વિવિધ દેવદેવતા, રામાયણ-મહાભારતના મુખ્ય પ્રસંગ જેવા વિષયો પરના તેમના અનેકવિધ ચિત્રોને કારણે લોકપ્રિય નીવડેલાં ભારતીય ચિત્રકાર તરીકે રાજા રવિવર્માની ખ્યાતિ છે. ભારતીયોની સૌંદર્યદૃષ્ટિના અભ્યાસકોની દૃષ્ટિએય માનસન્માન અને લોકપ્રિયતા બંને પ્રાપ્ત કરનારા આ ચિત્રકારનું મહત્ત્વ રહ્યું
રાજા રવિ વર્માનો જન્મ ૨૯ એપ્રિલ ૧૮૪૮ના રોજ કેરળ રાજ્યના કિલિમનૂર મુકામે થયો હતો. રાજઘરાણામાં જન્મેલાં રવિવર્માને નાનપણથી જ ચિત્રકલા પ્રત્યે આકર્ષણ હતું. વીસ વર્ષની વયે તેમને થિયોડ૨ જેન્સન નામના ચિત્રકારના તેલરંગોનું રાજ એ વ્યક્તિચિત્ર દોરવા આમંત્રણ આપી બોલાવ્યા હતા. કામ જોવાની તક મળી. થિયોડ૨ને ત્રાવણકોરના રજવાડાના દિયોડર અને મહારાજા પાસેના ઇટાલિયન તેલચિત્રોના સંગ્રહોના પ્રભાવને કારણે રવિ વર્માએ પણ તેલચિત્રો બનાવવા ઠરાવ્યું.
ઈ.સ. ૧૮૭૦ કે. પી. કૃષ્ણમેનનનું સહકુટુંબ ચિત્ર તેમણે વળત૨ લઈને બનાવ્યું. યુરોપિયન ચિત્રકારોની જેમ આ રીતે ‘મિશન્ડ પોર્ટ્રેટ’ બનાવનાર તે પહેલા જ ભારતીય ચિત્રકાર હોવાનું મનાય છે. રંગલેપન યુરોપિયન પદ્ધતિનું પણ રેખાચિત્રણ અલંકારિક પદ્ધતિનું એ આ ચિત્રનું વૈશિષ્ટ્ય હતું. તેમજ આ ચિત્ર થોડું ઘણું તંજાવર શૈલી તરફ પણ ઝૂકેલું હતું.
વ્યક્તિચિત્રણના આકર્ષણમાંથી પૌરાણિક ચિત્રવિષયોનું અર્વાચીનીકરણ કરવા ઇચ્છતા રવિ વર્માએ ઈ.સ. ૧૮૭૭માં એક કેરાલિયન યુવતીને મૉડેલ તરીકે લઈને પત્રલેખન વિચારે ખોવાયેલ શકુન્તલા આલેખ. તત્કાલીન ગવર્નર ડ્યૂક ઑફ બર્મિંગહામે આ ચિત્રની ખાસ નોંધ લીધી. રિવ વર્માની સંસ્કૃત ભાષા પર પકડ હતી અને પુરાણ, પ્રાચીન કાવ્યો પણ મૂળમાં વાં હતાં. તેને કારણે વ્યક્તિચિત્રણ માટે પૌરાણિક કથામાં ‘કથાત્મ’, ‘નાટ્યમય’ ક્ષણ નોંધવાનું કૌશલ્ય તેમણે મેળવ્યું હતું.
રાજઘરાણામાં જન્મેલાં રવિ વર્માનો પ્રવાસ ‘દરબારમાંથી કલાક્ષેત્રે તરફ’ થયો. મદ્રાસ (૧૮૭૩), પૂર્ણ (૧૮૮૦)નાં ચિત્રપ્રદર્શનોમાં તેમનાં ચિત્રો ગોઠવાયા જ, તે ઉપરાંત વિયેના અને શિકાગો (૧૮૯૨)નાં ચિત્રપ્રદર્શનોમાંય તેમને સ્થાન મળ્યું. શિકાગોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં ભાગ લેનાર તે એકમાત્ર ભારતીય ચિત્રકાર હતા. આ પ્રદર્શનમાં ભારતીય સમાજનું વૈવિધ્ય દર્શાવતા તેમનાં આઠ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં.
ચિત્રો નિમિત્તે વડોદરા, અમદાવાદ, ઉદેપુર, કોલકાતા ઇત્યાદિ સ્થળે રવિ વર્માના પ્રવાસ થતા હતા. આ દરમિયાન પોતાનાં ચિત્રો શિલામુદ્રિત પદ્ધતિથી અત્યંત ઓછી કિંમતમાં જનસામાન્ય સુધી પહોંચાડી શકાય એની તેમને ખાતરી થઈ.
મુંબઈમાં રવિ વર્માનો સ્ટુડિયો હતો જ. લોનાવલા પાસે મળવલી મુકામે તેમણે છાપખાનું શરૂ કર્યું. ચિત્રોના વિષય પોતે જ પસંદ કરીને રવિ વર્માએ અનેક ચિત્રો મુદ્રિત કર્યાં.
‘સરસ્વતી’ જેવું દૈવતચિત્ર, ‘ગંગાવતરણ’, ‘જટાયુ વધ’, ‘વિશ્વામિત્ર મેનકા’, ‘શિવ રાજ્યાભિષેક’ ઇત્યાદિ અનેક પૌરાણિક અને ઐતિહાસિક નાટ્યમય વિષયો પરનાં તેમનાં છાપેલાં ચિત્રો ગામેગામ, ઘેરઘેર પહોંચ્યા.
રાજા રવિ વર્માના ચિત્રોનું વધુ એક નોંધપાત્ર વૈશિષ્ટ્ય એ કે દાદાસાહેબ ફાળકે, બાબુરાવ પેન્ટર, વ્હી. શાંતારામ જેવા નિર્માતા દિગ્દર્શકોએ ફિલ્મ માધ્યમના શરૂઆતના સમયમાં પૌરાણિક, ઐતિહાસિક ફિલ્મો માટે રવિ વર્માના ચિત્રોમાંની પ્રતિમાનો સંદર્ભ તરીકે ઉપયોગ કર્યો. તેને કારણે એક પ્રકારે રવિ વર્માનાં ચિત્રોને એક સંદર્ભમૂલ્ય પણ પ્રાપ્ત થયું.
રાજા રવિ વર્માને 1904માં ‘કૈસર-એ-હિંદ’ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ભારતીય ચિત્રકળાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી, જેમાં 1893ના શિકાગો પ્રદર્શનનો સમાવેશ થાય છે, જ્યાં તેમના દસ ચિત્રો પ્રદર્શિત થયા હતા.
અંતે, રાજા રવિ વર્મા માત્ર ચિત્રકાર જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિના દૂત તરીકે પણ ઓળખાય છે. તેમના ચિત્રોમાં ભારતીય જીવન, ભાવનાઓ અને કથાઓને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે, તે આજે પણ અનેક કલાકારો અને ચિત્રપ્રેમીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. ૨ ઓક્ટોબર ૧૯૦૬ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેમની કલા અને વારસો આજે પણ જીવંત છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube



















