આફ્રિકાની ખાણોમાં નીકળતા કલર્ડ જેમસ્ટોન્સની ગુણવત્તા નક્કી કરવા અને શાખ વધારવા નવો પ્રોજેક્ટ

AGTAના પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આફ્રિકામાં ખનન કરાયેલા રંગીન રત્નોના સંદર્ભમાં પારદર્શિતા અને ટ્રેસેબિલિટી, નૈતિકતા, ટકાઉપણું અને માનવ અધિકારોને સુધારવાનો છે.

New project to determine the quality and credit of coloured gemstones from African mines
ડાબેથી : સેબનમ ડુઝગન, નિકોલ સ્મિથ, જ્હોન ડબલ્યુ. ફોર્ડ સિનિયર, કિમ્બર્લી કોલિન્સ અને જેન્ના વ્હાઇટ.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકન જેમ ટ્રેડ એસોસિએશન (એજીટીએ) એ એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરી છે જેનો ઉદ્દેશ્ય આફ્રિકાની ખાણોમાંથી કાઢવામાં આવતા કલર્ડ જેમસ્ટોનનના સંદર્ભમાં ટ્રાન્સપેરેન્સી અને ટ્રેસેબિલિટી, નૈતિકતા, સસ્ટેનેબિલિટી અને માનવ અધિકારોને સુધારવાનો છે.

ટ્રાન્પેરેન્ટ એન્ડ ટ્રેસેબલ જેમસ્ટોન સપ્લાય ચેઇન્સ ઇનિશિયેટિવ નામના આ પ્રોજેક્ટમાં કેન્યા, તાંઝાનિયા, મેડાગાસ્કર, નાઇજીરીયા અને શ્રીલંકા જેવા દેશોમાં કલર્ડ સ્ટોન્સ સપ્લાય ચેઇન્સનું પરીક્ષણ કરવામાં આવશે. AGTAની પહેલ પર કોલોરાડો સ્કૂલ ઓફ માઇન્સ (માઇન્સ) સાથે આ માટે ભાગીદારી કરાઇ છે.

AGTA અને ખાણો જાણે છે કે હીરા અને કિંમતી ધાતુઓના જવાબદાર સોર્સિંગ માટે વિકસાવવામાં આવેલી ગાઇડલાઇન્સ કલર્ડ જેમસ્ટોન્સ સપ્લાય ચેઇનમાં બંધબેસતી નથી, એજીટીએના સીઇઓ જ્હોન ફોર્ડે ગયા અઠવાડિયે એક નિવેદનમાં આ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે એજીટીએ અને ખાણો બંનેનો એક સામાન્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ખાણકામ સમુદાયમાં પારદર્શિતા અને ટ્રેસિબિલિટી સુધારવાનો છે. આ ઉપરાંત વિશ્વભરમાં સાઇટ્સ પર બેસ્ટ પ્રેક્ટિસને ઓળખવા અને મજબૂત કરવાની ઇચ્છા ધરાવે છે. આ ઉપરાંત AGTA આ કાર્યક્રમને દક્ષિણ અમેરિકન અને એશિયન સપ્લાય ચેઇનમાં વિસ્તારવાની યોજના ધરાવે છે.

નિકોલ સ્મિથ, જે માઇનિંગ એન્જિનિયરિંગના સહાયક પ્રોફેસર છે અને પીએચડી વિદ્યાર્થી જેન્ના વ્હાઇટ રીસર્ચનું નેતૃત્વ કરશે. સંશોધનની તૈયારી માર્ચ સુધી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ નવેમ્બર સુધી કેન્યા, તાંઝાનિયા, મેડાગાસ્કર, નાઇજીરીયા અને શ્રીલંકાની સાઇટ વિઝિટ કરવામાં આવશે, તેમ AGTAએ જણાવ્યું હતું.

નિરીક્ષકો વિવિધ પરિસ્થિતિઓ અને સામાજિક સંદર્ભોમાં જુદા જુદા કદની વિવિધ પ્રકારના ખાણકામની કામગીરીની સમીક્ષા કરશે અને તેઓ દરેક સ્થાન પર કલર્ડ જેમસ્ટોન્સનું વિશ્લેષણ કરશે. 2024 ની વસંતઋતુમાં અહેવાલ આવવાની શક્યતા છે.

જ્યારે તમામ પ્રકારના માલસામાનની ખરીદીની વાત આવે છે ત્યારે ગ્રાહકો પારદર્શિતા ઇચ્છે છે, અને કલર્ડ જેમસ્ટોન્સ તેનાથી અલગ નથી. સ્મિથે કહ્યું કે, અમે ઉત્સાહિત છીએ… અમારી સપ્લાય ચેઇન સાથે કેટલીક શ્રેષ્ઠ પદ્ધતિઓનું પરીક્ષણ કરવા માટે. આ ઉપરાંત ગ્રાહકો કેવી રીતે ખાતરી કરી શકે છે કે તેઓ જે પત્થરો ખરીદે છે તેને નૈતિક રીતે કાઢવામાં આવ્યા છે.

ટક્સનમાં વાર્ષિક AGTA જેમફેર શો બાદ આ ભાગીદારીની જાહેર કરવામાં આવી હતી. લોકોને આ ભાગીદારીની પ્રક્રિયામાં સામેલ કરવાની AGTA ની યોજના છે. તે માટે ફેડરલ ટ્રેડ કમિશન (FTC) એ તેના “ગ્રીન ગાઇડ્સ” પ્રોજેક્ટની શરૂઆત કરી છે, જે પર્યાવરણને અનુકૂળ જાહેરાતના દાવાઓ અને પરિભાષા પર નજર રાખે છે.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant