DIAMOND CITY NEWS, SURAT
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) એ ભારતમાં નવું અભિયાન “ધ મોમેન્ટ ઈઝ ગોલ્ડ” શરૂ કર્યું છે, જે ખાસ કરીને યુવા પેઢી – Gen Z અને Millennials – સાથે જોડાવા માટે બનાવાયું છે.
સામાન્ય રીતે સોનાના દાગીના લગ્ન અને તહેવારો સાથે જોડાયેલા હોય છે, પરંતુ આ અભિયાન દ્વારા સોનાને રોજિંદા જીવનની ક્ષણો અને વ્યક્તિગત સિદ્ધિઓ સાથે જોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. વિચાર એ છે કે યુવાનો સોનાને માત્ર પરંપરા તરીકે નહીં, પરંતુ પોતાની અભિવ્યક્તિ અને નાના-મોટા પ્રસંગોમાં ખાસ સ્થાન આપીને અપનાવે.
ડબલ્યુજીસી ઈન્ડિયાની હેડ ઑફ માર્કેટિંગ અર્થી સક્સેના કહે છે : “આ અભિયાનનો હેતુ યુવાનો માટે સોનાને એક નવી સોશિયલ કરન્સી તરીકે રજૂ કરવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ પોતાના ‘ગોલ્ડ મોમેન્ટ્સ’ – નાની સિદ્ધિઓ, ખાસ પળો, સંબંધોની હૂંફ – સોનાની સુંદરતા અને મૂલ્ય સાથે ઉજવે.”
આ અભિયાન GJEPC ઈન્ડિયાના સહયોગથી બનાવાયું છે અને BBDO ઈન્ડિયાએ કોન્સેપ્ચ્યુઅલાઈઝ કર્યું છે. અભિયાનની એક ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે એક યુવાન સંગીત કાર્યક્રમમાં પોતાની ગર્લફ્રેન્ડને ભીડમાં ઓળખે છે, કારણ કે તેણીએ સોનાના દાગીના પહેર્યા છે – જે સોનાની વ્યક્તિગતતા અને લાગણીસભર સ્પર્શને દર્શાવે છે.
BBDO ઈન્ડિયાના ચેરમેન જોશી પોલ કહે છે : “પેઢીઓથી સોનાને જીવનના મોટા પ્રસંગો સાથે જોડવામાં આવ્યું છે. હવે અમે તેને બદલાવીને રોજીંદી ક્ષણોમાં મહત્વ આપવા માંગીએ છીએ – જેથી સોનું માત્ર મોટી પરંપરાગત ઘટનાઓ માટે નહીં, પણ રોજીંદી ખાસ પળો માટે પણ યોગ્ય લાગે.”
આ અભિયાન ટેલિવિઝન, ડિજિટલ, OTT, CTV, સોશિયલ મીડિયા અને પ્રિન્ટ જેવા વિવિધ માધ્યમો પર રજૂ થશે. ફિલ્મનું દિગ્દર્શન અન્વિતા દત્તે કર્યું છે અને ગુડ મોર્નિંગ ફિલ્મ્સના તવિશી ગાવ્રીએ તેને પ્રોડ્યુસ કર્યું છે. પ્રિન્ટ અભિયાન માટે ફોટોગ્રાફી રિડ બર્મને કરી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















