Many Countries Stop Sending Small Parcels to U.S. After De Minimis Rule Ends
(સૌજન્ય : Diamond World)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાના નવા ટ્રેડ નિયમોથી 30થી વધુ દેશોના પોસ્ટલ ઓપરેટર્સે યુનાઇટેડ સ્ટેટ્સમાં નાનાં પાર્સલ મોકલવાની સેવા તાત્કાલિક બંધ કરી દીધી છે.

હજુ સુધી “ડી મિનિમિસ” નિયમ હેઠળ $800 સુધીના માલ પર કોઈ કસ્ટમ્સ ડ્યૂટી લાગતી નહોતી. પરંતુ 29 ઑગસ્ટથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પછી હવે દરેક આયાત પર ડ્યૂટી ચૂકવવી ફરજિયાત થઈ છે.

ડ્યૂટી વસૂલવાની જવાબદારી હવે ટ્રાન્સપોર્ટ કેરિયર્સ અથવા મંજૂર મધ્યસ્થ એજન્સીઓને સોંપવામાં આવી છે. આ બદલાવને કારણે અનેક દેશોના પોસ્ટલ ઓપરેટર્સે અસ્પષ્ટતાને લીધે પાર્સલ મોકલવાનું બંધ કરી દીધું છે.

ભારત, ઑસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને અનેક અન્ય દેશોના નિકાસકારો માટે આ મોટો ઝટકો સાબિત થયો છે. ખાસ કરીને નાના જ્વેલરી વેપારીઓ અને હેન્ડમેડ આર્ટીઝન વેચાણકર્તાઓ, જેમણે Etsy જેવા ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે અમેરિકન ગ્રાહકો સુધી પહોંચવાનું સાધન બનાવ્યું હતું, તેમની પર ભારે અસર થઈ છે. ઘણા નાના વેપારીઓએ તેમના સ્ટોર બંધ કરવાની ફરજ પડી છે.

ડી મિનિમિસ નિયમનું સમાપ્ત થવું અમેરિકાની વેપાર નીતિમાં મોટો ફેરફાર ગણાય છે. હવે નાના થી નાના માલ પર પણ ટેરિફ અને કસ્ટમ્સ ચેક લાગુ પડશે. પરિણામે આંતરરાષ્ટ્રીય ઈ-કોમર્સ વેપારમાં અવરોધ ઉભો થયો છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant