GJEPCએ ‘Discovering Hong Kong’s Brilliance’ સેમિનારનું આયોજન કર્યું

કાઉન્સિલનો હેતુ દુબઈના સફળ IJEX મોડલને હોંગકોંગમાં રેપ્લિકેટ કરવાનો છે, જેનાથી જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે નવી તકો ઊભી થાય છે.

GJEPC organized the Discovering Hong Kongs Brilliance seminar
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

GJEPC એ વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા અને સુવિધા આપવા માટેના સરકારી વિભાગ InvestHK સાથે મળીને તાજેતરમાં ભારત ડાયમંડ બુર્સ ખાતે ‘Discovering Hong Kong’s Brilliance’ બિઝનેસ મીટનું આયોજન કર્યું હતું.

GJEPCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સેમિનારના મુખ્ય વક્તા, જેમણે મધ્ય પૂર્વમાં દુબઈના મહત્વની જેમ, દૂર પૂર્વમાં વૈશ્વિક વેપાર વિસ્તરણ માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે હોંગકોંગના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

સબ્ય સાચી રેએ જણાવ્યું હતું કે, GJEPCના નોંધાયેલા 10,000 સભ્યોમાંથી 85 ટકા સ્મોલ સ્કેલ એન્ટરપ્રિન્યોર છે. કાઉન્સિલનો હેતુ દુબઈના સફળ IJEX મોડલને હોંગકોંગમાં રેપ્લિકેટ કરવાનો છે, જેનાથી જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે નવી તકો ઊભી થાય છે.

InvestHK ખાતે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટેના એસોસિયેટ ડાયરેક્ટર-જનરલ ડૉ. જીમી ચાંગે હોંગકોંગમાં સાનુકૂળ વ્યાપાર વાતાવરણ અને વૈશ્વિક માંગ વિતરણની સુવિધામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant