Jewellers Security Alliance President John Kennedy to retire at the end of 2024
ફોટો : જ્હોન કેનેડી. (જ્વેલર્સ સિક્યુરિટી એલાયન્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

જ્વેલર્સ સિક્યુરિટી એલાયન્સ (JSA)ના પ્રમુખ જ્હોન કેનેડી 32 વર્ષ સુધી સંસ્થાનું નેતૃત્વ કર્યા પછી 2024ના અંતમાં નિવૃત્ત થશે.

જ્વેલરી ઉદ્યોગને ગુના નિવારણની માહિતી અને સહાય પુરી પાડતા નોન પ્રોફીટ ટ્રેડ એસોસિયેશનમાં કેનેડા, 1992માં એક એટર્ની તરીકે જોડાયા હતા. તેઓ અગાઉ ન્યૂયોર્ક સિટી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટિગેશનના સહાયક કમિશનર હતા. JSA તેમની જગ્યાએ નવા પ્રમુખની શોધ શરૂ કરી છે.

કેનેડીએ જણાવ્યું હતું હતું કે,JSA ક્યારેય આટલું મજબુત નહોતું રહ્યું. તે એક શાનદાર બોર્ડ અને ક્રાઈમ ટીમ ધરાવે છે, કાયદાના અમલીકરણ સાથે ઉત્તમ સંબંધો ધરાવે છે અને તેના વિશાળ સભ્યપદ અને સમગ્ર ઉદ્યોગ સુધી વ્યાપક અને અસરકારક પહોંચ ધરાવે છે.JSA ની નાણાકીય સ્થિતિ મજબૂત છે, અને તેના સમર્થકો વફાદાર અને ઉદાર છે. ખૂબ જ સંતોષકારક કારકિર્દી રહી છે,તેનાથી દૂર જવા માટે આ મારા માટે યોગ્ય સમય છે.

1897થી અત્યાર સુધી માત્ર ચાર JSA પ્રમુખો છે, જેનો સરેરાશ કાર્યકાળ 30 વર્ષથી વધુ છે.

JSA પ્રમુખ એલન ઝિમરે જણાવ્યું હતું કે, જ્હોનના સ્થિર 32 વર્ષને JSA યાદ રાખશે જ્વેલરી ઉદ્યોગમાં તેમના અનેક યોગદાનને ભૂલી શકાશે નહીં.

કેનેડીને 2002માં જેસીકેના પર્સન ઓફ ધ યર તરીકે, 2008માં લાઈફટાઈમ અચીવમેન્ટ માટે અમેરિકન જેમ સોસાયટી (AGS) એવોર્ડ, 2021માં લાઈફટાઈમ અચીવમેન્ટ માટે જેમ એવોર્ડ અને 2021માં જ્વેલર્સ વિજિલન્સ કમિટી (JVC) તરફથી સ્ટેનલી શેચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant