DIAMOND CITY NEWS, SURAT
કિરા જ્વેલ્સ, જે કિરણ જેમ્સ ગ્રુપની કંપની છે, તેણે લેબ-ગ્રોન ડાયમંડ ઉત્પાદન ક્ષમતા વધારીને દર મહિને ૨.૫ લાખ પોલિશ્ડ કેરેટ કરી છે.
કંપનીએ જણાવ્યું કે તેના ભારત સ્થિત પ્લાન્ટમાં CVD રિએક્ટર્સની સંખ્યા ૨,૬૦૦થી વધારીને ૪,૦૦૦ કરી દેવામાં આવી છે. આ તમામ ડાયમંડ કંપનીના એક મિલિયન સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આવેલા સોલાર પાવર આધારિત મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તૈયાર થાય છે.
કિરાએ જણાવ્યું કે ગ્રાહકો તરફથી મોટી અને ખાસ પ્રકારની ડાયમંડની માંગ વધતી જતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. અમેરિકા ખાતે કિરા પાસે હાલમાં ૧.૫ લાખ સર્ટિફાઇડ લેબ-ગ્રોન ડાયમંડ્સનો સ્ટોક ઉપલબ્ધ છે.
કિરા જ્વેલ્સ યુ.એસ. વિભાગના સ્થાપક અને CEO મેહુલ વાઘાણી જણાવે છે, “અમે માત્ર લેબ-ગ્રોન ડાયમંડનું ભવિષ્ય બનાવતા નથી, પરંતુ તેને દરેક સુધી પહોંચાડવા કાર્યરત છીએ. હમણાં ખાસ કરીને ૩ થી ૬ કેરેટના ફેન્સી શેપ્સમાં જોરદાર માંગ જોવા મળી રહી છે.”
તેમણે ઉમેર્યું કે કંપનીનું લક્ષ્ય ગ્રાહકો સાથે મળીને વિકાસ કરવાનો છે અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીના દરેક વિભાગને વિશ્વસનીય અને સચોટ સેવા પૂરી પાડવાનો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















