ટ્રેસર અને સરીને સંયુક્તપણે ડાયમંડ ટ્રેસિબિલિટી સોલ્યુશન વિકસાવ્યું

ટ્રેસેબિલિટી આધારિત વેરિફિકેશન અને સર્ટિફિકેશન મિકેનિઝમ દ્વારા તે આગળ ધપાવવામાં આવશે પરંતુ કઈ ટેક્નોલોજી અપનાવવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી

Tracr and Sarine jointly developed diamond traceability solution
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હીરાના મૂળને જાણવા માટે ટ્રેસર (Tracr) એન્ડ સરીને સંયુક્તપણે ડાયમંડ ટ્રેસેબિલિટી સોલ્યુશન વિકસાવ્યું છે. આ ટેક્નોલોજી તૈયાર છે. હવે જી-7ની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

ડી બિયર્સની માલિકીની કંપની ટ્રેસર બ્લોકચેન પર રફ હીરાની નોંધણી કરશે. ઇઝરાયલ ડાયમંડ ટેક કંપની સરીન તેના મૂળની ચકાસણી કરશે.

યુરોપિયન યુનિયન દેશોએ 0.5 કેરેટથી વધુ વજન ધરાવતા રશિયન મૂળના હીરા પર પ્રતિબંધ મૂક્યો છે. તા. 1 સપ્ટેમ્બરથી ટ્રેસેબિલિટી આધારિત વેરિફિકેશન અને સર્ટિફિકેશન મિકેનિઝમ દ્વારા તે આગળ ધપાવવામાં આવશે પરંતુ કઈ ટેક્નોલોજી અપનાવવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.

ડી બિયર્સ કહે છે કે, તે જી7 સંગઠનના અધિકારીઓને ઉપલબ્ધ હીરા પરની માહિતીની ડિજિટલી ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.

ડી બિયર્સ ગ્રુપના સીઈઓ અલ કૂકે કહ્યું કે, અમે અમારી ટ્રેસેબિલિટી સિસ્ટમના વિકાસને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. જેથી અમારા ગ્રાહકો તેઓ જે હીરા ખરીદે છે તેના મૂળ સ્ત્રોત અંગે જાણી શકે. તેઓનો વિશ્વાસ અમારી પ્રાથમિકતા છે.

સરીન ગ્રુપના સીઈઓ ડેવિડ બ્લોકે કહ્યું કે, અમે ટ્રેસર સાથેના વધતાં સહયોગથી રોમાંચિત છીએ. જે વેપાર અવરોધોને ઘટાડીને ઉચ્ચ સ્તરની વિશ્વસનીયતા સાથે મોટા પાયે હીરાને ટ્રેક કરવાની ક્ષમતાને વેગ આપશે. આ જી7ના લાંબા ગાળાના લક્ષ્યોને અનુકૂળ છે. વૈવિધ્યસભર સપ્લાય ચેઈનને પ્રોત્સાહન આપશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant