હીરા ઉદ્યોગ નવા બજાર શોધે : વિદેશમંત્રીની સલાહ

રશિયન હીરા પર યુરોપિયન દેશોમાં પ્રતિબંધની સમસ્યાને સંવાદથી ઉકેલવાની વિદેશમંત્રીએ ખાતરી આપતા હીરાઉદ્યોગમાં આશાનો સંચાર

Diamond Industry Seeks New Market External Affairs Ministers Advice-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રશિયન કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડ અને જ્વેલરી એક્સપોર્ટ પર G7 દેશો અને યુરોપિયન યુનિયનના અંકુશો વિશે સધર્ન ગુજરાત ચૅમ્બર ઑફ કોમર્સ (SGCCI) અને ફીક્કીનાં સંયુક્ત ઉપક્રમે કોર્પોરેટ સમિટ – 2024 ભારત ઇકોનોમિક રાઇઝિંગ’ દરમિયાન જીજેઇપીસી ગુજરાત રિજયનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ રશિયન ડાયમંડ પર G7 અને યુરોપિયન યુનિયનના પ્રતિબંધનો પ્રશ્ન ઉઠાવી ઉદ્યોગની ચિંતા વ્યક્ત કરી હતી.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઉત્તર આપતા કહ્યું હતું કે, રશિયન પર ડાયમંડ G7 દેશોનાં પ્રતિબંધ અને યુરોપિયન યુનિયનના અંકુશો અંગે સરકાર ભારતના હીરા ઉદ્યોગને લઈ ચિંતિત છે, તેમણે કહ્યું હતું કે, “G7 દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે સુરતના હીરા ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે. એ બાબત સરકારના ધ્યાને છે, અમે G7 અને યુરોપિયન યુનિયન સમક્ષ  ભારતની ચિંતાઓ રજૂ કરી છે. કેટલાક દેશો સાથે વાત ચાલી રહી છે.”

દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લાખો લોકોને રોજગારી મળી રહે છે. નાની-નાની ફૅક્ટરીઓમાં પણ લોકો કામ કરતા હોવાને કારણે રોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થાય તેમ છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ રફ ડાયમંડ માટે રશિયા પર 30 ટકા કરતાં વધુ આધારિત છે. આવી સ્થિતિમાં વૈશ્વિક બજારમાં રફ ડાયમંડને પોલીસ કરીને સુરતથી મોકલવામાં આવતા હોય છે, એના પર ખૂબ મોટી અસર થઈ છે.

જોકે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, પહેલા મોટા ભાગનો ઉદ્યોગ એન્ટવર્પમાં થતો હતો, પરંતુ હવે સ્થિતિ થોડી બદલાય છે, તેમણે ઈશારો કર્યો હતો કે ભારત અને UAEનાં સંબંધો મજબૂત છે, તમે દુબઈની બારીનો ઉપયોગ કરો, આફ્રિકા અને મિડલ ઇસ્ટના દેશોમાં નવા માર્કેટ્સ શોધો. આ પ્રશ્નનો જલ્દી ઉકેલ આવે તેવો પ્રયાસ કરી રહ્યા છીએ.

ચૅમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ‌ મંત્રી નિખિલ મદ્રાસીએ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કર્યું હતું. ગૃપ ચૅરમૅન મનિષ કાપડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબીએ વિદેશ મંત્રીનો પરિચય આપ્યો હતો. ચૅમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ફિક્કીના ગુજરાત કાઉન્સિલના વાઈસ ચૅરમૅન નટુભાઇ પટેલ, ભૂતપૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો અને સુરતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના આદરણીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે આપણી ક્રાફ્ટિંગ ફેસિલિટી “SRK એમ્પાયર”, સુરતની મુલાકાતે આવ્યા હતા તે આપણા સૌ માટે આનંદ સહ ગૌરવની વાત છે. તેમના અથાક પ્રયત્નો અને ઉત્તમ લીડરશિપ આપણા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યને નવો આકાર આપી રહ્યા છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant