PGI to Present Platinum Jewellery as Primary Metal at Hong Kong Exhibition 2025
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

પ્લેટિનમ ગિલ્ડ ઈન્ટરનેશનલ (PGI) જ્વેલરી એન્ડ જેમ વર્લ્ડ હોંગકોંગ 2025 દરમિયાન પ્લેટિનમ જ્વેલરીની વધતી લોકપ્રિયતા પર પ્રકાશ પાડશે. આ પ્રદર્શન 17 થી 21 સપ્ટેમ્બર દરમિયાન હોંગકોંગ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાશે.

સોનાના ભાવ ઈતિહાસના સર્વોચ્ચ સ્તરે હોવા છતાં, PGI પ્લેટિનમને ભવિષ્યનું મુખ્ય ધાતુ ગણાવી રહ્યું છે. પ્લેટિનમને હવે ફક્ત બ્રાઈડલ જ્વેલરી સુધી સીમિત ન રાખી, પુરુષો અને નવીન સેગમેન્ટમાં પણ ઝડપથી અપનાવવામાં આવી રહ્યું છે.

19 સપ્ટેમ્બરે “ધ પ્લેટિનમ એડવાન્ટેજ : માર્કેટ્સ, બિઝનેસ એન્ડ ઇનોવેશન્સ” વિષય પર પેનલ ચર્ચા યોજાશે, જેનું સંચાલન PGIના CEO ટિમ શ્લિક કરશે. આ ચર્ચામાં ચીન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારતના નિષ્ણાતો ભાગ લેશે. તેઓ પ્લેટિનમના ફાયદા, વ્હાઇટ ગોલ્ડ સામેનો માર્કેટ એજ અને નવી તકો અંગે ચર્ચા કરશે.

સાથે જ, “સબલાઇમ શાઇન : મેટલ ઇનોવેશન ઇન ધ આર્ટ ઓફ જ્વેલરી” નામની 430 ચોરસ મીટર પ્રદર્શન ગેલેરી પણ રજૂ થશે, જેમાં જ્વેલરી ઉપરાંત ક્લીન એનર્જી અને મેડિસિનમાં પ્લેટિનમનો ઉપયોગ બતાવવામાં આવશે. ખાસ પુરુષોની જ્વેલરી ઝોન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

પ્લેટિનમ પેવિલિયન ફરી એકવાર રજૂ થશે, જેમાં ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના અગ્રણી એક્ઝિબિટર્સ પોતાની નવીન ડિઝાઇન રજૂ કરશે.

“પ્લેટિનમ યુવા ગ્રાહકોને દુર્લભતા, શુદ્ધતા અને નૈતિક વિશ્વસનીયતા સાથે આધુનિક લુક આપે છે. આ જ યોગ્ય સમય છે કે ડિઝાઈનર્સ અને મેન્યુફેક્ચરર્સ પ્લેટિનમની અનોખી તકનો લાભ લે,” એમ ટિમ શ્લિકે જણાવ્યું.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant