60 Years of Botswana’s Leadership in the Diamond Industry - Building a New Global Identity
ચિત્ર : ડાયમંડ એમ્બેડેડ વર્લ્ડ એથ્લેટિક્સ રિલે મેડલ બોત્સ્વાનાના કુદરતી હીરાના ઉદ્ભવસ્થાન, સ્થાનિક સાહસ, સર્જનાત્મક ઉદ્યોગ અને રમતગમત રાજદ્વારીને જોડે છે. (સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

આફ્રિકન ખંડનો સૌથી મોટો હીરા ઉત્પાદક દેશ બોત્સ્વાના હવે રત્નકલા અને હીરા ઉદ્યોગમાં તેના પ્રભુત્વના 60 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યો છે.

આ ઐતિહાસિક અવસર પર બોત્સ્વાના સરકારે “60 યર્સ ઓફ ડાયમંડ લીડરશીપ” પહેલ શરૂ કરી છે. આ અભિયાન દ્વારા દેશ માત્ર હીરાના ખાણકામ પૂરતો સીમિત ન રહીને, તેને રમતગમત, પ્રવાસન અને સાંસ્કૃતિક વારસા સાથે જોડીને વૈશ્વિક સ્તરે પોતાની છાપ મજબૂત કરવા માંગે છે.

એથ્લેટિક્સમાં હીરાની ચમક : અનોખી પહેલ

આ ઉજવણીના ભાગરૂપે બોત્સ્વાના સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ‘વર્લ્ડ એથ્લેટિક્સ રિલે ગેબોરોન 2026′ માં વિજેતા ખેલાડીઓને જે મેડલ આપવામાં આવશે, તેમાં અસલી કુદરતી હીરા જડવામાં આવશે. રમતગમતના ઇતિહાસમાં આ એક દુર્લભ ઘટના હશે, જે બોત્સ્વાનાના હીરાને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ અને વૈશ્વિક મીડિયાના ધ્યાન પર લાવશે. આ પગલું રમતગમત અને લક્ઝરી ઉદ્યોગના સંગમ સમાન છે.

હાઉસ ઓફ બોત્સ્વાના : ઉદ્યોગ અને કલાનો સંગમ

આ પહેલ હેઠળ De Beers ગ્રુપ અને ડેબસ્વાના (Debswana) ડાયમંડ કંપની જેવી દિગ્ગજ સંસ્થાઓ ‘હાઉસ ઓફ બોત્સ્વાના’ પ્રોજેક્ટ હેઠળ એકસાથે આવી છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કાચા હીરાની નિકાસ કરવાને બદલે :

  • સ્થાનિક પોલિશિંગ : દેશમાં જ હીરાનું કટિંગ અને પોલિશિંગ વધારવું.
  • જ્વેલરી મેન્યુફેક્ચરિંગ : હીરાના દાગીના બનાવવાની કળા વિકસાવવી.
  • એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ : સ્થાનિક ઉદ્યોગસાહસિકોને હીરાના વેલ્યુ ચેઇનમાં સામેલ કરવા.

માત્ર ખાણકામ નહીં, હવે વેલ્યુ એડિશન પર ભાર

બોત્સ્વાનાના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, હવે અમારું ધ્યાન માત્ર જમીનમાંથી હીરા કાઢવા પર નથી, પરંતુ તે હીરા ક્યાંથી આવ્યા છે (Provenance) તેની ઓળખ પ્રસ્થાપિત કરવા અને તેના ડાઉનસ્ટ્રીમ ગ્રોથ (વેચાણ અને બ્રાન્ડિંગ) પર છે. આ વ્યૂહરચના દ્વારા દેશના નાગરિકોની હીરા ઉદ્યોગમાં ભાગીદારી વધશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.

આર્થિક અને સાંસ્કૃતિક પ્રભાવ

બોત્સ્વાનાનું અર્થતંત્ર દાયકાઓથી હીરા પર નિર્ભર રહ્યું છે, પરંતુ હવે તે હીરાને પ્રવાસન અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડી રહ્યું છે. હીરાના માધ્યમથી દેશની સંસ્કૃતિ અને વિકાસની ગાથા વિશ્વ સમક્ષ મૂકવા માટે આ 60 વર્ષની ઉજવણી એક શક્તિશાળી માધ્યમ બનશે. આ પગલાથી બોત્સ્વાના વૈશ્વિક હીરા બજારમાં રશિયા અને અન્ય હરીફો સામે પોતાની પોઝિશન વધુ મજબૂત બનાવશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant