Registration Opens for International Jewellery Tokyo 2026 in Tokyo
(સૌજન્ય : Professional Jeweller)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ઇન્ટરનેશનલ જ્વેલરી ટોક્યો (IJT) 2026 માટે હવે મુલાકાતીઓનું રજીસ્ટ્રેશન ખુલ્લું મુકાયું છે. જાપાનનો આ સૌથી મોટો જ્વેલરી શો 14થી 17 જાન્યુઆરી, 2026 દરમિયાન ટોક્યો બિગ સાઇટ ખાતે યોજાશે. અહીં ડાયમંડ જ્વેલરી, રત્નજડિત જ્વેલરી, મોતી, સોનું, ચાંદી અને લૂઝ સ્ટોન્સ જેવા વિવિધ પ્રોડક્ટ્સનો મોટો કલેકશન જોવા મળશે.

આ વર્ષે 620થી વધુ કંપનીઓ પોતાની જ્વેલરી પ્રદર્શિત કરશે અને અંદાજે 22,000 લોકો મુલાકાત લેશે. વેપારીઓ માટે આ શો નવા સપ્લાયર્સ શોધવા, નવા પ્રોડક્ટ્સ જોવા અને બિઝનેસ માટે નવા સંપર્કો બનાવવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.

ગયા વર્ષની સફળતા બાદ આ IJT 2026 ઇવેન્ટ 37મી આવૃત્તિ તરીકે યોજાઈ રહી છે. સાથે સાથે મે મહિનામાં જ્વેલરી કોબે (IJK) અને ઑક્ટોબરમાં IJT Autumn પણ યોજાશે, જેથી વર્ષભર જ્વેલરી ઉદ્યોગને યોગ્ય સમય પર વ્યવસાય કરવાની તક મળે.

IJT 2026માં લોકો જાપાન અને એશિયાના જાણીતા ઉત્પાદકો અને સપ્લાયર્સને મળીને સીધું ખરીદી કરી શકશે અને માર્કેટના નવા ટ્રેન્ડ્સ વિશે જાણી શકશે. જ્વેલરી ઉદ્યોગ માટે આ શો દર વર્ષે મહત્વપૂર્ણ બની રહ્યો છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant