Historic Moment for Gujarat’s Diamond Industry - “Surat Cut Diamond” Gets GI Tag
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

સુરત અને સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગ માટે એક અત્યંત ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે.

સુરત ડાયમંડ એસોસિએશન (SDA) અને Entrepreneurship Development Institute of India (EDII) ના સંયુક્ત પ્રયાસોથી હવે ગુજરાતમાં તૈયાર થતા હીરાને “સુરત કટ ડાયમંડ” તરીકે ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ (Geographical Indication) પ્રાપ્ત થયો છે.

આ સિદ્ધિ સાથે જ સુરતના હીરા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિશિષ્ટ કાનૂની સુરક્ષા અને નવી ઓળખ મળી છે.

અમદાવાદ ખાતે યોજાયો ભવ્ય પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તાજેતરમાં ૧૩ માર્ચ, ૨૦૨૬ના રોજ EDII દ્વારા અમદાવાદ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારત સરકારના કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ (CGPDTM) પ્રો. ડો. ઉન્નત પંડિતજી અને EDII ના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાના હસ્તે ‘સુરત કટ ડાયમંડ’નું GI ટેગ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

સુરત ડાયમંડ એસોસિએશન વતી પ્રમુખ જગદીશભાઈ ખુંટે આ પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ ગૌરવ સેઠી, પૂર્વ મંત્રી દામજીભાઈ માવાણી અને કારોબારી સભ્ય ભુપતભાઈ કનાળા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શું છે GI ટેગ અને તેના ફાયદા?

GI ટેગ એ કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં ઉત્પાદિત થતી વિશેષ વસ્તુને આપવામાં આવતી ઓળખ છે, જેમ કે પાટણના પટોળા કે જામનગરની બાંધણી.

  • ગુણવત્તાની ખાતરી : આ ટેગ હીરાની વિશેષ ગુણવત્તા, યુનિકનેસ અને ચોક્કસ પ્રદેશની કુશળ કારીગરીને પ્રમાણિત કરે છે.
  • કાનૂની સુરક્ષા : GI ટેગ મળવાથી હવે અન્ય કોઈ પ્રદેશ આ નામનો દુરુપયોગ કરી શકશે નહીં, જેનાથી હીરાને કાનૂની સુરક્ષા મળશે.
  • વૈશ્વિક માંગમાં વધારો : આ પ્રમાણપત્ર સાથે હવે સુરત અને ગુજરાતમાં તૈયાર થયેલા હીરાને વિશ્વભરમાં અધિકૃત રીતે વેચી શકાશે, જેનાથી ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ વધશે.

ભારતના 90% પોલિશ્ડ ડાયમંડનું કેન્દ્ર નોંધનીય છે કે ભારતના કુલ પોલિશ્ડ ડાયમંડ ઉત્પાદનમાં સુરત અને ગુજરાતનો હિસ્સો લગભગ 90% જેટલો છે.

‘સુરત કટ ડાયમંડ’ તરીકે મળેલી આ વૈશ્વિક ઓળખ પ્રદેશના હીરા ઉદ્યોગના વારસાને વધુ મજબૂત બનાવશે. આ સફળતા બદલ સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant