A unique change to the rare cabochon cut for diamonds by De Beers
(સૌજન્ય : ડી બીયર્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

ડી બિયર્સ લંડને હીરા માટેના સૌથી દુર્લભ કટ પૈકીના એક એવા પરંપરાગત ‘કેબોચન’ કટને નવું સ્વરૂપ આપ્યું છે. કંપનીએ પાણીના ટીપાં જેવા સ્મૂધ અને ગોળાકાર પ્રોફાઇલવાળા ડાયમંડ્સ તૈયાર કર્યા છે. પરંપરાગત ઘાટવાળા હીરા કરતાં આ હીરા વધુ નરમ અને તેજસ્વી દેખાવ આપે છે. આ હીરામાં કોઈ ફેસેટ્સ ન હોવાથી સપાટી પરથી સીધો પ્રકાશ પરાવર્તિત થાય છે, જેના કારણે રત્નની કુદરતી શુદ્ધતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.

૫ વર્ષનું સંશોધન અને કઠોર માપદંડ

ડી બિયર્સને આ નવી અને ચોકસાઈપૂર્વકની કટીંગ ટેકનિક વિકસાવતા પાંચ વર્ષનો સમય લાગ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ૦.૫ ટકાથી પણ ઓછા હીરા આ કટ માટે જરૂરી રંગ, શુદ્ધતા, યોગ્ય ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને સિમેટ્રી ધરાવે છે. આ અત્યાધુનિક રત્નોને કંપનીના પ્રખ્યાત ‘વાઇબ્રેશન્સ’ હાઈ-જ્વેલરી કલેક્શનમાં રજૂ કરવામાં આવ્યા છે.

કેબોચન કટનો ઇતિહાસ અને નવું સ્વરૂપ

સામાન્ય રીતે ‘કેબોચન’ એ ફેસેટ-ફ્રી રત્ન-કટીંગ શૈલી છે, જે મોટે ભાગે નીલમ, રૂબી અને પન્ના જેવા રંગીન રત્નો માટે પ્રચલિત છે. પરંપરાગત સિમ્પલ કેબોચનમાં રત્નનો ઉપરનો ભાગ ગોળાકાર અને પોલિશ્ડ તથા નીચેનો ભાગ સપાટ હોય છે. ડી બિયર્સના નવા વર્ઝનમાં આ ફેસેટ-ફ્રી માળખું જાળવી રખાયું છે, પરંતુ તેને જાણી જોઈને પાણીના ટીપાં જેવો ગોળાકાર આકાર આપવામાં આવ્યો છે, જે દરેક રત્નની ખાસિયત જાળવી રાખે છે.

ઉત્પાદનના પડકારો અને શુદ્ધતાની કસોટી

હીરાની અસાધારણ કઠિનતાને કારણે ડાયમંડમાં કેબોચન કટ બનાવવો ખૂબ જ અસામાન્ય છે. જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) અગાઉ ૬.૨૯ અને ૬.૦૭ કેરેટના કુદરતી ડાયમંડ કેબોચન્સ નોંધી ચૂકી છે.

હીરામાં ફેસેટ્સ ન હોવાથી ગુણવત્તાનો નવો પડકાર ઊભો થાય છે. સામાન્ય રીતે ફેસેટ્સ પ્રકાશનું પરાવર્તન બદલીને આંતરિક ખામીઓ છુપાવી શકે છે, પરંતુ સરળ અને સ્મૂધ સપાટી રત્નની આંતરિક વિશેષતાઓને સંપૂર્ણપણે ઉજાગર કરે છે. આ જ કારણ છે કે આ હીરામાં અસાધારણ શુદ્ધતા અને યોગ્ય ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોવું અનિવાર્ય છે.

મનોહર તેજસ્વી ચમક પરંપરાગત બ્રિલિયન્ટ-કટ હીરાની તીક્ષ્ણ ચમકના બદલે, ડી બિયર્સના આ કેબોચન હીરા ‘ડીપ અને લ્યુમિનસ ગ્લો’ પ્રદાન કરે છે. આ રત્નો વાઇબ્રેશન્સ કલેક્શનના ‘અંડ્યુલેશન’ સ્યુટમાં રજૂ થયા છે, જે બોત્સ્વાનાના ઓકાવંગો ડેલ્ટાથી પ્રેરિત છે. તેના ગોળાકાર આકાર નદીના કિનારે રહેલા પાણીના ટીપાંની અનુભૂતિ કરાવવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant