પોલીની હરાજીમાં પિન્ક ડાયમંડની રિંગ પ્રદર્શિત કરાશે

આ ઓક્શનમાં પાટેક ફિલિપ ઓટોમેટિક પર્પેચ્યુઅલ કૅલેન્ડર, ડાયમંડ અને માણેક જડિત રોલેક્સ સેટ તથા જૈગર લેકોલ્ટ્રે જેવી ઊંચી કિંમતની ઘડિયાળો મુકાશે.

Polly auction to display Pink diamond ring-1
ફોટો : પિન્ક ડાયમંડ (પોલી ઓક્શન)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હોંગકોંગમાં યોજાનારી પોલી ઓક્શનમાં પિન્ક ડાયમંડની રિંગ પ્રદર્શિત કરવામાં આવશે. જેની અંદાજીત કિંમત 2.3 મિલિયન ડોલર રહેશે.

પોલી ઓક્શને જણાવ્યું કે, પિઅર આકારની 5.02 કેરેટ ફૅન્સી પિન્ક વીએસ1 ક્લેરિટીવાળી અંગૂઠી 7 થી 9 એપ્રિલ સુધી યોજાનારી હરાજીમાં મેગ્નિફિશેન્ટ જ્વેલ્સ સેક્શનમાં સૌથી ટોચ પર રહેશે. આ હરાજીમાં આધુનિક અને સમકાલીન કલા, ચીની માટીની વસ્તુઓ, પેઈન્ટિંગ, જ્વેલરી, ઘડિયાળ અને હેન્ડબેગ સહિત અનેક લક્ઝરી આઈટ્મ્સ સામેલ કરવામાં આવી છે.

અનેક ઊંચી કિંમતની ઘડિયાળોની પણ આ ઓક્શનમાં મુકાશે. જેમાં પાટેક ફિલિપ ઓટોમેટિક પર્પેચ્યુઅલ કૅલેન્ડર, ડાયમંડ અને માણેક જડિત રોલેક્સ સેટ તથા જૈગર લેકોલ્ટ્રે સામેલ છે.

અહીં કેટલાક અન્ય ટોચના ઝવેરાત છે જે હરાજીમાં દર્શાવવામાં આવશે :

Polly auction to display Pink diamond ring-2

આ વીંટીમાં 5.03 કેરેટનો કબૂતરના લોહીથી બેનોલો બર્મીઝ રૂબી જડવામાં આવ્યો છે. જે કિંમતી હીરાથી ઘેરાયેલો છે. હરાજીમાં તે 2.3 મિલિયન ડોલરમાં વેચાય તેવો અંદાજ મુકાયો છે.

Polly auction to display Pink diamond ring-3

જેડાઈટ અને હીરાની જ્વેલરીનો એક સેટ જેમાં 15 જેડાઈટ કૈબોકોન્સ વાળો એક હાર, એક અંગૂઠી અને એક જોડી એરિંગ્સ સામેલ છે. જેની 1.3 મિલિયન થી 1.9 મિલિયન અંદાજીત કિંમત મળે તેવી ધારણા છે.

Polly auction to display Pink diamond ring-4

પોલી ઓક્શનમાં 30.14 કેરેટનો બર્મીઝ નીલમ અને હીરાની અંગૂઠી 830,823 થી 1.2 મિલિયન ડોલરમાં વેચાય તેવો અંદાજ છે.

Polly auction to display Pink diamond ring-5

32 બર્મીઝ માણેક જડિત આ સુંદર હાર પણ નીલામીમાં પ્રદર્શિત કરાશે. જેનું કુલ વજન 32.99 કેરેટ છે. આ હારમાં કબૂતરના લોહીથી બનેલા બર્મીઝ માણેક મુખ્ય રત્ન છે. જેનું વજન 2 કેરેટથી વધુ છે. તેની સાથે આ હારમાં માર્કિઝ અને પીઅર શેપ્ડના હીરા જડવામાં આવ્યા છે. તે અંદાજે 447,368 થી 703,006 ડોલરમાં વેચાય તેવો અંદાજ છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant