Tanishq to accelerate north american growth with 15 plus new stores
ફોટો : ન્યૂ જર્સીમાં નવો તનિષ્ક સ્ટોર. (સૌજન્ય : ટાઇટન કંપની)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ટાઇટનની માલિકીની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક ઉત્તર અમેરિકામાં મોટા પાયે વિસ્તરણની યોજના ધરાવે છે, જેનું લક્ષ્ય વિશાળ ભારતીય ડાયસ્પોરા માર્કેટ અને સ્થાનિક યુ.એસ. ગ્રાહકોને આકર્ષવાનું છે. 

કંપની આગામી 12 થી 18 મહિનામાં યુ.એસ.માં 15થી વધુ નવા સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે, એમ ટાઇટનના ઉત્તર અમેરિકાના બિઝનેસ હેડ અમૃત પાલ સિંહે તાજેતરમાં જણાવ્યું હતું.

આ પગલું આગામી થોડા વર્ષોમાં વધુ વ્યાપક વિસ્તરણની શરૂઆત છે, જેમાં આગામી વર્ષ સુધીમાં કેનેડિયન માર્કેટમાં પ્રવેશનો સમાવેશ થાય છે. ટાઇટને 2022ના અંતમાં યુ.એસ.માં તનિષ્કની શરૂઆત પાયલટ પ્રોજેક્ટ તરીકે કરી હતી અને ત્યારથી ન્યૂ જર્સી, ઇલિનોઇસ, કેલિફોર્નિયા અને ટેક્સાસ સહિત સાત સ્થળોએ સ્ટોર્સ ખોલ્યા છે.

સિંહે જણાવ્યું કે, “છેલ્લા અઢી વર્ષમાં, ગ્રાહકો તરફથી મળેલા પ્રતિસાદથી અમે અભિભૂત થયા છીએ, જે બ્રાન્ડના ઝડપી વિસ્તરણ અને યુ.એસ. માર્કેટમાં વૃદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે. અમે લોન્ચિંગથી જ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છીએ અને અમે આ માર્કેટમાં ટૂંકા ગાળામાં ભારતીય ડાયસ્પોરા અને મધ્યમ ગાળામાં વિશાળ અમેરિકન ગ્રાહકોને લક્ષ્યમાં રાખીને પ્રવેશ અંગે ખૂબ આશાવાદી છીએ.”

કંપની હાલમાં વિસ્તરણ માટે બે-તબક્કાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. તેનો પ્રથમ ઉદ્દેશ 50 લાખથી વધુ ભારતીય ડાયસ્પોરા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જેઓ સોનાના દાગીનાને તેમની સાંસ્કૃતિક ઓળખના ભાગરૂપે જુએ છે અને જ્યાં પ્રવાસીઓની સંખ્યા વધુ છે તેવા વિસ્તારોમાં સ્ટોર્સ ખોલવાનો છે. તે પછી યુ.એસ.માં જન્મેલાં અને ઉછરેલા પ્રથમ પેઢીના ભારતીય ગ્રાહકોનો સેગમેન્ટ છે. સિંહનું માનવું છે કે આ સેગમેન્ટ સામાન્ય યુ.એસ. માર્કેટમાં પ્રવેશ માટે એક પુલનું કામ કરશે.

“તેઓ એટલા જ અમેરિકન છે જેટલા ભારતીય,” તેમણે સમજાવ્યું. “તેઓ પરંપરાગત ડિઝાઈનની સાથે આધુનિક ડિઝાઈન માટે પણ ખુલ્લા છે. અમે આ પેઢીના ભારતીયોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેઓ અમારા માટે વિશાળ અમેરિકન ગ્રાહકો સુધી પહોંચવાનો એક માર્ગ છે.” 

અત્યાર સુધી, તનિષ્કે યુ.એસ. માર્કેટમાં ફક્ત હાઈ-સ્ટ્રીટ સ્થળોએ સ્વતંત્ર સ્ટોર્સ ખોલ્યા છે, જેમાં 4,000 થી 5,000 દાગીનાના ટુકડાઓનું પ્રદર્શન થાય છે. જોકે, તે નવા મોડલ્સનું મૂલ્યાંકન પણ કરી રહી છે અને ટૂંક સમયમાં ફ્લોરિડામાં પ્રથમ મોલ સ્ટોર ખોલશે.

યુ.એસ. માર્કેટમાં સક્રિય હોવાના સમયગાળામાં, કંપનીએ તેના હીરાના દાગીનાની માંગ પર કોઈ અસર જોઈ નથી, જે ગ્રાહકોમાં લોકપ્રિય સાબિત થયા છે, એમ સિંહે જણાવ્યું. ટાઇટન કુદરતી હીરા પર અડગ રહ્યું છે, નોંધ્યું છે કે ભારતીય માર્કેટમાં લેબગ્રોન હીરા પ્રત્યે બહુ રસ નથી. જોકે, યુ.એસ. માર્કેટ કૃત્રિમ હીરા માટે વધુ ખુલ્લું હોવા છતાં, સિંહે જણાવ્યું કે જ્વેલરનો ઉત્તર અમેરિકામાં તેને સામેલ કરવાનો કોઈ ઇરાદો નથી. 

“યુ.એસ. માર્કેટમાં પણ, તનિષ્ક ફક્ત કુદરતી હીરા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને અમારો લેબગ્રોન હીરાના ક્ષેત્રમાં પ્રવેશવાનો કોઈ પ્લાન નથી,” તેમણે ઉમેર્યું. “અમે એક લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ છીએ, અને અમને લાગે છે કે કુદરતી હીરા, તેમની દુર્લભતા અને કાલાતીતતા સાથે, બ્રાન્ડ માટે યોગ્ય છે. અમે કુદરતી હીરા પર ધ્યાન કેન્દ્રિત રહીએ છીએ, અને અમને તેમાં કોઈ ફેરફારની આગાહી નથી.”


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant