New Source of Valuable Paraiba Tourmaline Discovered in Ethiopia
ચિત્ર : બ્રાઝિલ, મોઝામ્બિક, નાઇજીરીયા અને બે વધારાના ઇથોપિયન નમૂનાઓ (નીચે ડાબી બાજુ) માંથી તાંબા-ધારક ટુરમાલાઇન્સનો સંગ્રહ. (સૌજન્ય : SSEF)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક કલર્ડ જેમસ્ટોન બજારમાં એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના સત્તાવાર અહેવાલ અનુસાર, વિશ્વની અગ્રણી જેમ લેબોરેટરી ‘સ્વિસ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ’ (SSEF) ને આફ્રિકન દેશ ઇથોપિયા (Ethiopia) માંથી કોપર-બેઅરિંગ ટુરમલાઇનનો નવો સ્ત્રોત/ડિપોઝિટ મળી આવ્યો હોવાના વિશ્વસનીય અહેવાલો પ્રાપ્ત થયા છે. જેમ્સ અને જ્વેલરી વેપાર જગતમાં આ રત્ન તેના અતિ દુર્લભ અને કિંમતી પ્રકાર ‘પારાઇબા ટુરમલાઇન’ તરીકે વિખ્યાત છે.

આ નવીન શોધ એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે વૈશ્વિક લેબોરેટરીઓમાં પરીક્ષણ માટે એવા કેટલાક વિશિષ્ટ પારાઇબા ટુરમલાઇનના પથ્થરો આવ્યા હતા, જેમનું ભૌગોલિક મૂળ એટલે કે તે કયા દેશના છે, તે શોધવું પ્રવર્તમાન ટેસ્ટિંગ પદ્ધતિઓ દ્વારા અત્યંત મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું. SSEF ના પ્રારંભિક વૈજ્ઞાનિક વિશ્લેષણ સૂચવે છે કે આમાંથી કેટલાક શંકાસ્પદ રત્નો ઇથોપિયાના નવા ડેપોઝિટમાંથી આવ્યા હોઈ શકે છે.

પારાઇબા ટુરમલાઇનની વિશિષ્ટતા અને ઇતિહાસ

વર્ષ ૧૯૮૦ ના દાયકાના અંતમાં બ્રાઝિલમાં સૌપ્રથમ વખત પારાઇબા ટુરમલાઇનની શોધ થઈ હતી. આ રત્ન તેના અદભુત અને મનમોહક આબેહૂબ “નિયોન” બ્લુ અને વાદળી-લીલા રંગો માટે સમગ્ર વિશ્વના લક્ઝરી માર્કેટમાં અત્યંત લોકપ્રિય અને મોંઘું માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક રીતે, આ રત્નની સ્ફટિક સંરચનાની અંદર હાજર તાંબાના તત્વોને કારણે આ અનોખો ચમકતો નિયોન કલર પેદા થાય છે. બ્રાઝિલ પછી, સમય જતાં નાઇજીરીયા અને મોઝામ્બિકમાંથી પણ તેના સ્ત્રોત મળ્યા હતા, જેમાં મોઝામ્બિક હાલમાં વૈશ્વિક સ્તરે આ રત્નનો સૌથી મોટો સપ્લાયર દેશ છે.

લેબોરેટરીઓ સામે વૈજ્ઞાનિક પડકાર

SSEF એ આંતરરાષ્ટ્રીય ટ્રેડને માહિતગાર કરતા જણાવ્યું છે કે, ઇથોપિયાના આ નવા સ્ત્રોતમાંથી મળેલા રત્નોના ટ્રેસ-એલિમેન્ટ ડેટા બજારમાં પહેલેથી જ સ્થાપિત લોકેશન, ખાસ કરીને બ્રાઝિલના ઓરિજિનલ પારાઇબા ટુરમલાઇન સાથે મોટા પ્રમાણમાં મેચ થાય છે.

કોઈપણ કિંમતી રત્ન કયા દેશ કે ખાણમાંથી માઇનિંગ કરીને કાઢવામાં આવ્યો છે, તેના આધારે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની વાસ્તવિક કિંમત નક્કી થતી હોય છે. બ્રાઝિલ અને ઇથોપિયાના રત્નોના આંતરિક ગુણધર્મો સમાન હોવાના કારણે હવે લેબોરેટરીઓ માટે તેનું સચોટ ભૌગોલિક મૂળ અલગ તારવવું એક મોટો પડકાર બની ગયું છે.

આ વૈજ્ઞાનિક મૂંઝવણનો ઉકેલ લાવવા માટે, સ્વિસ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (SSEF) હાલમાં આ નવા ઇથોપિયન મટીરીયલના લક્ષણો પર વધુ ઊંડું સંશોધન ચલાવી રહી છે. આ રિસર્ચનો મુખ્ય હેતુ ટેસ્ટિંગ પદ્ધતિઓને વધુ આધુનિક અને શુદ્ધ કરવાનો છે, જેથી વિશ્વના અલગ-અલગ સ્ત્રોતોમાંથી આવતા કોપર-બેઅરિંગ પારાઇબા ટુરમલાઇન વચ્ચેનો સૂક્ષ્મ તફાવત સચોટ રીતે પકડી શકાય અને વૈશ્વિક જેમ્સ માર્કેટમાં પારદર્શિતા જળવાઈ રહે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant