

હમાસના હુમલાના ચાર મહિના પછી ઇઝરાયેલના હીરાના વેપારમાં સેન્ટિમેન્ટ નબળું છે. પરંતુ આનું મુખ્ય કારણ યુએસ અને ચીનમાં વેચાણમાં મંદી અને પોલિશ્ડ કિંમતો અંગેની અનિશ્ચિતતા છે. મોલ્ડાવસ્કીનો અંદાજ છે કે ઇઝરાયલી વેપારની વર્તમાન મુશ્કેલીઓમાંથી લગભગ 80% હીરા બજારમાં વૈશ્વિક મંદી અને 20% યુદ્ધને કારણે છે.

અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર ઇઝરાયલની પોલિશ્ડ નિકાસ રિટર્ન ગુડ્સને બાદ કર્યા પછી વાર્ષિક ધોરણે 93% ઘટીને ડિસેમ્બર 2023 માં 11.7 મિલિયન ડોલર થઈ ગઈ હતી. તે નેગેટિવ વર્ષ પૂર્ણ થયું છે, જેમાં દેશની પોલિશ્ડ નિકાસ 25% ઘટીને $2.91 બિલિયન થઈ હતી. જાન્યુઆરી 2024માં ટ્રેન્ડ હળવો થયો છે. શિપમેન્ટ દર વર્ષે 21% ઘટીને 253.6 મિલિયન ડોલર થઈ છે.

મોલ્ડાવસ્કી કહે છે કે, ઇઝરાયલ વૈશ્વિક મંદીની સમસ્યાથી પીડિત હતું, જેમાં બાદમાં  અમારી સમસ્યા ઉમેરાઈ હતી. પરિસ્થિતિ એટલી સારી નથી પરંતુ હંમેશાની જેમ અમે આશાવાદી બનવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે ઉકેલો શોધવાનો પ્રયાસ કરીએ છીએ. અમે ક્યારેય હાર માનતા નથી.

ટૂંકા અને લાંબા ગાળાના

મોલ્ડાવસ્કી નોંધે છે કે, સરકારે ઉદ્યોગને મદદની ઓફર કરી હતી. ઉદાહરણ તરીકે આ ક્ષેત્રને શરૂઆતમાં બાકાત રાખ્યા પછી હીરાના વ્યવસાયોને તેની વળતર યોજના લંબાવીને સરકારે મદદ કરી હતી. લાંબા ગાળામાં ઉદ્યોગને ટેકો આપવા માટે ઇઝરાયલ ડાયમંડ એક્સચેન્જના પ્રયાસોમાં રમતગાનના બોર્સમાં “ફ્રી ઝોન” માટે ઝુંબેશ ચલાવવાનો સમાવેશ થાય છે જે વિદેશી કંપનીઓને સ્થાનિક લોકો સાથે કરમુક્ત વ્યવહાર કરવા સક્ષમ બનાવશે.

ઇઝરાયલ ડાયમંડ એક્સચેન્જે બોર્સની આસપાસના વિસ્તારમાં તેની માલિકીની કેટલીક ઇમારતોને તોડી પાડવાની અને પુનઃવિકાસ કરવાની પણ યોજના બનાવી છે, જે રિયલ એસ્ટેટને વેચવા અથવા ભાડે આપવાની તકો ઊભી કરે છે અને બોર્સ સભ્યોને આવક પાછી આપે છે.  મોલ્ડાવસ્કી જેની કંપની મોલ્ડાવસ્કી ગ્રુપ છે. તે હીરા, રિયલ એસ્ટેટ અને હાઈ-ટેકમાં રસ ધરાવે છે. તેમને આશા છે કે લગભગ એક વર્ષમાં તમામ બાંધકામ લાઈસન્સ તૈયાર થઈ જશે. જો કે, યુદ્ધે આમાંના કેટલાક પ્રોજેક્ટને કંઈક અંશે ધીમું કર્યું છે એમ તેઓ સ્વીકારે છે.

મોલ્ડાવસ્કીએ વધુમાં કહ્યું કે, જો તમે સરકારી કચેરીઓ સાથે કામ કરી રહ્યાં છો તો પછી યુદ્ધના સમયે તેમની પાસે અન્ય વસ્તુઓ સાંભળવા માટે ઓછો સમય હોય છે. દરેક જણ યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેથી વસ્તુઓ સામાન્ય કરતાં ઘણો વધુ સમય લઈ શકે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant