Ideas will be copied not brands-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

આજે બધી ટીવી ચેનલોમાં સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટને લગતા કાર્યક્રમો જોવા મળે છે. સફળ ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપમાં જેમને સફળતા મળી છે તેના સ્થાપકો જ્યુરીમાં જોવા મળશે. આજનો દરેક બીજો યુવાન પોતાનું સ્ટાર્ટઅપ હોય તેમ વિચારે છે.

Ideas will be copied not brands-3

આ કાર્યક્રમોએ લોકોને સ્ટાર્ટઅપના ગણિત વિષે, તેના વેલ્યુએશન વિષે, કેટલી ઇક્વિટી કેટલા વેલ્યુએશન પર વગેરે બાબતોથી વાકેફ કર્યા. આ ઉપરાંત પરિવારોમાં જમતી વખતે અથવા સાથે બેઠા હોય ત્યારે આના વિષે ચર્ચાઓ થાય.

ઘણાને એમ પણ કહેતા સાંભળશો કે આજે  સ્ટાર્ટઅપનો રાફડો ફાટ્યો છે. આમ સ્ટાર્ટઅપ શબ્દ આજે આપણા માટે નવો નથી. મોટે ભાગે તે આઇડિયા આધારિત હોય.

કોઈક નવો વિચાર હોય જે આજ સુધી કોઈએ કર્યો ન હોય અથવા તેને નવી રીતે મૂકવામાં આવે જે લોકો માટે અપનાવવો આસાન હોય. ઉદા. તરીકે; ફ્લિપકાર્ટ, ઓલા, ઉબર, કંટ્રી ડિલાઇટ, એર બીએનબી વગેરે.

ઘણા સ્ટાર્ટઅપ આઇડિયાની સાથે ટેક્નોલૉજી આધારિત હોય છે. આજે આવા સ્ટાર્ટઅપ વધી રહ્યા છે તેના કારણોમાં યુવાનોને પોતાનું કઇંક કરવાની ભૂખ, “મેક ઇન ઇંડિયા”, “આત્મનિર્ભર ભારત” જેવા ગવર્નમેંટ ઇનિશિયેટિવ અને સ્ટાર્ટઅપ રેજિસ્ટ્રેશનની અંતર્ગતના જંગી ફાયદાઓ.

સ્ટાર્ટઅપ ઉત્સાહમાં શરૂ થઈ જાય છે. આઇડિયા આવ્યો એટલે શરૂ કરી દો, એમાં જો ટેક્નોલૉજી સાથે હોય તો આપણું સ્ટાર્ટઅપ યૂનિકૉર્ન (કંપનીનું વેલ્યૂએશન USD 1 બિલિયન હોય તે) બની જવાનું ની ગેરસમજ ઘણા લોકોને ઊંધે માર્ગે દોરે છે.

સૌથી મહત્વનું છે, સ્ટાર્ટઅપ માટે તે સમજવું કે મારો જે આઇડિયા છે તેની ખરેખર માર્કેટમાં કે કન્ઝ્યુમરને  જરૂર છે?

Ideas will be copied not brands-2

આનો જવાબ શોધવાની કે વિચારવાની ઘણા સ્ટાર્ટઅપ કોશિશ નથી કરતા અને પરિણામ રૂપે તે અસફળતાનો સામનો કરે છે. તમે જો બારીકાઈથી અભ્યાસ કરશો તો તમને જણાશે કે જે સ્ટાર્ટઅપે માર્કેટ અને કન્ઝ્યુમરની જરૂરીયાતને ધ્યાનમાં રાખી આઇડિયા બિલ્ડ કર્યો હશે તે અચૂક સફળ થયું છે.

બીજી ગેરસમજ સ્ટાર્ટઅપની કે અમારી પાસે આઇડિયા છે, ટેક્નોલૉજી છે, પ્રોડક્ટ છે તો સેલ થશે જ અને તેથી અમારે બ્રાન્ડ બનાવવાની આવશ્યકતા નથી.

સ્ટાર્ટઅપે શરૂઆતમાં જ સમજવાની જરૂર છે કે જ્યારે કંપનીનું વેલ્યૂએશન થશે ત્યારે બ્રાન્ડનું વેલ્યૂએશન મહત્વનો ભાગ ભજવશે.

સ્ટાર્ટઅપની દલીલ હોય છે કે અમારી પાસે ફંડિંગ ઓછુ છે, તો અમે ધંધામાં પૈસા લગાડીએ કે બ્રાન્ડિંગ માટે રાખિયે! બ્રાન્ડિંગ અને એડ્વર્ટાઇઝિંગમાં ફરક છે તે સૌ પ્રથમ જાણી લો. શરૂઆતમાં તમને એડ્વર્ટાઇજ઼િંગ પાછળ ખર્ચો કરવાનું કોઈ નથી કહી રહ્યું.

તેનો અર્થ તે પણ નથી કે હું પ્રમોશન પાછળ ખર્ચો ના કરું. જેટલી મારી ત્રેવડ હોય તેટલી પણ ધીરે ધીરે માર્કેટિંગ અને બ્રાન્ડ પાછળ ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરો અને બ્રાન્ડ બનાવવાની પ્રોસેસ સેટ કરો.

તમે જેના થકી ઓળખાવવાના છો અર્થાત્ તમારી સ્ટાર્ટઅપનું નામ અને લોગો પ્રોફેશનલી ડિઝાઈન કરો. તમારો આઇડિયા જે છે તેની ક્લેરિટી અને તે માર્કેટમાં ટેસ્ટ થયેલી છે ની સાબિતી તમે નાના પાયે રિસર્ચ કરી મેળવી શકો.

ત્યારબાદ તમારા ટાર્ગેટ ઓડિયેન્સની ક્લેરિટી. કોના માટે તમે તમારી પ્રોડક્ટ કે સર્વિસ બનાવ્યા છે ની માહિતી તમને ફોકસ્ડ બનાવશે અને તમારો સમય અને પૈસા બચાવશે.

તમારી પ્રોડક્ટ અને સર્વિસ કેવી રીતે તમારા પ્રતિસ્પર્ધીથી અલગ છે ની સમજણ તમારા કન્ઝ્યુમરને તમારા તરફ આકર્ષશે.

આનાથી આગળ અને સૌથી મહત્વનું તમારી બ્રાન્ડનું વિઝન, મિશન, પર્પઝ અને વેલ્યૂસને ડિફાઈન કરો. આ વાતો તમારી કંપનીને એક કલ્ચર પૂરું પાડશે જે સફળ બ્રાન્ડ માટે ઘણું ઉપયોગી પાસું છે.

આમ સ્ટાર્ટઅપ જે વિચારે છે કે બ્રાન્ડ બનાવવામાં પૈસા લાગે છે તેઓએ વિચારવું જોઈએ કે ઉપરના આ મુદ્દાઓને અમલમાં મૂકવા કેટલા જરૂરી છે અને મજાની વાત તે છે કે તેના માટે કોઈ ખર્ચો થતો નથી.

સ્ટાર્ટઅપ માટે બ્રાન્ડ બનાવાવના ઘણા ફાયદા છે જેવા કે; તમારી બ્રાન્ડ કે પ્રોડક્ટ આસાનીથી કોપી થઈ શકે છે પણ બ્રાન્ડ પોઝિશનિંગ જે તમને લોકોથી અલગ તારવશે તે કોપી ના થઈ શકે; જે તમારી બ્રાન્ડની ઓળખ હશે.

તમારા વેપાર અને બ્રાન્ડને ઓર્ગનાઈઝ્ડ બનાવશે. આજે સ્ટાર્ટઅપ બ્રાન્ડ સાથે લોકોને કામ કરવું છે અને જો સ્ટાર્ટઅપ બ્રાન્ડ બિલ્ડ કરશે તો સારી ટૅલેંટને આકર્ષશે. સૌથી મહત્વનું બ્રાન્ડ હશે તો સ્ટાર્ટઅપ પોતાની બ્રાન્ડ દ્વારા ઇન્વેસ્ટરને આકર્ષશે પોતાની કંપનીમાં રોકાણ કરવા.

આજે ઇન્વેસ્ટર ફક્ત આઇડિયા જાણી ઇન્વેસ્ટ નહીં કરે તે તમારી પાસે બ્રાન્ડ અને માર્કેટીંગ પ્લાન માંગશે. તે જાણે છે કે વેલ્યૂએશન બ્રાન્ડનું થશે ફક્ત આઇડિયા કે ટેક્નોલૉજીનું નહીં.

સ્ટાર્ટઅપ જ્યારે મોટા પાયે વિકસવાનું વિચારતું હોય ત્યારે જરૂરી છે કે તે યૂનિક આઇડિયા લાવે પણ સાથે જો બ્રાન્ડ બિલ્ડ નહીં કરે તો સફળતાના સોપાન સર કરવા મુશ્કેલ થશે અને સ્ટાર્ટઅપનો જે હેતુ છે વેલ્યૂએશન તે સર નહીં થાય.

આથી તમારા સ્ટાર્ટઅપ નામના સિક્કાની બંને બાજુ, આઇડિયા અને બ્રાન્ડ બિલ્ડિંગને બૅલેન્સ કરો જેથી તમારું સ્ટાર્ટઅપ હંમેશા અપ, અપ અને અપ જ જાય…


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant