પૂછતા નર પંડિત થાય…

તમારા વિશેની એવી કોઈ માહિતી કે બાબત છે જે સંસારમાં કોઈ જ ન જાણતું હોય, તમારી સિવાય? શા માટે તમે કોઈનેય તે બાબત જણાવી નથી?

DIAMOND-CITY-Adhi-Akshar--370-Kalpna-Gandhi
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

વ્યક્તિગત પ્રશ્નો

  1. ધારો કે તમારા માતાપિતાનું પહેલું કે છેલ્લું સંતાન તમે જ હોત તો ?
  2. તમારી સ્મૃતિમાં બાળપણની પહેલી ઘટના કઈ છે? એ શા માટે યાદ છે?
  3. બાળપણ વિશે વિચારતા ખુશી થાય કે ગમગીન થાઓ? કે અન્ય કંઈ?
  4. બાળપણમાં તમે કઈ-કઈ રમતો રમતા? યાદ છે? બાળપણની સૌથી પ્રિય યાદ કઈ છે? અને શા માટે? તેમાં કોણ-કોણ શામેલ છે?
  5. તમને સૌથી વધારે ખુશી શેનાથી મળે છે?
  6. ખુશી આપે તેવું બધુ કરવાનો અવસર અવાર-નવાર મળે છે કે?
  7. તમારી સૌથી દુ:ખદ મેમરી કઈ છે? તેમાંથી તમે શું શીખ્યા?
  8. તમારી લાઈફના ટર્નિંગ પોઈન્ટ ક્યા-ક્યા હતા અને છે?
  9. તમે સમયચક્ર ફેરવીને ભૂતકાળમાં જઈ શકતા હોય તો તમે ક્યાં જશો, કોની સાથે અને શું કરશો ત્યાં?
  10. એવું શું હતું જે મેળવવા તમે અથાક પ્રયાસ કરેલા?
  11. તમે ટાઈમ મશીન દ્વારા ભવિષ્ય-કાળમાં જઈ શકતા હોવ તો શું જાણવા ઈચ્છશો?
  12. તમારી સૌથી પ્રિય હોય એવી વ્યક્તિઓ કોણ-કોણ છે અને શા માટે ?
  13. તમે કોને ‘મિસ’ કરો છો? તે સ્થળ છે, વ્યક્તિ છે કે કોઈ સમયગાળો? અથવા અન્ય…
  14. તમે તમારી જાત પર ગૌરવ અનુભવી શકો તેવું કયું ડિસીઝન તમે લીધું હતું? કે લો છો?
  15. તમારી જિંદગીની સૌથી કપરી પરિસ્થિતિ તમે શેને ગણો છો?
  16. તમારો ખરાબમાં ખરાબ નિર્ણય ક્યો હતો? નુક્સાન શું થયું? પછી તમે શું-શું કર્યુ?
  17. તમને શારીરિક સમસ્યાઓ વધારે ચેલેંન્જીગ લાગે કે માનસિક કે આર્થિક, કે સામાજિક કે અન્ય?
  18. તમારે મિત્ર, સખા, ફ્રેન્ડ કે સહેલી જિગરી દોસ્ત કોઈ છે?
  19. તમારો ‘સુવર્ણ  કાળ’ ક્યો હતો કે આવશે? શા માટે?
  20. છેલ્લે તમે કોનું મૃત્યુ નજીકથી જોયેલું?
  21. આજ સુધીમાં તમે કોઈનેય આપી હોય એવી સૌથી યાદગાર ભેટ કઈ-કઈ છે?
  22. તમને એવી કોઈ ગિફ્ટ મળી છે, જે તમને અત્યંત પ્રિય હોય?
  23. તમારા ઘરનો ક્યો ખુણો તમને સૌથી વધારે ગમે છે? કારણો શું છે?
  24. તમારા વિશે તમારા લોકોએ કહેલી કઈ વાત તમારા હ્રદયને સ્પર્શી ગઈ? કોઈ કમેન્ટ જો યાદ હોય તો?
  25. તમને ફરીને બીજીવાર પરણવાનો અવસર મળે તો કોને પરણો? કે ન પરણો અથવા શું નિર્ણય લો?
  26. તમને ભૂતકાળની ત્રણ વ્યક્તિઓને મળવાનો અવસર મળે તો કોને-કોને મળો? શા માટે?
  27. તમને કોઈ ‘ફોબિયા’ છે? તમે તે દુર કરવા શું-શું કરો છો?
  28. તમને મળી સૌથી વધારે ખુશ કોણ થતું હોય છે?
  29. તમારા વિશેની એવી કોઈ માહિતી કે બાબત છે જે સંસારમાં કોઈ જ ન જાણતું હોય, તમારી સિવાય? શા માટે તમે કોઈનેય તે બાબત જણાવી નથી?
  30. તમે કોઈ ગંભીર અકસ્માત અથવા જાનહાનિ થતી સગી આંખે જોઈ છે?
  31. કદી એવું બન્યું છે કે કોઈ અકસ્માતમાંથી તમે મોતના દરવાજેથી પાછા આવ્યા હોય?
  32. તમારે મન ‘જિંદગી’ એટલે શું?
  33. તમારે મન ‘મૃત્યુ’ એટલે શું?
  34. તમારી એવી કઈ ખાસિયત, ગુણ, લક્ષણ, પ્રતિભા કે કોઈ બાબત છે જે તમને બીજાઓ કરતા જુદા પાડે છે?
  35. તમે પારકાના દુ:ખમાં કદી રડ્યા છો?
  36. એવો સમય ઉપસ્થિત થાય તો તમે તમારી માતૃભૂમિ માટે શું-શું કુરબાન કરી શકો?
  37. તમે ‘ધન-દૌલત’ પાછળ શેની-શેની અવગણના કરી છે? શા માટે?
  38. લગ્નજીવનમાં બનતી અવનવી ઘટનોથી દુ:ખી થાઓ કે પ્રભાવિત થાઓ છો? ઉદાહરણ આપી સમજાવી શકો?
  39. એક બૂક પર ટાઈટલ છે ‘સ્વામી વિવેકાનંદની આત્મકથા’ બીજી બૂક પર શીર્ષક છે- ‘એક વેશ્યાની આત્મકથા’ તમારી પાસે સમય સીમિત છે અને તમારે કોઈ એક પુસ્તક પસંદ કરવાનું છે, તમારી જાતને પૂછો કે હું ક્યું પુસ્તક પસંદ કરીશ? શા માટે?
  40. તમે ક્યારેય કોઈની આત્મકથા વાંચી છે? હા કે ના જે હોય તે એ બાબતને જણાવી શકો, કારણ સાથે?
  41. તમને ગુલાબના છોડ પર પહેલા ફૂલ દેખાય કે કાંટા? કારણ?
  42. એવી કોઈ કલા કે કારીગરાઈ છે જે ન શીખવાનો તમને અફસોસ રહી ગયો હોય.
  43. તમને કોઈ વાતનો વસવસો છે? કે એ કાર્ય તમે ન કરી શક્યા? કરી શકત તો જિંદગી કંઈક જુદી હોત.
  44. તમને તમારા પોતાના તહેવારો પ્રત્યે કેવી લાગણી છે? ઉજવવા ઉત્સુક રહો છો કે નહીં?
  45. બીજી સંસ્કૃતિના ભિન્ન-ભિન્ન તહેવારો વિશે તમારો અભિપ્રાય જણાવશો?
  46. કોઈ પૂછે કે એવું શક્ય છે કે કોઈ સંજોગોમાં તમે કોઈકનું મર્ડર કરી નાખો, તમારાથી એમ બને ખરું? તો તમે શું જવાબ આપશો અને શા માટે?
  47. પત્નિઓને અનુલક્ષીને થતી મજાકો અને જોક્સ વિશે તમારો મંતવ્ય શું છે? સ્ત્રી-પર ટૂચકા તમને કેવા લાગે?
  48. તમે સ્ત્રી હોય તો? (પુરુષ માટે પ્રશ્ન) તમે પુરુષ હોય તો? (સ્ત્રી માટે પ્રશ્ન)
  49. તમે વિપરીત કે અન્ય ધર્મો તથા તેના અનુયાયીને કઈ નજરે જુઓ છો?
  50. તમે વિપરીત આકર્ષણ વિશે શું માનો છો?

વિસામો

“અપને સે કરેંગે સવાલ જવાબ હમ લિખેંગે

કોઇ ક્યા માંગેગા હિસાબ કિતાબ હમ લિખેંગે…”


Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram

Join our Telegram Channel to get Latest News

લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant