Diamond market stable
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

આંતરરાષ્ટ્રીય ડાયમંડ ટ્રેડમાં એકંદર સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાઉન્ડ દોસિઅર્સ (Round Dossiers) ની કિંમતોમાં મજબૂત સ્થિરતા જળવાઈ રહી છે અને 2 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા ડાયમંડની માગ સતત અને મજબૂત બનેલી છે.

અમેરિકન માર્કેટમાં રાઉન્ડ શેપના 1 થી 2 કેરેટ, F થી I કલર અને VS2 થી SI2 ક્લેરિટી (ગુણવત્તા) ધરાવતા હીરાની સુધારાતરફી માંગ જોવા મળી રહી છે. વેપારીઓ માટે આ વિશિષ્ટ કેટેગરીના માલની પુનઃપૂર્તિ કરવી અત્યંત પડકારજનક બની રહી છે. આ ઉપરાંત, 2 થી 3 કેરેટ વજન ધરાવતા, F થી I કલર અને VS થી SI ક્લેરિટીના પ્રિન્સેસ કટ ડાયમંડ માટે પણ સુધારેલી માગ ઉભરી આવી છે. 

ગ્લોબલ રિટેલ માર્કેટને વેગ આપવામાં અમેરિકા અને ભારતના ઉપભોક્તાઓ સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ભારત અને યુ.એસ.માં તહેવારો અને લગ્નસરાની ખરીદી સક્રિય રહેતાં રિટેલ ક્ષેત્રને સારો ટેકો મળી રહ્યો છે.

જોકે, ફેન્સી શેપ્સ કરતા રાઉન્ડ ડાયમંડનું વેચાણ વધુ ઝડપી અને સારું થઈ રહ્યું છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમિયાન યહૂદી તહેવારો (Jewish Holiday Season) ચાલતા હોવાથી બેલ્જિયમ, ઇઝરાયેલ અને ન્યૂયોર્ક જેવા મુખ્ય ટ્રેડિંગ સેન્ટર્સમાં કામકાજ પ્રમાણમાં શાંત અને ધીમું રહ્યું છે.

હીરા ઉદ્યોગના નિષ્ણાતો હાલમાં એંગ્લો અમેરિકન દ્વારા ‘ડી બિયર્સ’ ના વેચાણ અને માલિકી બદલાવની પ્રક્રિયા પર નજર રાખીને બેઠા છે. વૈશ્વિક રફ હીરા સપ્લાય ક્ષેત્રે ડી બિયર્સનું મોટું સ્થાન હોવાથી આ વેચાણ અંગે આવનારી જાહેરાતો બજારની ભાવિ દિશા નક્કી કરશે.

બીજી તરફ, યુ.એસ. જ્વેલરી ઉદ્યોગ ક્ષેત્રે ‘સ્ટલર ઇન્ક’ (Stuller Inc.) ના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન મેટ સ્ટલરને જ્વેલર્સ ઓફ અમેરિકા દ્વારા પ્રતિષ્ઠિત ‘લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

ફેન્સી શેપ ટ્રેન્ડ : કટિંગ અને પ્રોપોશનનું પ્રીમિયમ

ફેન્સી શેપ ડાયમંડ માર્કેટનું બારીક વિશ્લેષણ કરીએ તો, લંબગોળ અને લાંબા આકાર ધરાવતા ફેન્સી શેપ્સ જેવા કે ઓવલ, માર્ક્વિઝ અને એમરાલ્ડની 2 કેરેટ અને તેથી મોટી સાઇઝમાં ખૂબ સારી લેવાલી જોવા મળી રહી છે. હાલના તબક્કે હાઇ-ક્વોલિટી ધરાવતા માર્ક્વિઝ, લાંબા રેડિયન્ટ અને લાંબા ક્યુશન ડાયમંડની બજારમાં ભારે તંગી સર્જાઈ છે.

  • માર્ક્વિઝ શેપ : હાલમાં તમામ ફેન્સી આકારો પૈકી માર્ક્વિઝ સૌથી મોંઘો ફેન્સી શેપ સાબિત થઈ રહ્યો છે.
  • લોંગ ક્યુશન : લાંબા ક્યુશન આકારના હીરાનું વેચાણ ખૂબ સરળતાથી થઈ રહ્યું છે. આ આકાર સામાન્ય ચોરસ ક્યુશનની સરખામણીએ 20% થી 25% જેટલા ઊંચા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.
  • પ્રિન્સેસ કટ : લાંબા સમય સુધી નબળી માગ અને ભાવમાં મંદી અનુભવ્યા બાદ હવે પ્રિન્સેસ કટ માટે માગ ફરી જાગી હોવાના અહેવાલો છે, જોકે તેના ભાવ હજી પણ નીચા મથાળે જ ટકેલા છે.
  • એન્ટિક અને વિન્ટેજ કટ્સ : પ્રાચીન અને ટ્રેડિશનલ કટિંગ સ્ટાઇલના હીરા જ્વેલરી ડિઝાઇનર્સ અને કલેક્ટર્સમાં ખૂબ જ હોટ ટ્રેન્ડ બની રહ્યા છે.
  • ઓવલ શેપ : અમેરિકન માર્કેટમાં સારી ગુણવત્તા અને ઉત્તમ શેપ ધરાવતા D થી I કલર અને VS થી SI ક્લેરિટી વાળા લાંબા ઓવલ હીરાની મજબૂત અને ટકાવ માગ છે.

ડાયમંડ પ્રોસેસિંગ ક્ષેત્રે અત્યંત ચોક્કસ અને પરફેક્ટ કટિંગ ધરાવતા ફેન્સી શેપ્સ શોધવા અતિ મુશ્કેલ બની રહ્યા છે, જેના કારણે આવા હીરા માર્કેટમાં ઊંચી કિંમત અને પ્રીમિયમ મેળવી રહ્યા છે. આનાથી વિપરીત, ખરાબ પ્રોપોશન અથવા ક્ષતિગ્રસ્ત માપસાઇઝ ધરાવતા ફેન્સી હીરા ઇલિક્વિડ સાબિત થઈ રહ્યા છે, એટલે કે તેના ખરીદદારો ન મળવાથી તે બજારમાં અટવાઈ રહ્યા છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant