DIAMOND CITY NEWS, SURAT
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) મુજબ, વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન ભારતમાં સોનાની માંગ 16% ઘટીને 209.4 ટન રહી છે. પરંતુ સોનાના વધતા ભાવને કારણે મૂલ્યના દૃષ્ટિકોણે માંગ 23% વધીને ₹2,03,240 કરોડ સુધી પહોંચી છે.
આભૂષણની માંગમાં મોટો ઘટાડો નોંધાયો છે – ગયા વર્ષે 171.6 ટન સામે આ વર્ષે ફક્ત 117.7 ટન, એટલે કે 31% ઘટાડો. તેમ છતાં, તેની કિંમત લગભગ સ્થિર રહી છે – ₹1,14,270 કરોડ, જે બતાવે છે કે ઊંચા ભાવ વચ્ચે પણ ભારતીય ગ્રાહકો સોનાની ખરીદી ચાલુ રાખી રહ્યા છે.
બીજી તરફ, રોકાણ માટેની માંગે મજબૂત વૃદ્ધિ દર્શાવી, વોલ્યુમમાં 20% વધારો (91.6 ટન) અને મૂલ્યમાં 74% વધારો (₹88,970 કરોડ)નોંધાયો છે.
ત્રીજા ત્રિમાસિક દરમિયાન સોનાનો સરેરાશ ભાવ પ્રતિ 10 ગ્રામ ₹97,075 રહ્યો, જે ગયા વર્ષની સરખામણીએ 46% જેટલો વધારે છે.
સોનાના આયાતમાં 37% ઘટાડો (194.6 ટન) અને રીસાયક્લિંગમાં 7% ઘટાડો (21.8 ટન) જોવા મળ્યો છે.
WGCના રીજનલ સીઈઓ સચિન જૈનએ જણાવ્યું કે, “ભારતનો સોનાનો બજાર ભાવમાં ઉછાળા વચ્ચે પણ મજબૂત રહ્યો છે. રોકાણમાં તેજી બતાવે છે કે લોકો લાંબા ગાળાના મૂલ્ય તરીકે સોનાને વધુ મહત્વ આપી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે, હાલનો તહેવારો અને લગ્નોનો સમય સોનાની માંગ માટે અત્યંત મહત્વનો રહેશે.
“ભાવ ઊંચા હોવા છતાં ગ્રાહકોની ભાવના સકારાત્મક છે. જ્વેલરીથી લઈને રોકાણ પ્રોડક્ટ સુધી, તમામ કેટેગરીમાં સારો વલણ જોવા મળશે,” એમ તેમણે જણાવ્યું.
જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 દરમિયાન કુલ માંગ 462.4 ટન રહી છે, જ્યારે વર્ષના અંત સુધી 600 થી 700 ટન વચ્ચેની કુલ માંગ રહેવાની શક્યતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે વ્યક્ત કરી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















