DIAMOND CITY NEWS, SURAT
વિશ્વની સૌથી મોટી જ્વેલરી રિટેલર સિગ્નેટ જ્વેલર્સની અગ્રણી બ્રાન્ડ કે જ્વેલર્સે ફેશન વિઝનરી બ્રાન્ડ ‘પબ્લિક સ્કૂલ ન્યૂ યોર્ક’ સાથે મળીને એક અનોખું અને લક્ઝુરિયસ ડાયમંડ જેકેટ રજૂ કર્યું છે, જેની રિટેલ કિંમત $૨,૦૦,૦૦૦ (અંદાજે રૂ. ૧.૬૫ કરોડથી વધુ) રાખવામાં આવી છે.
આ અનોખા બ્લુ લેધર એનોરાક જેકેટમાં કે જ્વેલર્સ દ્વારા ૫૦૦થી વધુ કુદરતી અને લેબ ગ્રોન ડાયમંડ્સ જડવામાં આવ્યા છે. આ જેકેટનું ઉત્કૃષ્ટ ડિઝાઇનિંગ પબ્લિક સ્કૂલ ન્યૂ યોર્કના સહ-સ્થાપકો દાઓ-યી ચો અને મેક્સવેલ ઓસ્બોર્ન દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટ પીસને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ન્યૂ યોર્ક ફેશન વીકની રનવે ઇવેન્ટ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો.
આ લક્ઝરી જેકેટનું અનાવરણ કે જ્વેલર્સની નવી સત્તાવાર રીબ્રાન્ડિંગ ઝુંબેશ “લવ ઓલ ઇન”ના ભાગરૂપે કરવામાં આવ્યું છે, જેનું ડિજિટલ, ટીવી, સ્ટ્રીમિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ૮ સપ્ટેમ્બરના રોજ ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
રીબ્રાન્ડિંગ અને ‘લવ ઓલ ઇન‘ કેમ્પેઇન :
- ઉત્પાદનોની શ્રેણીમાં બદલાવ : બ્રાન્ડ ટ્રાન્સફોર્મેશન હેઠળ કે જ્વેલર્સ લગ્ન સગાઈ (બ્રાઇડલ) અને જીવનના યાદગાર પ્રસંગો (માઇલસ્ટોન્સ) પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે સ્વ-અભિવ્યક્તિ (Self-Expression), ગિફ્ટિંગ અને દૈનિક ઉપયોગ (Everyday Wear) માટે જ્વેલરીના વ્યાપને વિસ્તારશે.
- ડાયમંડ ગિવેવે સ્પર્ધા : બ્રાન્ડ દ્વારા એક ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેનારા લોકોએ તેમની પોતાની “લવ ઓલ ઇન” સ્ટોરી શેર કરવાની રહેશે. આ સ્પર્ધાના ૨૦ વિજેતાઓને આ રૂ. ૧.૬૫ કરોડના લેધર જેકેટમાંથી કાઢવામાં આવેલો એક-એક ડાયમંડ ઇનામ તરીકે આપવામાં આવશે.
- ઇન્ટરેક્ટિવ પોપ-અપ અનુભવ : લોકોની અંગત પ્રેમકથા અને સ્ટોરીઝને કેપ્ચર કરવા માટે એક મોબાઇલ પ્લેટફોર્મ પર ‘કે લવ ઓલ ઇન’ પોપ-અપ ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ સેટઅપ કરવામાં આવ્યો છે.
- મ્યુઝિકલ કેમ્પેઇન વિડીયો : આ ઝુંબેશના કેન્દ્રમાં ગ્રેમી એવોર્ડ વિજેતા આર્ટિસ્ટ ચારલી એક્સસીએક્સ (Charli XCX) ના સુપરહિટ ટ્રેક “એવરીથિંગ ઇઝ રોમેન્ટિક વિથ કેરોલિન પોલાચેક” પર આધારિત વિડીયો છે, જે પ્રેમની વિવિધ પ્રક્રિયાઓ અને માનવ સંબંધોના સુંદર તબક્કાઓને દર્શાવે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















