કતારગામની નીતા એક્સપોર્ટે 35 રત્નકલાકારને છૂટા કર્યા

રાતોરાત કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના જ 35 કારીગરને છૂટા કરી દેવામાં આવતાં કારીગરોએ કંપનીની બહાર સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા.

Nita Exports of Katargam laid off 35 Diamond Artisan
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

શહેરના કતારગામ પટેલનગર જીઆઇડીસી ખાતે આવેલી જાણીતી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપની નીતા એક્સપોર્ટ દ્વારા સોમવારે અચાનક 35 જેટલા રત્નકલાકારોને છૂટા કરવામાં આવતાં રત્નકલાકારોએ ફૅક્ટરી બહાર દેખાવો યોજી વિરોધ નોંધાવ્યો હતો.

આ મામલે રત્નકલાકારોએ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને ફરિયાદ કરતાં ડેપ્યુટી લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. ઉનાળુ વેકેશન પહેલાં રત્નકલાકારોની છટણી થતાં 35 પરિવાર રોજીને લઈ ચિંતામાં મુકાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તા. 1 એપ્રિલને સોમવારે સવારે કતારગામ ઓલ્ડ GIDC વિસ્તારમાં આવેલી નીતા એક્સપોર્ટ દ્વારા કામ ઓછું હોવાનું કારણ આપી 35 રત્નકલાકારને 1 એપ્રિલથી નહીં આવવા જણાવી દેવાયું હતું.

રાતોરાત કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના જ 35 કારીગરને છૂટા કરી દેવામાં આવતાં કારીગરોએ કંપનીની બહાર સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. જોકે, સાંજ સુધી નીતા એક્સપોર્ટમાંથી છૂટા કરાયેલા રત્નકલાકારોને પરત લેવા રજૂઆતો થઈ હતી, પણ કોઈ હકારાત્મક નિર્ણય આવ્યો ન હતો.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, નીતા એક્સપોર્ટમાં મજૂર કાયદાનું અમલીકરણ કરવામાં નહીં આવતું હોવાની ફરિયાદ અગાઉ લેબર કમિશનર સમક્ષ કરવામાં આવી છે. જે બાબતનો ઉકેલ હજુ સુધી આવ્યો શક્યો નથી. કારીગરોને છૂટા કરવા મામલે ફરી જુદા જુદા વિભાગમાં રજૂઆત કરવામાં આવશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant