DIAMOND CITY NEWS, SURAT
રશિયામાં વેચાતી દર પાંચમાંથી એક જ્વેલરી, એટલે કે લગભગ 15% થી 20% જ્વેલરી નકલી હોવાનો ચોંકાવનારો ખુલાસો ઇઝવેસ્ટિયા દ્વારા ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સના હવાલે કરવામાં આવ્યો છે.
નકલી જ્વેલરીનું વાર્ષિક ટર્નઓવર 56 બિલિયન રૂબલ્સનું હોવાનો અંદાજ છે, જેમાંથી 42 બિલિયન રૂબલ્સની કોસ્ચ્યુમ જ્વેલરી હાઇ-એન્ડ જ્વેલરી તરીકે વેચાય છે. રશિયન જ્વેલરી માર્કેટનું કુલ ટર્નઓવર 281 બિલિયન રૂબલ્સનું છે, જે આ સમસ્યાની ગંભીરતાને દર્શાવે છે.
પ્રેસિડેન્શિયલ એકેડેમીના વ્યાચેસ્લાવ મિશ્ચેન્કોના જણાવ્યા અનુસાર, “ગ્રાહકો માટે સૌથી મોટું રિસ્ક ફાઇનાન્શિયલ લોસ છે. લોકો ગોલ્ડ-પ્લેટેડ આઇટમ્સને ખરું ગોલ્ડ સમજીને વધુ પેમેન્ટ કરે છે અથવા 585 એસે માર્કની જ્વેલરીની જગ્યાએ 375 એસે માર્કની જ્વેલરી ખરીદી લે છે.” તેમણે વધુમાં કહ્યું, “બીજી મોટી સમસ્યા એ છે કે સિન્થેટિક સ્ટોન્સને નેચરલ સ્ટોન્સ તરીકે વેચવામાં આવે છે, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે.”
આ સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે, રશિયન ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ જ્વેલરી સ્ટોર્સ માટે નવી રિક્વાયરમેન્ટ્સનો ડ્રાફ્ટ રિઝોલ્યુશન તૈયાર કર્યો છે. આ અનુસાર, જ્વેલરી સ્ટોર્સે ગ્રાહકો માટે પ્રિન્ટેડ “કન્ઝ્યુમર ઇન્ફોર્મેશન શીટ” ડિસ્પ્લે કરવી ફરજિયાત રહેશે, જેમાં જ્વેલરીની તપાસ કેવી રીતે કરવી તેની ડિટેલ્સ હશે.
આ ઉપરાંત, દરેક પ્રોડક્ટ કાર્ડમાં સ્ટેટ-રન GIIS DMDK સિસ્ટમમાં આઇટમનો રજિસ્ટ્રેશન નંબર અને ઓફિશિયલ રજિસ્ટ્રી સાથે લિંક થતો સ્પેશિયલ ટુ-ડાયમેન્શનલ કોડ દર્શાવવો પડશે. આ પગલાં ગ્રાહકોને નકલી જ્વેલરીથી બચાવવા અને માર્કેટમાં ટ્રાન્સપરન્સી વધારવા માટે લેવામાં આવ્યા છે.
રશિયન ફાઇનાન્સ મિનિસ્ટ્રીના આ પગલાં ગેરકાયદેસર ટ્રેડ અને નકલી પ્રોડક્ટ્સના વેચાણને રોકવા માટેના વ્યાપક ઇફોર્ટ્સનો ભાગ છે. નકલી જ્વેલરીના વેચાણથી ગ્રાહકોને થતો ફાઇનાન્શિયલ લોસ અને ઇન્ડસ્ટ્રીની રિપ્યુટેશનને થતું નુકસાન ઘટાડવા આ નિયમો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત, 2021માં અનઓથોરાઇઝ્ડ રિફાઇનિંગ માટે ક્રિમિનલ લાયબિલિટીને સ્ટ્રિક્ટ કરવા બિલ રજૂ થયું હતું, જે 2023માં ફર્સ્ટ રીડિંગમાં પાસ થયું હતું અને હવે સેકન્ડ રીડિંગ માટે તૈયાર છે. આ તમામ પગલાં રશિયન જ્વેલરી અને પ્રિસિયસ મેટલ્સ માર્કેટને વધુ ટ્રાન્સપરન્ટ અને રેગ્યુલેટેડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















