Major Leadership Change at Birks Group - Aldo Battista to Take Charge of Finances
ચિત્ર : એલ્ડો બટિસ્ટા અને કેટિયા ફોન્ટાના. (સૌજન્ય : એલ્ડો બેટિસ્ટા/લિંક્ડઇન; કેટિયા ફોન્ટાના/લિંક્ડઇન)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

લક્ઝરી જ્વેલરી અને રિટેલ ક્ષેત્રની જાણીતી કંપની ‘બર્ક્સ ગ્રુપ’ (Birks Group) દ્વારા તેમના મેનેજમેન્ટ સ્ટ્રક્ચરમાં મહત્વના ફેરફારની જાહેરાત કરવામાં આવી છે.

કંપનીએ આલ્ડો બેટિસ્ટા (Aldo Battista) ને તેના નવા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિયુક્ત કર્યા છે. આલ્ડો બેટિસ્ટા, વર્તમાન CFO કટિયા ફોન્ટાના (Katia Fontana) નું સ્થાન લેશે, જેઓ આગામી 1 એપ્રિલના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

વ્યૂહાત્મક ટ્રાન્ઝિશન અને અનુભવનો લાભ

કંપનીમાં વહીવટી કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે આલ્ડો બેટિસ્ટા ગત સપ્તાહથી જ કંપની સાથે જોડાઈ ગયા છે.

શરૂઆતના તબક્કામાં તેઓ ‘વાઈસ પ્રેસિડેન્ટ ઓફ એકાઉન્ટિંગ એન્ડ ટ્રેઝરી’ તરીકે ફરજ બજાવશે અને ત્યારબાદ 2 એપ્રિલથી સત્તાવાર રીતે CFO નો કાર્યભાર સંભાળશે. આલ્ડો પાસે ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ ક્ષેત્રનો 25 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે.

ખાસ કરીને કેનેડિયન રિટેલર ‘રીટમેન્સ’ (Reitmans) માં તેમણે 16 વર્ષ સુધી વિવિધ મહત્વના હોદ્દાઓ પર સેવા આપી છે, જેમાં તેમનો છેલ્લો હોદ્દો વાઈસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) નો હતો. 

કટિયા ફોન્ટાનાનું પ્રદાન અને વિદાય

છ વર્ષ સુધી બર્ક્સ ગ્રુપ સાથે જોડાયેલા રહ્યા બાદ કટિયા ફોન્ટાના વિદાય લઈ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન કંપનીએ અનેક વ્યૂહાત્મક ફેરફારો અને પડકારજનક સમયગાળો સફળતાપૂર્વક પાર કર્યો છે.

બર્ક્સના વચગાળાના CEO નિક્કોલો રોસી ડી મોન્ટેલેરાએ જણાવ્યું હતું કે, “કટિયા અમારા સિનિયર મેનેજમેન્ટ ટીમનું મૂલ્યવાન અંગ રહ્યા છે. તેમની નેતાગીરી અને માર્ગદર્શન કંપની માટે અત્યંત મહત્વના સાબિત થયા છે. અમને આનંદ છે કે તેઓ નવા CFO ના સ્મૂધ ટ્રાન્ઝિશન માટે કંપનીને સહકાર આપશે.”

બર્ક્સ ગ્રુપનું ભવિષ્ય અને રોકાણકારોની નજર

આલ્ડો બેટિસ્ટાની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે લક્ઝરી રિટેલ માર્કેટમાં આર્થિક પરિવર્તનો આવી રહ્યા છે. તેમની રિટેલ ક્ષેત્રની કુશળતા કંપનીના આર્થિક માળખાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બર્ક્સ ગ્રુપ તેના પ્રીમિયમ સ્ટોર્સ અને એક્સક્લુઝિવ જ્વેલરી કલેક્શન માટે જાણીતું છે, અને આ નેતૃત્વ પરિવર્તનથી કંપનીની લાંબા ગાળાની આર્થિક રણનીતિ પર સકારાત્મક અસર પડી શકે છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant