એન્ટવર્પમાં ગુજરાતી હીરાના વેપારીની રશિયન ડાયમંડના મામલે પૂછપરછથી ખળભળાટ મચ્યો

સૌરાષ્ટ્રના માવાણી અટકધારી વેપારીની એન્ટવર્પ ખાતે સ્થિત હીરા કંપનીમાં બેલ્જિયમ પોલીસે રશિયન રફના વેપાર મામલે સઘન તપાસ હાથ ધરી છે.

Interrogation of Gujarati diamond dealer over Russian diamonds sparks uproar in Antwerp
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રશિયન ડાયમંડ પર જી-7 દેશોના સંગઠન, યુરોપીયન યુનિયન અને અમેરિકાની સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની ઝાળ હવે ગુજરાતી વેપારીઓને દઝાડવા લાગી છે. આ દેશોએ રશિયન મૂળના હીરા ભલે તે પછી ભારત કે અન્ય કોઈ દેશમાં કટ એન્ડ પોલિશ્ડ થયા હોય તેનો તેમના દેશમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

વળી, તે હીરાના સર્ટિફિકેશન માટે એન્ટવર્પમાં ફરજિયાત મોકલવાનું ઠરાવાયું છે, જેના લીધે હીરાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે. કસ્ટમ્સ ક્લિયરન્સ, સર્ટિફિકેશન જેવી માથાકૂટ વધી છે.

એન્ટવર્પના વેપારીઓમાં આ વહીવટી પ્રક્રિયાઓ સામે રોષ ઊઠ્યો છે, ત્યાં હવે જે વાતનો ડર હતો તે થયું છે. એન્ટવર્પમાં રશિયન હીરાના વેપારના કેસમાં બેલ્જિયમ પોલીસ દ્વારા એક ગુજરાતી વેપારી પર સકંજો કસવામાં આવ્યો છે, જેના પગલે ભારતમાં ખળભળાટ મચી ગયો છે.

બેલ્જિયમના એન્ટવર્પ ખાતે હીરાના વેપાર સાથે સંકળાયેલા ગુજરાતી હીરાના વેપારીની હીરા કંપની ખાતે રશિયન રફ હીરાના મામલે બેલ્જિયમ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા એન્ટવર્પના હીરાઉદ્યોગમાં ખળભળાટ મચ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મુંબઈ તથા એન્ટવર્પ હીરાઉદ્યોગના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લાં કેટલાંય વર્ષોથી એન્ટવર્પ તથા દુબઇ સહિત આફ્રિકાના દેશોમાંથી રફ હીરાના બહોળા વેપાર સાથે સંકળાયેલા મૂળ સૌરાષ્ટ્રના માવાણી અટકધારી વેપારીની એન્ટવર્પ ખાતે સ્થિત હીરા કંપનીમાં બેલ્જિયમ પોલીસે રશિયન રફના વેપાર મામલે સઘન તપાસ હાથ ધરી છે.

જે મુજબ, ગુજરાતી હીરાના વેપારીએ વિવિધ ચેનલો મારફતે મગાવેલા રફ હીરામાં રશિયન રફ હીરાનો ટેગ મળી આવતાં બેલ્જિયમ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને આ રશિયન રફ કઇ ચેનલથી કોના મારફતે એન્ટવર્પ સુધી પહોંચી તેની વિસ્તૃત તપાસ હાથ ધરાઈ રહી છે.

આ સાથે રશિયન રફ હીરા મગાવનાર વેપારીએ એ રફ હીરા એન્ટવર્પમાં અન્ય બીજા કોઈ વેપારીને વેચાણ કર્યા છે કે નહીં તેની તપાસ પણ ચલાવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા જી-૭ દેશો, કેનેડા દેશ દ્વારા રશિયન રફ હીરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી સુરત-મુંબઈ-દુબઈ કે એન્ટવર્પ ખાતે રશિયન રફ હીરાનો વેપાર થઈ છતાં કથિત રીતે હીરાના વેપારી દ્વારા મંગાવવામાં આવેલા રફ હીરાના જથ્થામાં રશિયન રફ હીરા મળી આવ્યાની ચર્ચાને કારણે આ સમગ્ર પ્રશ્ને એન્ટવર્પમાં વેપાર કરતા ગુજરાતી હીરાના વેપારીઓને પણ મુશ્કેલી ઉદભવે એવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

કારણ કે, અમેરિકા જી-૭ દેશો રશિયન રફ હીરાના પ્રશ્ને આકરા પાણીએ છે. એવા સમયે ગુજરાતી હીરાના વેપારીની રફ હીરાના વેપારમાં કથિત સંડોવણીના ચર્ચાના પ્રત્યાઘાતો આગામી સમય સમગ્ર હીરાઉદ્યોગ પર પડે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ટવર્પ ખાતે રશિયન રફ હીરાના વેપારમાં જેની સંડોવણીની ચર્ચા ચાલી રહી છે તે વેપારી સુરતમાં પણ જમીનોનો બહોળા વેપાર ધરાવે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant