Surat’s Diamond Hospital Celebrates Harsh Sanghvi’s Birthday with a Unique Service Initiative
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ગુજરાતના લોકલાડીલા ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના ૪૧માં જન્મદિવસે સુરતની ડાયમંડ હોસ્પિટલે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ) દ્વારા આ દિવસે અનેક રાહતલક્ષી તબીબી સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.

સેવાકીય પ્રવૃત્તિઓના મુખ્ય અંશ :

જન્મદિવસની આ અનોખી ઉજવણી અંતર્ગત હોસ્પિટલ દ્વારા વિવિધ વિભાગોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો :

  • ફ્રી OPD : હોસ્પિટલના તમામ વિભાગોમાં નિઃશુલ્ક OPD રાખવામાં આવી હતી, જેમાં ૯૫૦થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી.
  • મફત ડિલિવરી : આ ખાસ દિવસે હોસ્પિટલમાં ૦૭ બાળકોનો જન્મ થયો હતો, જે તમામ ડિલિવરી તદ્દન મફત કરી આપવામાં આવી હતી.
  • નેત્રયજ્ઞ : આંખના વિભાગમાં ૩૦ દર્દીઓના મફત મોતિયાના ઓપરેશન કરી તેમને દ્રષ્ટિની ભેટ આપવામાં આવી હતી.
  • બ્લડ ડોનેશન કેમ્પ : પાટીદાર સેવા સંઘના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૪૦૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

ગૃહમંત્રીએ દર્દીઓની મુલાકાત લીધી

પોતાના જન્મદિવસે શ્રી હર્ષભાઈ સંઘવીએ હોસ્પિટલની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના હાલ-ચાલ પૂછ્યા હતા અને તેમને ફળોનું વિતરણ કર્યું હતું. આ તકે દર્દીઓએ પણ મંત્રીશ્રીને આશીર્વાદ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓ માટે મોં મીઠું કરાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

અગ્રણીઓની ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં હોસ્પિટલના ચેરમેન શ્રી સી.પી. વાનાણી, વાઈસ ચેરમેન શ્રી માવજીભાઈ માવાણી, કેશુભાઈ ગોટી, મંત્રી શ્રી દિનેશભાઈ નાવડિયા, ખજાનચી શ્રી નાનુભાઈ વેકરિયા સહિત સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂટ અને અન્ય ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોએ હર્ષભાઈને શુભકામનાઓ પાઠવી તેમની જનસેવાની ભાવનાને બિરદાવી હતી.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant