DIAMOND CITY NEWS, SURAT
કેનેડાની જાણીતી લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ ‘બર્ક્સ ગ્રુપ’ (Birks Group) એ ૨૮ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે તેના વાર્ષિક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ તેની વાર્ષિક ખોટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે, જેની પાછળ ‘યુરોપિયન બુટિક’નું સફળ સંપાદન (Acquisition) અને બ્રાન્ડેડ જ્વેલરીના વેચાણમાં થયેલી વૃદ્ધિ મુખ્ય કારણો છે.
અહેવાલ મુજબ, કંપનીની વાર્ષિક ચોખ્ખી ખોટ ઘટીને CAD ૩.૪ મિલિયન (અંદાજે $૨.૪ મિલિયન કે ₹૨૦ કરોડ) રહી ગઈ છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫ માં કંપનીને CAD ૧૨.૮ મિલિયન ($૯.૧ મિલિયન) ની મોટી ખોટ થઈ હતી.
વેચાણ અને કામગીરીના મુખ્ય આંકડા
- કુલ વેચાણમાં વૃદ્ધિ: કંપનીનું કુલ વાર્ષિક વેચાણ ૧૬% વધીને CAD ૨૦૫.૪ મિલિયન ($૧૪૫.૭ મિલિયન) પર પહોંચ્યું છે.
- સેમ-સ્ટોર સેલ્સ: સમાન સ્ટોર્સના વેચાણ (Comparable-store sales) માં ૨.૬% નો વધારો થયો છે.
- જ્વેલરી વિભાહ: બર્ક્સ બ્રાન્ડેડ જ્વેલરી તેમજ થર્ડ-પાર્ટી જ્વેલરી બંનેના વેચાણમાં મજબૂત સુધારો જોવા મળ્યો છે.
- વોચ સેગમેન્ટમાં આંશિક ઘટાડો: એક રિટેલ સ્ટોરમાંથી ચોક્કસ થર્ડ-પાર્ટી વોચ બ્રાન્ડ બહાર નીકળી જવાને કારણે ઘડિયાળોના વેચાણમાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ જ્વેલરી સેગમેન્ટના ઉત્કૃષ્ટ દેખાવથી તેની સરભર થઈ ગઈ હતી.
ભવિષ્યની યોજનાઓ અને વિસ્તરણ
કંપનીના વચગાળાના સીઈઓ (Interim CEO) નિકોલો રોસી ડી મોન્ટેલેરાએ જણાવ્યું હતું કે: “યુરોપિયન બુટિકના વ્યૂહાત્મક સંપાદન અને અમારી પોતાની ‘બર્ક્સ’ બ્રાન્ડેડ જ્વેલરીના ઓર્ગેનિક વિકાસને કારણે ગત વર્ષની સરખામણીએ અમારું રિટેલ પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. અમારું ધ્યાન બર્ક્સ બ્રાન્ડને વધુ નફાકારક બનાવવા પર છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કંપની પોતાના વિસ્તરણ તરફ આગળ વધી રહી છે અને ૨૦૨૬ ના ઉત્તરાધાર્ધ માં વાનકુવરના નવા વિકસિત ‘ઓકરીજ મોલ’ ખાતે એક નવો એક્સક્લુઝિવ “બર્ક્સ મોનો-બ્રાન્ડ સ્ટોર” ખોલવાની યોજના ધરાવે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















