સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન વલ્લભ લખાણીના રાજીનામાથી હીરાઉદ્યોગમાં ખળભળાટ

એક પછી એક રાજીનામા પડવાને કારણે PM નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને પણ ઝાંખપ લાગી રહી છે. કારણ કે ડાયમંડ બુર્સ એ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

Surat Diamond Bourse Chairman Vallabh Lakhanis Resignation Stirs up Diamond Industry
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

દુનિયાની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડીંગનું બિરુદ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ડાયમંડ બુર્સ બનવાનો સુરતનો હરખ ઓગળી રહ્યો છે. જેમણે સુરત ડાયમંડ બુર્સને ઊભું કરવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું તેવા વલ્લભ લખાણીએ SDBના ચૅરમૅન પદેથી રાજીનામું આપી દેતાં હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

આ પહેલા સુરત ડાયમંડના પ્રમુખ પદેથી નાગજી સાકરીયા રાજીનામું આપી ચૂક્યા છે. એક પછી એક રાજીનામા પડવાને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને પણ ઝાંખપ લાગી રહી છે. કારણ કે ડાયમંડ બુર્સ એ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા માટે સુરત આવ્યા હતા ત્યારે ડાયમંડ ઉદ્યોગકારોનો ઉત્સાહ સમાતો નહોતા. સ્વાભાવિક વાત હતી, કારણ કે કિરણ જેમ્સના ચૅરમૅન વલ્લભ લખાણીએ સુરતમાં ડાયમંડ બુર્સ ઊભું કરવા અને સુરતના ઉદ્યોગકારોનું સપનું સાકાર કરવા તનતોડ મહેનત કરી હતી અને ટૂંકા સમયગાળામાં 4500 કરોડ રૂપિયાના ખર્ચે ડાયમંડ બુર્સ ઊભું થઇ ગયું હતું.

પરંતુ હવે ડાયમંડ ઉદ્યોગકારોનો ઉત્સાહ મંદ પડી ગયા છે, કારણ કે બુર્સમાં કોઇ ઓફિસ શરૂ કરવા માટે આવતું નથી અને હવે સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન પદેથી વલ્લભ લખાણીએ રાજીનામું આપી દેતાં ડાયમંડ ઉદ્યોગમાં સોપો પડી ગયો છે. વલ્લભ લખાણીએ રાજીનામું શું કામ આપ્યું તેના કારણ વિશે હજુ જાણકારી સામે આવી નથી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant