Surat diamond association organizes magnificent carats exhibition-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

સુરતના સમગ્ર હીરાઉદ્યોગના એક આદર્શ સંગઠન તેમજ સમયાંતરે ઉદ્યોગના અનેકવિધ ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નશીલ સુરત ડાયમંડ ઍસોસિયેશન (SDA) વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડે છે.

Surat diamond association organizes magnificent carats exhibition-2

સુરત ડાયમંડ ઍસોસિયેશન સુરતના હીરાઉદ્યોગની પ્રગતિ માટે હંમેશા કાર્યરત રહ્યું છે. આ એસો. દર વર્ષે હીરા તેમજ હીરા સાથે જોડાયેલી વિવિધ ટેક્નોલૉજી માટે ‘કેરેટ્સ’ એક્ઝિબિશનનું આયોજન કરે છે. આ વર્ષે આ છઠ્ઠા એક્સપોનું આયોજન અવધ યુટોપિયા ખાતે તારીખ 11-12-13 જુલાઇના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયું.

Surat diamond association organizes magnificent carats exhibition-3

આ ટ્રેડફેરમાં કૂલ 73 જેટલા સ્ટૉલ હતા. જેમાં હીરાના વેપારીઓ, ઝવેરીઓ તેમજ વિવિધ મશીનરીના વેપારીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. દેશ-વિદેશના બાયરોએ આ ટ્રેડફરની મુલાકાત લીધી હતી અને તમામ સ્ટૉલ ધારકોને ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.

Surat diamond association organizes magnificent carats exhibition-3

આ ટ્રેડફેરના ઉદ્દઘાટન પ્રસંગે રાજ્યસભાના સાંસદ તેમજ સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન શ્રી ગોવિંદભાઇ ધોળકિયા એ કહ્યું હતું કે, સુરત ડાયમંડ એસો.નો ઇતિહાસ ગૌરવભર્યો રહ્યો છે. ૩૭ વર્ષોથી ચાલતી આ સંસ્થા હંમેશા નિર્વિવાદ રહી છે. હંમેશા સકારાત્મક કાર્યો કરીને તેમજ ઉદ્યોગના વેપારીઓને સહયોગ આપીને આ સંસ્થા એ ખૂબ જ આવકારદાયક સ્થાન મેળવ્યું છે.

સુરતના માનનીય મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ એક સુંદર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દુબઈમાં શોપિંગ ફૅસ્ટિવલ યોજાય છે જે વિશ્વભરમાં વખણાય છે. આપણે પણ અહીંયાં આવા ફૅસ્ટિવલનું આયોજન કરવું જોઈએ. જે ૧૦ થી ૧૫ દિવસનો હોય કે જેમાં વિવિધ ઉદ્યોગો ભાગ લઈ શકે. આ ફૅસ્ટિવલ સુરત મહાનગરપાલિકા, ચૅમ્બર ઓફ કોમર્સ તેમજ અન્ય સહયોગી સંસ્થાઓ સાથે મળીને કરી શકે, જેથી સુરતને એક આગવી ઓળખ મળી શકે. તેમના આ પ્રસ્તાવને સૌએ ધ્યાનમાં લીધો હતો.

સુરત ડાયમંડ ઍસોસિયેશનના પ્રમુખશ્રી જગદીશભાઈ ખૂંટ તેમજ તમામ હોદ્દેદારો, ટ્રેડફેરના કમિટી મેમ્બરો સૌએ ખૂબ સારું સંકલન કર્યું હતું. સ્ટૉલ ધારકો તેમજ વિઝિટર્સને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સૌ ઉભેપગે રહ્યાં હતાં. સૌએ હીરાઉદ્યોગના ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

કેરેટ્સ એક્ઝિબિશનમાં ભાગ લેનાર સ્ટૉલ ધારકો

  • Surat diamond association organizes magnificent carats exhibition-5
  • Surat diamond association organizes magnificent carats exhibition-6
  • Surat diamond association organizes magnificent carats exhibition-7
  • Surat diamond association organizes magnificent carats exhibition-8

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant