DIAMOND CITY NEWS, SURAT
વિશ્વના પ્રતિષ્ઠિત હરાજી ઘર ક્રિસ્ટીઝ (Christie’s) દ્વારા આગામી 9 થી 19 માર્ચ, 2026 દરમિયાન ‘જ્વેલ્સ ઓનલાઇન’ સેલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ હરાજીમાં વિશ્વભરના કલેક્ટર્સની નજર ટિફની એન્ડ કંપની (Tiffany & Co.) ની એક ભવ્ય રિંગ પર છે, જેમાં 10.02 કેરેટનો હીરો જડેલો છે. આ એક હીરો જ અંદાજે $7,00,000 (આશરે ₹5.80 કરોડથી વધુ) ઉપજાવે તેવી શક્યતા છે.
10.02 કેરેટ ટિફની ડાયમંડ રિંગ: એમરાલ્ડ-કટ, D-કલર અને ઇન્ટરનલી ફ્લોલેસ (IF) ગુણવત્તા ધરાવતો આ Type IIa હીરો હરાજીનું મુખ્ય આકર્ષણ છે. (અંદાજિત કિંમત: $5,00,000 થી $7,00,000)
દુર્લભ ગુણવત્તા અને જાજરમાન સંગ્રહ
આ હરાજીની ખાસિયત એ છે કે તેમાં માત્ર હીરા જ નહીં, પરંતુ ઈતિહાસ પણ જોડાયેલો છે. આ સેલમાં હોલીવુડની સુપ્રસિદ્ધ અભિનેત્રી એલિઝાબેથ ટેલર અને યુવોન કાલ્મેનના ખાનગી સંગ્રહના ઘરેણાં પણ મુકવામાં આવ્યા છે.
કુલ 156 જેટલી કિંમતી વસ્તુઓમાં કાર્ટિયર, ડેવિડ વેબ અને વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સના બેનમૂન નમૂનાઓ જોવા મળશે.
હરાજીની ટોચની કિંમતી વસ્તુઓની યાદી :
- ડાયમંડ સ્ટડ ઇયરિંગ્સ (બુટ્ટી): જેમાં બે રાઉન્ડ બ્રિલિયન્ટ-કટ હીરા છે (5.13 કેરેટ અને 5.04 કેરેટ). બંને હીરા શ્રેષ્ઠ D-કલર શ્રેણીના છે. (અંદાજિત કિંમત: $3,00,000 થી $5,00,000)
- માર્કિઝ કટ ડાયમંડ રિંગ: આ રિંગમાં 8.85 કેરેટનો D-કલર, ઇન્ટરનલી ફ્લોલેસ હીરો જડેલો છે. (અંદાજિત કિંમત: $3,00,000 થી $5,00,000)
- ડાયમંડ રિવિયર નેકલેસ: આ ભવ્ય હારમાં કુલ 73 એમરાલ્ડ-કટ હીરા છે, જેનું કુલ વજન 86.58 કેરેટ થાય છે. (અંદાજિત કિંમત: $2,00,000 થી $4,00,000)
- 10.03 કેરેટ રાઉન્ડ ડાયમંડ રિંગ: આ મુખ્ય હીરાની આસપાસ બેન્ડ પર બીજા નાના 98 હીરા જડેલા છે. (અંદાજિત કિંમત: $2,50,000 થી $3,50,000)
- 5.01 કેરેટ ડાયમંડ ઇયરિંગ્સ: આ જોડીમાં બે મોટા રાઉન્ડ હીરા છે, જેમાંથી એક D અને બીજો E કલરનો છે. (અંદાજિત કિંમત: $2,40,000 થી $3,50,000)
- 6.03 કેરેટ ટિફની એમરાલ્ડ-કટ રિંગ: G કલરનો આ હીરો આકર્ષક ડિઝાઈનથી ઘેરાયેલો છે. (અંદાજિત કિંમત: $1,20,000 થી $1,80,000)
- કાશ્મીરી સેફાયર (નીલમ) રિંગ: 4.74 કેરેટનો દુર્લભ કાશ્મીરી નીલમ જે તેની ઘેરી વાદળી રંગત માટે જાણીતો છે. (અંદાજિત કિંમત: $1,20,000 થી $1,80,000)
- સ્ક્વેર એમરાલ્ડ-કટ ઇયરિંગ્સ: જેમાં 6.04 અને 6.01 કેરેટના બે મોટા ચોરસ હીરા છે. (અંદાજિત કિંમત: $1,20,000 થી $1,80,000)
- ડાયમંડ બ્રેસલેટ: આ બ્રેસલેટમાં 1.01 થી 1.06 કેરેટના કુલ 30 ચોરસ એમરાલ્ડ-કટ હીરા લાઈનબદ્ધ જડેલા છે. (અંદાજિત કિંમત: $1,00,000 થી $1,50,000)
બજારનો ટ્રેન્ડ :
ક્રિસ્ટીઝની આ હરાજી દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે હજુ પણ ‘નેચરલ ડાયમંડ’ અને ખાસ કરીને ઇતિહાસ ધરાવતા ઘરેણાંઓની માંગ ખૂબ ઊંચી છે. રોકાણકારો પણ આવા દુર્લભ હીરાને સંપત્તિ તરીકે જોતા હોવાથી હરાજીમાં મોટી બોલીઓ લાગવાની પૂરી સંભાવના છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





























