Rio Tinto’s Final Beyond Rare Tender to Auction Argyle and Diavik Diamonds
(સૌજન્ય : Rio Tinto)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વપ્રસિદ્ધ ખાણકામ કંપની રિયો ટિન્ટો તેની અંતિમ બિયૉન્ડ રેર ટેન્ડર યોજવા જઈ રહી છે. ઇન્ટુ ધ લાઈટ નામથી રજૂ થનાર આ કલેક્શનમાં કુલ 52 લોટ્સ છે, જેમાં 45.44 કેરેટના દુર્લભ કલર્ડ હીરાનો સમાવેશ થાય છે.

આ હીરા ઓસ્ટ્રેલિયાની આર્ગાઈલ માઈનમાંથી – જે પિંક, વાયોલેટ અને રેડ ડાયમંડ માટે જાણીતી છે — તેમજ કેનેડાની ડાયાવિક ખાણમાંથી છે, જે 2026માં બંધ થવાની છે. કંપનીએ જણાવ્યું છે કે આ ટેન્ડર તેની બંને પ્રતિષ્ઠિત ખાણોની વારસાગાથાને સમર્પિત છે.

આ કલેક્શનના ખાસ આકર્ષણ તરીકે છ “માસ્ટરપીસીસ” સામેલ છે, જે બે ખાણોમાંથી મળેલા શ્રેષ્ઠ ડાયમંડ પ્રોડક્શનને દર્શાવે છે. ઉપરાંત 39 સિંગલ પથ્થરો અને સાત ક્યુરેટેડ સેટ્સ પણ રજૂ થશે.

આર્ગાઈલના લેગેસી સ્ટોકમાંથી લાવવામાં આવેલા પિંક, રેડ અને વાયોલેટ ડાયમંડ્સ દુનિયામાં અંતિમ ગણાય છે. મુખ્ય આકર્ષણ એક ફેન્સી-રેડ હીરો છે, સાથે 12 ફેન્સી-વાયોલેટ અને 76 ફેન્સી-પિંક, પર્પલ-પિંક તથા પર્પલિશ-પિંક હીરાનો સમાવેશ થાય છે.

ડાયાવિકમાંથી મળેલા બે D-ફ્લોલેસ વ્હાઈટ ડાયમંડ પણ રજૂ થશે – 5.11 કેરેટનું એમરલ્ડ કટ અને 3.02 કેરેટનું પિયર શેપ. સાથે જ 6.12 કેરેટનું ફેન્સી-વિવિડ-યેલો ડાયમંડ પણ વેચાણમાં હશે.

રિયો ટિન્ટોના ડાયમંડ બિઝનેસના સેલ્સ એન્ડ માર્કેટિંગ જનરલ મેનેજર પેટ્રિક કોપેન્સે કહ્યું: “આ અંતિમ કલેક્શનનું મહત્વ શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે. આવી સુંદરતા અને વિવિધતા ધરાવતા હીરા કોઈ અન્ય કંપની પાસે નથી.”

આ ટેન્ડર હૉંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને એન્ટવર્પમાં પ્રદર્શન માટે રજૂ થશે અને 20 ઓક્ટોબર 2025 સુધી બિડિંગ ખુલ્લું રહેશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant