ટાઇટન કંપનીનું જ્વેલરી ડિવિઝન, જેમાં તનિષ્ક, મિયા, ઝોયા (જે સામૂહિક રીતે TMZ તરીકે ઓળખાય છે), અને કેરેટલેનનો સમાવેશ થાય છે, તેણે સોનાના ભાવમાં વધઘટ અને સાવચેત ગ્રાહક ભાવના હોવા છતા નાણાકીય વર્ષ 26ના પહેલા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 18% વૃદ્ધિ નોંધાવી.
આ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતમાં જ્વેલરી ડિવિઝને 19 નવા સ્ટોર્સ ઉમેર્યા – 3 તનિષ્ક, 7 મિયા અને 9 કેરેટલેન – આ સાથે કૂલ જ્વેલરી સ્ટોર્સની સંખ્યા 1,086 થઈ ગઈ.
અક્ષય તૃતીયાના સમયગાળા દરમિયાન વેચાણમાં મજબૂત વધારો જોવા મળ્યો, પરંતુ મે થી જૂનના મધ્ય સુધી સોનાના ભાવમાં વધારો થવાને કારણે ખરીદીમાં ઘટાડો થયો. ગ્રાહકોની પસંદગી હળવા અને નીચા કેરેટની જ્વેલરી તરફ વળી. જ્યારે Mid-teensમાં સાદા સોનાનું સેગમેન્ટ વધ્યું અને સિક્કાનું વેચાણ મજબૂત રહ્યું, ત્યારે સ્ટડેડ જ્વેલરી સેગમેન્ટમાં શરૂઆતના બે આંકડામાં વધારો થયો. (વ્યવસાય અથવા નાણાકીય સંદર્ભમાં, “Mid-teens” 14% અને 16% ની વચ્ચેની ટકાવારી શ્રેણીનો ઉલ્લેખ કરવામાં આવે છે.)
TMZ અને કેરેટલેન માટે ગયા વર્ષની સરખામણીમાં ખરીદદાર વૃદ્ધિ સ્થિર રહી, પરંતુ બંને ફોર્મેટમાં સમાન વેચાણમાં બે આંકડામાં વધારો થયો, જે વૉલ્યુમ કરતાં ઊંચા દરોને કારણે થયો હતો.
કેરેટલેન વાર્ષિક ધોરણે 38% આવક વૃદ્ધિ સાથે દેખાવ કર્યો, ટાઇટનના છત્ર હેઠળ મુખ્ય ડિજિટલ-પ્રથમ જ્વેલરી બ્રાન્ડ તરીકે તેના પ્રગતિના માર્ગને ચાલુ રાખ્યો હતો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















