Fancy Color Diamonds - Prices remain stable in the second quarter
ચિત્ર : વાદળી અને ગુલાબી ફેન્સી રંગના હીરા. (સૌજન્ય : ફેન્સી કલર રિસર્ચ ફાઉન્ડેશન)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક હીરા બજારમાં ફેન્સી કલર ડાયમંડના ભાવ 2026ના બીજા ત્રિમાસિક ગાળા (એપ્રિલથી જૂન) માં એકંદરે સ્થિર રહ્યા છે. ‘ફેન્સી કલર રિસર્ચ ફાઉન્ડેશન’ (FCRF) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ અનુસાર, ફેન્સી-કલર ડાયમંડ પ્રાઇસ ઇન્ડેક્સમાં માત્ર 0.1% નો આંશિક ઘટાડો નોંધાયો છે. બ્લુ અને યલો (પીળા) રંગના હીરાના ભાવમાં જોવા મળેલી નરમતા સામે પિંક (ગુલાબી) હીરાના ભાવમાં સુધારો નોંધાતા એકંદર બજાર સમતુલિત રહ્યું છે.

પિંક ડાયમંડ (ગુલાબી હીરા) : બજારને સપોર્ટ 

પ્રથમ ત્રિમાસિક ગાળામાં 0.3% ના ઘટાડા બાદ, જૂન 30 ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં પિંક ડાયમંડના ભાવમાં 0.1% નો વધારો થયો છે.

  • 2 કેરેટ અને 3 કેરેટ : બંને કેટેગરીમાં ભાવ 0.6% વધ્યા હતા.
  • 1 કેરેટ અને 1.5 કેરેટ : બંને સાઇઝમાં 0.4% નો ઉમેરો નોંધાયો હતો.
  • કરેક્ટર સ્પેક્ટ્રમ:  ‘ફેન્સી-વિવિડ પિંક’ કેટેગરીએ સૌથી મજબૂત પ્રદર્શન કરતા 0.5% નો ઉછાળો દર્શાવ્યો હતો, જ્યારે ફેન્સી-ઇન્ટેન્સ પિંકમાં 0.1% નો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો.

બ્લુ ડાયમંડ (વાદળી હીરા) : મિશ્ર પ્રતિસાદ

ફેન્સી-બ્લુ કેટેગરીના એકંદર ભાવમાં 0.4% નો ઘટાડો નોંધાયો છે (જે પ્રથમ ત્રિમાસમાં 0.3% ઘટ્યા હતા).

  • 1 કેરેટના બ્લુ ડાયમંડના ભાવ 0.7% વધ્યા હતા, જેમાં ખાસ કરીને 1 કેરેટના ‘ફેન્સી-વિવિડ બ્લુ’માં 1.5% ની મજબૂત તેજી જોવા મળી હતી.
  • બીજી તરફ, 2 કેરેટના બ્લુ ડાયમંડમાં 1.3% અને 3 કેરેટમાં 0.7% નો ઘટાડો નોંધાયો હતો.
  • એકંદરે ફેન્સી-વિવિડ બ્લુ 0.1% સુધારા પર રહ્યા હતા, પરંતુ ફેન્સી બ્લુ અને ફેન્સી-ઇન્ટેન્સ બ્લુ બંનેમાં 0.6% નો ઘટાડો થયો હતો.

યલો ડાયમંડ (પીળા હીરા) : 0.3% નો નરમાઈનો ટોન

યલો ફેન્સી-કલર હીરાના એકંદર ભાવમાં 0.3% નો ઘટાડો નોંધાયો છે, જે અગાઉના ત્રિમાસિક ગાળાના સ્તર પર જ સમાન રહ્યો છે.

  • 3 કેરેટ યલો ડાયમંડ : બજારમાં સૌથી વધુ 0.7% નો સુધારો દર્શાવ્યો હતો.
  • 1.5 અને 2 કેરેટ : આ બંને કેટેગરીમાં 0.1% નો સાધારણ ઘટાડો થયો હતો.
  • ઇન્ટેન્સ કેટેગરી : ફેન્સી-ઇન્ટેન્સ યલો ડાયમંડના ભાવમાં સૌથી વધુ 1.3% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ફેન્સી-વિવિડ યલોમાં 0.1% નો સુધારો જોવા મળ્યો હતો.

FCRF નો સત્તાવાર દ્રષ્ટિકોણ

ફેન્સી કલર રિસર્ચ ફાઉન્ડેશન (FCRF) એ અહેવાલમાં જણાવ્યું હતું કે : “બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો દર્શાવે છે કે એકંદર બજાર વ્યાપકપણે સ્થિર રહ્યું છે. ઓવરઓલ ઇન્ડેક્સમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. કલર, સાઇઝ અને કલર-ઇન્ટેન્સિટીના આધારે ચોક્કસ કેટેગરીમાં અલગ-અલગ ભાવ ફેરફાર જોવા મળી રહ્યા છે. ડેટા બજારની કોઈ નવી દિશા નથી દર્શાવતો, પરંતુ પસંદગીની કેટેગરી મુજબ સતત એડજસ્ટમેન્ટ દર્શાવે છે.”


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant