આઈઆઈજેએસ પ્રિમિયરના 40 અંડર 40 ક્લબે સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી

આ ક્લબના સભ્યોએ SDBની મુલાકાત લીધી અને હીરા-ઝવેરાત ઉદ્યોગમાં આગામી સમયમાં ક્રાંતિ સર્જનાર SDBની અત્યાધુનિક સેવાઓના સાક્ષી બન્યા

IIJS Premier's 40 Under 40 Club visits Surat Diamond Bourse
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરતમાં વિશ્વની સૌથી મોટી કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. આ આલીશાન ઇમારત અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટી છે. એન્જિનિયરિંગના બેનમૂન નમૂના સમાન આ ઈમારતનું વિશ્વભરમાં આકર્ષણ છે, ત્યારે તાજેતરમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશ વિદેશના ટોચના ઉદ્યોગકારોએ આ ઇમારતની મુલાકાત લીધી હતી.

આઈઆઈજેએસ પ્રીમિયર 2023ના ઉદ્દઘાટન દરમિયાન 40 અંડર 40 ક્લબ બનાવાઈ હતી. આ ક્લબમાં હીરા ઝવેરાત ઉદ્યોગના તેજસ્વી યુવાનોને સામેલ કરાયા હતા, જેનો હેતુ ઉદ્યોગને નવા બ્રેઈનનો લાભ મળે તે હતો. આ ક્લબ ખૂબ જ એક્ટિવ છે.

તાજેતરમાં તા. 7 ઓક્ટોબર 2023ના રોજ આ ક્લબના સભ્યોએ સુરતમાં સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી અને હીરા-ઝવેરાત ઉદ્યોગમાં આગામી સમયમાં ક્રાંતિ સર્જનાર સુરત ડાયમંડ બુર્સની અત્યાધુનિક સેવાઓના સાક્ષી બન્યા હતા.

ક્લબના સભ્યોની સાથે જીજેઈપીસીની નેશનલ એક્ઝિબિશન સબ કમિટીના કન્વીનર નિરવ ભણસાલી અને જીજેઈપીસીના સુરત રિજલન ચેરમેન વિજય માંગુકીયા પણ હતા. બંને અગ્રણીઓએ વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સુરતની પ્રતિષ્ઠા વધારવામાં સુરત ડાયમંડ બુર્સના મહત્ત્વ અંગે વિચારો રજૂ કર્યા હતા.

સુરત ડાયમંડ બુર્સ બાદ ક્લબના સભ્યોએ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટર્સ ડાયમંડ ફેક્ટરી અને ગ્રીન લેબ ડાયમંડ્સની મુલાકાત લીધી હતી. 40 અંડર 40 ક્લબ પહેલીવાર લેબગ્રોન ડાયમંડની ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત એજ્યુકેશન એક્સિપરીયન્સની સાથે ઉદ્યોગના યુવાન નેતાઓ વચ્ચે નેટવર્કિંગ અને નોલેજની આપ લે માટેનું પ્લેટફોર્મ બની રહ્યું હતું.

કલબના સભ્ય એસકે શેઠ જ્વેલર્સના દીપક શેઠે નિરવ ભણસાલી અને વિજય માંગુકીયાનો આ મુલાકાત માટે આભાર માન્યો હતો. જ્વેલરી ઈન્ડસ્ટ્રી અને યુવાન ઉદ્યોગ સાહસિકો વતી તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.

સેવિયો જ્વેલરીના અભિષેક સેન્ડે અસાધારણ તક માટે સુરતની બંને ફેક્ટરીઓની માહિતીપ્રદ મુલાકાતનું આયોજન કરવા બદલ નિરવ ભણસાલી અને જીજેઈપીસીની ટીમનો આભાર માન્યો હતો.

શાહ વનાજી કેસાજી એન્ડ કંપનીના વિશાલ જૈને કહ્યું કે, આ ટૂર ખરેખર માહિતપ્રદ રહી હતી. અનેક નવી માહિતીઓ જાણવા મળી હતી. તેમણે એસઆરકે અને ગ્રીન લેબ ડાયમંડના આતિથ્યની પ્રશંસા કરી હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant