બ્રેઈટલિંગ કંપનીએ સ્વિસ વોચ બ્રાન્ડ યુનિવર્સલ જીનેવ હસ્તગત કરી

વર્ષ 1984માં શરૂ થયેલી યુનિવર્સલ જીનેવ કંપનીની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા માટે બ્રેઈટલિંગ કંપની પ્રતિબદ્ધ

Breitling Co acquires Swiss watch brand Universal Geneve
ફોટો : 1960ના દાયકાની આસપાસ ફેક્ટરીમાં કામ કરતા યુનિવર્સલ જીનેવ ઘડિયાળના ઉત્પાદકો. (બ્રેઇટલિંગ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં બ્રેઈટલિંગે  સ્વિસ વોચીઝની બ્રાન્ડ યુનિવર્સલ જીનેવને હસ્તગત કરી છે, જે 20મી સદીની શરૂઆતથી મધ્યકાલીન સુધી કલાત્મક ડિઝાઈન અને ઉચ્ચ ગૂંચવણો સાથે મહત્ત્વપૂર્ણ ટાઈમપીસ બનાવવા માટે જાણીતી છે.

બ્રેઈટલિંગ કંપની આ વોચીઝ બ્રાન્ડની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા માંગે છે. આ બ્રાન્ડના અગાઉના માલિક હોંગકોંગ સ્થિત સ્ટેલક્સ ગ્રુપ હતું. બ્રેઈટલિંગના સીઈઓ જ્યોર્જ કેર્ને કહ્યું કે, આ બ્રાન્ડની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા માટે વોચીઝ મેન્યુફેક્ચરર એક સમર્પિત ટીમને બોર્ડમાં સામેલ કરશે જે બંને સ્વિસ મેઈસનને અલગ અલગ કંપનીઓ તરીકે ચલાવશે.

કેર્ને કહ્યું, અમે ખુબ ઉત્સાહિત છીએ. અમે હાથ પરના કામોને આટોપીશું. અમે જે ગહન વારસાને જાળવી રાખવા માટે તૈયાર છીએ તેના વિશે પણ અમે સંપૂર્ણપણે વાકેફ છીએ. આવા સમૃદ્ધ વર્ણન સાથે બ્રાન્ડનું પુનઃનિર્માણ કરવું. એ પ્રેમનું ઝીણવટભર્યું કાર્ય છે, જે આવનારા વર્ષોમાં દેખાશે તેવી અમને અપેક્ષા છે.

યુનિવર્સલ જીનેવ એક સમયે વોચના નિર્મામના કોટ્યુરિર તરીકે સન્માન મેળવતું હતું. તે પૌરાણિક ડિઝાઈનના મોડલ માટે જાણીતું હતું. તે એવી બ્રાન્ડ હતી કે જે ઘડિયાળના શોખીનો પહેરવાનું પસંદ કરે છે એમ બ્રેટલિંગ કંપનીના બોર્ડ પ્રેસિડેન્ટ આલ્ફ્રેડ ગેન્ટનરે જણાવ્યું હતું. આલ્ફ્રેડ આ ગ્રુપના કો ફાઉન્ડર અને પાર્ટનર પણ છે. તેઓ કંપનીમાં માલિકીનો મોટો હિસ્સો ધરાવે છે.

વર્ષ 1984માં સ્થપાયેલી યુનિવર્સલ જિનેવ 20મી સદીની શરૂઆતથી મધ્ય સુધી પ્રસિદ્ધિ પામ્યું હતું. આ બ્રાન્ડે મેન્સ એન્ડ વુમેન્સ માટે નવી ડિઝાઈન અને મજબૂત યાંત્રિક હલનચલન સાથે સમચની રચના કરી હતી. 1970 અને 80ના દાયકામાં ક્વાર્ટઝ ઈમરજન્સીએ કંપનીને નોંધપાત્ર રીતે પડકાર ફેંક્યો હતો. તે સમય દરમિયાન કંપનીએ મિકેનિકલથી ક્વાર્ટઝ મૂવમેન્ટ તરફ આગળ વધ્યું હતું અને એશિયન માર્કેટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

સ્ટેલેક્સ ગ્રુપના ચૅરમૅન અને સીઈઓ જોસેફ વોંગે કહ્યું કે, અમને ખાતરી છે કે યુનિવર્સલ જીનેવને આગલા સ્તર પર લઈ જવા માટે બ્રેઈટલિંગ શ્રેષ્ઠ ક્ષમતા ધરાવે છે. કારણ કે તે કંપનીએ તેના પોતાના માર્ક સાથે સફળતાપૂર્વક આ કાર્ય ભૂતકાળમાં કર્યું છે. બ્રેઈટલિંગના મેનેજમેન્ટે એ દર્શાવ્યું છે કે તે યુનિવર્સલ જીનેવને માત્ર નામમાં નહીં પરંતુ ભાવનાથી જીવે છે. તેની પ્રતિષ્ઠામાં વધારો કરવા તે 100 ટકા પ્રતિબદ્ધ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant