પેટ્રાએ દક્ષિણ આફ્રિકાની કોફઇફોન્ટેન ખાણ વેચવા કાઢી

નવેમ્બરમાં ખાણને કેર એન્ડ મેઈન્ટેનન્સ પર પેટ્રા દ્વારા મુકી દેવાઈ હતી. કંપનીએ ખુલાસો કર્યો કે તેમની કંપની ઘણા વર્ષોથી ખોટ કરી રહી છે.

Petra to sell South Africas Koffiefontein mine
ફોટો : કોફીફોન્ટેન ખાણ. (પેટ્રા ડાયમંડ્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહેલી ખાણ કંપની પેટ્રા ડાયમંડ્સે દક્ષિણ આફ્રિકાની તેની માલિકીની કોફિફોન્ટેન ખાણને વેચવા માટે કરાર કર્યો છે. લગભગ બે વર્ષ સુધી ખનના પ્રયાસ બાદ આખરે પેટ્રાએ તેને વેચવાનું નક્કી કર્યું છે. જોકે, વેચાણ પહેલાં કંપનીને દેશના ખનિજ સંસાધન અને ઉર્જા વિભાગની મંજૂરીની જરૂર પડશે.

દરમિયાન ખાણ કંપનીએ ફેબ્રુઆરીમાં તેની ક્લોઝર ઍપ્લિકેશન સબમિટ કરવાની અપેક્ષા રાખીને સંપૂર્ણ શટડાઉન તરફ ડિપોઝીટનું સંક્રમણ ચાલુ રાખવાની યોજના ધરાવે છે. વેચાણ પુરું થયા બાદ કંપની પોતાની રિક્વેસ્ટ પાછી ખેંચી લેશે.

કંપનીએ પહેલીવાર 2022 એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તે સંપત્તિ વેચવાનો ઇરાદો ધરાવે છે. તે સમયે સાઈટમાં 5.25 મિલિયન કેરેટનો જથ્થો હતો. તેનું ખાણકામ પેટ્રાને આર્થિક રીતે પરવડે તેમ નહોતું. અન્ય માલિક માટે કદાચ તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવેમ્બરમાં ખાણને કેર એન્ડ મેઈન્ટેનન્સ પર પેટ્રા દ્વારા મુકી દેવાઈ હતી. કંપનીએ ખુલાસો કર્યો કે તેમની કંપની ઘણા વર્ષોથી ખોટ કરી રહી છે, તેથી તે ખાણની માલિકી જાળવી રાખવા માંગતી નથી.

પેટ્રાના સીઈઓ રિચાર્ડ ડફીએ કહ્યું કે, વેચાણ અંગે વિચારણા કરતી વખતે અમે કોફીફોન્ટેન ખાતેના અમારા ભાગીદારો પ્રત્યેની અમારી જવાબદારીઓનું ધ્યાન રાખીએ છીએ. જે હાલમાં ચાલી રહેલી જવાબદાર બંધ પ્રક્રિયાની ખાણના આર્થિક જીવનને લંબાવવાની તક પુરી પાડે છે.

અમે કોફીફોન્ટેનમાં આગળનો શ્રેષ્ઠ માર્ગ શોધવા માટે DMRE સમુદાયના પ્રતિનિધિઓ અને અન્ય મુખ્ય હિતધારકો સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખીશું. અમારી પર્યાવરણીય અને સામાજિક જવાબદારીઓ પ્રત્યે સમર્પિત રહીશું, પછી ભલે તે ડિકમિશનિંગ અને ક્લોઝર પ્રક્રિયા દ્વારા હોય, અથવા સંભવિત વેચાણ દ્વારા હોય.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant