જ્વેલરીનું વેચાણ વધતા રિચમોન્ટની આવક 15.81 બિલિયન ડોલર થઈ

યુરોપમાં મંદી છતાં રિચમોન્ટ કંપનીની આવકમાં વધારો, ચીન, હોંગકોંગ અને અમેરિકામાં ડિમાન્ડ વધી તેનો ફાયદો મળ્યો

Richmonts revenue rose to $15.81 billion as jewellery sales increased
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ચીન, હોંગકોંગ અને અમેરિકામાં ડિમાન્ડ વધવાના કારણે રિચમોન્ટ કંપનીની જ્વેલરીના વેચાણમાં વધારો થવા સાથે ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની જ્વેલરી બ્રાન્ડની આવકમાં વધારો જોવા મળ્યો હતો.

કાર્ટિયર, વેન ક્લીફ એન્ડ અર્પેલ્સ તેમજ બુશેટીએ ત્રણ મહિના દરમિયાન વાર્ષિક 6 ટકાના દરે 4.31 બિલિયન ડોલરની આવક મેળવી હતી. 31 ડિસેમ્બરે પૂરા થતા ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં સ્વિસ લક્ઝરી ગ્રુપે સારી પ્રગતિ નોંધાવી હતી. યુરોપમાં મંદી હોવા છતાં આવકમાં વધારો થયો હોવાનું કંપનીએ નોંધ્યું હતું. યુરોપ હાલ ટુરીસ્ટના ખર્ચમાં ઘટાડાની સમસ્યાથી પીડાય છે. જોકે, અમેરિકામાં ડોમેસ્ટિક સેલ્સમાં સુધારો તેમજ હોંગકોંગ અને ચીનમાં ટુરીસ્ટના પુનરાગમનથી તે નબળાઈની ભરપાઈ થઈ ગઈ છે એમ રિચમોન્ટ કંપનીએ જાહેર કર્યું હતું.

ત્રીજા ક્વાર્ટર દરમિયાન રિચમોન્ટમાં જ્વેલરીનું સૌથી વધુ વેચાણ રહ્યું હતું. જેમાં યુરોપને બાદ કરતા તમામ પ્રદેશોમાં વધારો જોવા મળ્યો હતો. જ્વેલરીમાંથી થતી આવક અન્ય કેટેગરીના નબળા સેલ્સને કવર કરી લે છે.

કંપનીએ નોંધ્યું હતું કે, હોલસેલ વેચાણ પાછલા વર્ષના સમાન સમયગાળા કરતા 4 ટકા વધારે રહ્યું હતું, જે જ્વેલરી મેઈસન્સમાં મજબૂત વેચાણ દ્વારા ટકાવી રાખવામાં આવ્યું હતું, જે બાકીના જૂથમાં નરમ કામગીરીને સરભર કરતા વધુ છે.

વોચ મેન્યુફેક્ચરર એક્સપર્ટનું વેચાણ જેમાં આઈડબ્લ્યુસી શેફહુસેન, પિગેટ અને વેક્રોન કોન્સ્ટીનનો સમાવેશ થાય છે. તેમાં વાર્ષિક 1 ટકાના દરનો ઘટાડો જોવા મળ્યો હતો. વેચાણ ઘટીને 1.02 બિલિયન ડોલર રહ્યું હતું. કારણ કે કંપનીની ઘડિયાળની ઘણી બ્રાન્ડ્સના રિટેલ વૃદ્ધિએ જથ્થાબંધ વેચાણ કરતા બમણો દેખાવ કર્યો હતો.

આ ગ્રુપની આવક જ્વેલરી, ફેશન, એસેસરીઝ અને ટાઈમપીસમાં મુખ્યત્વે રહી હતી, તેમાં વાર્ષિક 4 ટકાના દરે વધારો થઈ 6.09 બિલિયન ડોલર થઈ છે.

એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનામાં જ્વેલરીનું વેચાણ 8 ટકા વધીને 11.88 બિલિયન ડોલર થયું હતું અને એક્સપર્ટ જ્વેલરી ઉત્પાદકો ખાતે 2 ટકા ઘટીને 3.19 બિલિયન ડોલર થયું હતું. આ સમયગાળા માટે ગ્રુપનું કુલ વેચાણ 5 ટકા વધીને 15.81 બિલિયન ડોલર રહ્યું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant