India Pavilion Sparkles at London Jewellery Show
(સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા ઇન્ડિયા પેવેલિયનનું આયોજન જ્વેલરી શો લંડન ખાતે 31મી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર દરમિયાન ઓલિમ્પિયા લંડનમાં કરવામાં આવ્યું હતું. આ પેવેલિયનનો હેતુ ભારતીય આભૂષણ ઉદ્યોગની શક્તિઓને વૈશ્વિક ખરીદદારો સમક્ષ રજૂ કરવાનો હતો.

આ પેવેલિયનમાં નવ અગ્રણીઓ ભારતીય નિકાસકારો સામેલ થયા હતાં, જેમાં G.C. Gems Corp, Minal Info Jewels, Steckbeck Jewellery Pvt. Ltd, Sejal Exports, Romil Jewellery, Blossom Jewels LLP, Dharam Export (India) Pvt. Ltd, Shrinath Rotopack (MP) Pvt. Ltd, અને Divya Creationsનો સમાવેશ થાય છે.

એક્ઝિબિટર્સે સોનાના સાદા આભૂષણ, સ્ટડેડ જ્વેલરી, કટ એન્ડ પોલિશ હીરા, ચાંદીના આભૂષણ અને રંગીન પથ્થરો સહિતના વિવિધ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કર્યા હતા. આ રજૂઆત દ્વારા ભારતની કારીગરી અને વૈશ્વિક જ્વેલરી ઉદ્યોગમાં મજબૂત હાજરીને વધુ મજબૂત બનાવવામાં આવી.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant